વર્ષો જુનું માત્ર 200 રૂપિયાનું દેવુ ચૂકવવા કેન્યાના સાંસદ ભારત આવ્યા…

તાજેતરમાં મહારાષ્ટ્ર ખાતેના ઓરંગાબાદમાં એક સમ્માન ઉપજાવતો પ્રસંગ બની ગયો. અહીં આવી પોહંચ્યા કેન્યાના સાંસદ. ના તેમણે અહીં કોઈ પોલિટિકલ મુલાકાત નહોતી લેવાની પણ વર્ષો જૂનૂ દેવું ચુકવવા તેઓએ આવ્યા હતા.

તે વર્ષો પહેલાં લગભગ 22 વર્ષ પહેલાં અહીંની એક સ્થાનીક મેનેજમેન્ટ કોલેજમાં ભણતા હતા. અને તેમના આ અભ્યાસકાળ દરમિયાન તેમણે કોઈની પાસેથી 200 રૂપિયા ઉધાર લેવા પડ્યા હતા. જે તે નહોતા ચુકવી શક્યા અને દેવું ચૂકવ્યા વગર જ તેઓ કેન્યા પાછા જતા રહ્યા હતા.

તેમણે આ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે વર્ષો પહેલાં તેમને અહીં ખાવાનું આપવામાં આવ્યું હતું પણ તેઓ તે વખતે તેના પૈસા નોહતા ચૂકવી શક્યા. અને તેમણે જ્યારે લગ્ન કર્યા ત્યારે જાણે પ્રતિજ્ઞા લીધી હતી કે તેઓ એકવાર ભારત આવીન તેમનું આ વર્ષો જુનુ દેવું ચુકવીને જ રહેશે. અને તેમણે ભારત આવીને પોતાની આ પ્રતિજ્ઞા પૂરી કરી.

વાત છે 1985થી 1989ની તે વખતે મહારાષ્ટ્રના ઓરંગાબાદ શહેરમાં રહેતા કાશીનાથ માર્તંડરાવ ગવલી કરિયાણાની દુકાન ચલાવતા હતા અને તે જ સમય દરમિયાન કેન્યાના આ સાંસદ મૌલાના આઝાદ કોલેજમાં અભ્યાસ કરતાં હતા અને વાનખેડેનગરમાં કોલેજની સામે જ ઓરડી રાખીને રહેતા હતા. અને ત્યાં જ આ ગવળીભાઈની કરિયાણાની દુકાન આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Nehanda Radio (@nehandaradio) on


તે અવારનવાર આ કરિયાણાની દુકાનમાંથી ખાવાની વસ્તુઓ ખરીદતા આમ કરતાં કરતાં તેમના પર 200 રૂપિયાની ઉધારી ચડી ગઈ જે તે વખતે તેઓ ચુકવી શક્યા નહોતા. અને તેઓ અભ્યાસ પુરો કરીને કેન્યા પાછા જતા રહ્યા હતા. ત્યાર બાદ તો તેમણે કેન્યામાં ઘણી પ્રગતિ કરી. ત્યાં તેમણે મોટી મોટી કંપનીઓમાં નોકરી કરી અને પછી તો રાજકારણમાં પ્રવેશ્યા અને તેમાં સફળ થઈને આજે કેન્યાના સાંસદ બની ગયા છે.

પણ આજે બાવીસ વર્ષ બાદ તેઓ કોઈ પોલિટીકલ મુલાકાત માટે ભારત નહોતા આવ્યા તેઓ આવ્યા હતા પોતાના પર ચડેલું આ વર્ષો જુનું દેવુ ચુકવવા. તે સીધા જ કાશીનાથને ત્યાં પહોંચી ગયા, તેમણે જેવા કાશીનાથને જોયા કે તેમની આંખોમાં ઝળઝળીયા આવી ગયા. અને માત્ર તેમની જ આંખો ભીની નહોતી થઈ પણ કાશીનાથના કુટુંબીજનો પણ ભાવુક થઈ ગયા. તેમણે ગવળીજીનો આભાર પણ માન્યો કે તેમણે તે વખતે તેમને ખાવાનું આપ્યું હતું.

પોતાનું આ વર્ષો જુનું દેવું ચુકવી તેમણે જણાવ્યું કે તેમને આ દેવુ ચુકવીને ખુબ જ શાંતિ થઈ છે. જાણે તેમના મન પરથી એક મોટો બોજો ઉતરી ગયો હોય તેવું લાગ્યું. તમને જણાવી દઈએ કે તેમણે બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર કર્યું છે અને તેઓ એક કોમર્સ ગ્રેજ્યુએટ પણ છે. હાલ તેઓ કેન્યાના ન્યારીબારીના છાછે કોન્સ્ટીટ્યુઅન્સીના મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે.

ખરેખર આપણી સામે થતી આવી બધી ઘટનાઓ આપણને અવારનવાર માનવીય મૂલ્યો અને પ્રામાણિકતાનો પાઠ શીખવી જાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ