જુઓ સાનિયા મિર્ઝા અને તેના ક્યુટ દીકરા ઈઝાનના સુંદર ફોટા.

જાણો છો મશહૂર ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા આજકાલ શું કરી રહી છે ?

image source

મશહૂર ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા તો યાદ હશે જ.ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા એ2003માં તેની ટેનિસ કારકિર્દીની શરૂઆત કરી હતી અને 2004માં ભારત સરકાર દ્વારા તેને અર્જુન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

સાનિયા મિર્ઝાએ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા છે અને હાલ તે તેનો સમય પોતાના પુત્ર ઈઝાન મિર્ઝા મલિક સાથે વ્યતીત કરી રહી છે.તાજેતરમાં જ તેને સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો વાયરલ કરી હતી.

image source

ગત વર્ષે જ સાનિયા મિર્ઝા પુત્રની માતા બનીશ માતા બન્યા બાદ બેહદ ખુશ સાનિયા મિર્ઝા જણાવે છે કે તે માતા બનીને બેહદ ખુશ છે.અને પુત્ર સાથે સમય પસાર કરી જીવનનો આનદ મેળવે છે. તેણે અને શોએબ મલિકે સંતાનના બાળકના જન્મ પહેલાં જ નક્કી કર્યુ હતું કે સંતાન જે પણ કોઈ આવશે ,દીકરો કે દીકરી પણ તેઓ તેમની અટક મિર્ઝા રાખશે. અને એ જ રીતે સાનિયા મિર્ઝા અને શોએબ મલિક એમ બંને ની અટક ભેગી અને તેમણે તેમના પુત્રનું નામ ઈઝાન મિર્જામલિક રાખ્યું છે .

image source

પુત્ર જન્મ પહેલા સાનિયા મિર્ઝાએ પુત્ર અને પુત્રી વિષે સમાજમાં પ્રવર્તતા ભેદ વિશે ટિપ્પણી કરી હતી. સાનિયા મિર્ઝાએ ભારતીય ફાઉન્ડેશન દ્વારા ‘મુજે હક હૈ’ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે એના માતાપિતાને સંતાનમાં પોતે બે બહેનો જ છે અને ઘણી બધી સફળતા તેમણે હાંસલ કર્યા હોવા છતાં પણ જ્યારે લોકો તેમને કહે છે કે તેમને કોઈ ભાઈ નથી ત્યારે સાનિયા મિર્ઝાને લોકોની આ વિચારસરણી ઉપર ગુસ્સો પણ આવે છે અને દયા પણ આવે છે. સાનિયા મિર્ઝા નો તેમણે મક્કમ જવાબ હોય છે કે તો તેમના જીવનથી ખુશ છે અને કોઈ દિવસ તેમને કે તેમના માતાપિતાને ભાઈને તેમને જરૂર પડી નથી.માતાપિતાએ તેમણે ઉછેરવામાં ક્યારેય ભેદકર્યો નથી.

મુજે હક હૈ ઇવેન્ટ સમયે સાનિયા મિર્ઝા ગર્ભવતી હતી અને તેણે જણાવ્યું હતું કે જ્યારે જ્યારે લોકો તેને પુત્ર જન્મ ના આશીર્વાદ આપે છે ત્યારે તે કહે છે કે હકીકતમાં તેમને પુત્રીજન્મની વધારે ઈચ્છા છે માટે પુત્ર જન્મ ના આશીર્વાદ આપવા ને બદલે પુત્રી જન્મના આશીર્વાદ મેળવવા તેને વધારે ગમશે.

image source

2018માં જાતીય પક્ષપાત ઉપર યોજાયેલી ચર્ચામાં ભાગ લેનાર સાનિયા મિર્ઝાએ જણાવ્યું હતું કે તે અને શોએબ મલિક બંને એક પુત્રીના માતા-પિતા બનવાની ઈચ્છા પણ ધરાવે છે.

પુત્ર જન્મ બાદ સાનિયા ફરી ટેનિસ ક્ષેત્રે પ્રવૃત્ત થઈ છે પરંતુ મોટા ભાગનો સમય તે પુત્ર ઈશાન નીરજા મલિક સાથે તેનું લાલન પાલન કરવામાં વ્યતીત કરે છે અને તેનો આનંદ અનુભવે છે.

image source

ઉલ્લેખનીય છે કે ટેનિસની રમતના પોષકને કારણે સાનિયાએ મુસ્લિમ સમાજની ઘણી ટિપ્પણીનોભોગ બનવું પડ્યું હતું.પરંતુ ટીકાનો સામનો કરીને પણ સાનિયા તેની કારકિર્દીમાં સફળ રહી છે .

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ