આ સપ્તાહમાં કઇ રાશિને થશે લાભ અને કોને થશે નુકસાન, વાંચી લો તમે પણ

સાપ્તાહિક રાશિફળ : મિથુન અને કુંભ રાશિના જાતકોને થશે લાભ, જાણો અન્ય રાશિના જાતકોનું ફળકથન

મેષ: સપ્તાહની શરૂઆતમાં સર્જનાત્મક કાર્ય પ્રગતિ કરશો. મિત્રો સાથેના સંબંધો વધુ મજબૂત બનશે. કાર્યસ્થળ પર અધિકારીઓના સહયોગથી બઢતીની તક છે. ખર્ચમાં વધારો થવાની સંભાવના છે. નાણાંકીય બાબતોમાં સાવધાની રાખવી પડશે. વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આર્થિક સહયોગ મેળવી શકે છે. સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહેવું અન્યથા નાની સમસ્યા મોટી બની શકે છે.

વૃષભ: જીવનમાં સુખ આવવાનું છે. સામાજિક કાર્યોમાં લાભ મળશે. સરકારી કાર્યોમાં અધિકારી વર્ગ સાથે સાવચેતી રાખવાની જરૂર છે. વિદ્યાર્થી માટે શિક્ષણમાં વિલંબ થઈ શકે છે. લવ લાઈફમાં સારું પરિવર્તન આવશે. જીવનસાથી પ્રત્યે ઉત્સાહ રહેશે. ધંધામાં નુકસાન થઈ શકે છે. શારીરિક પીડા અનુભવાશે.

મિથુન: આ અઠવાડિયાની શરૂઆતમાં તમને કોઈ ધનલાભ થઈ શકે છે. વ્યવસાયિક બાબતોમાં આર્થિક લાભની શક્યતાઓ છે. વિદ્યાર્થી વર્ગ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવશે તેવા સંકેતો છે. સંબંધોમાં મધુરતા રહેશે.

કર્ક: અઠવાડિયાના પ્રારંભિક તબક્કે માનસિક તાણનો સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સપ્તાહ સારું નથી. કમરના દુખાવાની સમસ્યા પરેશાન કરી શકે છે. શરદી-ખાંસી પણ મુશ્કેલી પેદા કરી શકે છે.

સિંહ: અઠવાડિયામાં તમે ભવિષ્ય માટે મહત્વની યોજના બનાવી શકો છો. અઠવાડિયાના મધ્યમાં સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. પાચનતંત્ર સંબંધી બીમારી થઈ શકે છે. લાંબા ગાળા માટે રોકાણ માટેની યોજના બનાવી શકો છો. અઠવાડિયાના અંતમાં જમીનના વિવાદનો સામનો કરી શકે છે.

કન્યા : સપ્તાહની શરૂઆતમાં પ્રેમ સંબંધને લઈને તણાવ થઈ શકે છે. વાહનથી સુખનો યોગ છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સપ્તાહ સારું સાબિત થશે. તમે શરીર અને મનથી સ્વસ્થ રહેશો. જૂના મિત્રો મળશે. ધાર્મિક કાર્યમાં પૈસા ખર્ચ થશે.

તુલા: સપ્તાહની શરૂઆતમાં પ્રેમ સંબંધ મધુર બનશે. સપ્તાહના મધ્યમાં તમને પ્રેમી સાથે સારો સમય વિતાવવાની તક મળશે. ધંધાના ક્ષેત્રમાં તમને સફળતા મળશે. કોર્ટ-કચેરીની કાર્યવાહીમાં સફળતાની સંભાવના છે. સ્વાસ્થ્ય સારું રહેશે. જૂના મિત્રો સાથે અચાનક મુલાકાત થશે.

વૃશ્ચિક: તમે અઠવાડિયાની શરૂઆતમાં પરિવાર સાથે સારો સમય પસાર કરશો. નસીબ સાથ આપશે. ધાર્મિક યાત્રાની યોજના બનાવી શકો છો. વિચાર્યા વિના રોકાણ કરવાનું ટાળો. વિદ્યાર્થીઓ માટે સપ્તાહનો મધ્ય સમય સારો રહેશે. કારકિર્દીમાં સફળતા પ્રાપ્ત થશે. ધંધામાં થોડું આર્થિક નુકસાન થઈ શકે છે.

ધનુ: સપ્તાહની શરૂઆતમાં તમને વેપાર-ધંધામાં સહયોગીઓની મદદ મળશે. બિઝનેસમાં આવક વધી શકે છે. તમે અઠવાડિયાના મધ્યમાં ઘરના ખર્ચમાં થયેલા વધારાની અનુભૂતિ કરી શકો છો. પ્રેમ સંબંધોમાં પરસ્પર મધુરતા રહેશે. અપરિણીત લોકોને લગ્ન પ્રસ્તાવ મળી શકે છે.

મકર: સપ્તાહની શરૂઆતમાં થોડું આર્થિક નુકસાન થઈ શકે છે. કોઈ સરકારી યોજનાનો લાભ મળી શકે છે. ધંધામાં સફળતા મળશે. વિવાહિત જીવનમાં પરસ્પર પ્રેમ વધશે. કારકિર્દીને લઈને વિદ્યાર્થીઓ કોઈ મોટો નિર્ણય લઈ શકે છે.

કુંભ: પિતૃ સંપત્તિ અથવા કોર્ટ કેસ કે કોઈ જૂના વિવાદનો અંત આવી શકે છે. અધિકારીઓને નોકરીમાં સહયોગ મળશે. મિત્રો પાછળ પૈસા ખર્ચ થશે. મનોરંજન પાછળ પૈસા ખર્ચ થશે. વિદ્યાર્થી વર્ગને ભણતરમાં અડચણોનો સામનો કરવો પડશે.

મીન: કોઈ ચિંતાને લીધે મન અશાંત રહેશે. કામ કાજમાં સફળતા મળવાની છે. આ અઠવાડિયે સ્વાસ્થ્ય સારું રહેશે. નોકરીમાં બઢતી માટે સમય અનુકૂળ છે. પ્રેમ સંબંધોમાં આગળ વધવાનો સમય છે. વિવાહિત જીવનનો વિશેષ આનંદ માણવા જઇ રહ્યા છો. પ્રિયજન સાથે ફરવા જઈ શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ