ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીના ઘરની અંદરની અદ્ભૂત તસવીરો…

ટેલીવૂડ સુપર સ્ટાર દિવ્યાંકા ત્રીપાઠીના લક્ઝરિયસ ઘરને જુઓ અંદરથી

દિવ્યાંકા ત્રિપાઠેને ભારતના ઘર-ઘર માટે જાણીતું નામ છે. અને તેના કરતા પણ વધારે તેનુ સ્ક્રીન નામ ઇશિતા ઐયર કે પછી ઇશિતા ભલ્લા કે પછી ઇશિમા તો ઘરના બાળ-બાળ અને ઘરના વડીલો પણ સારી રીતે જાણે છે. સિરિયલ યે હે મુહોબત્તેંમાં એક આદર્શ વહુનુ પાત્ર ભજવીને દિવ્યાંકા ત્રિપાઠીએ લોકોના દીલ જીતી લીધા છે.

image source

દિવ્યાંકાએ આ સિરિયલ દ્વારા નામના તો ખુબ કમાવી પણ સાથે સાથે અઢળક રૂપિયો પણ કમાવ્યો. અને કેમ ન કમાવે તેણીએ દીવસ રાત સતત 12-12 કલાકો કામ કરીને આ નામના અને આ રૂપિયા મેળવ્યા છે. માત્ર 34 વર્ષની ઉંમરમાં તેણીએ પુષ્કળ ખ્યાતિ મેલવી લીધી છે.

દિવ્યાંકા ત્રિપાઠી મુળે મધ્ય પ્રદેશની છે. તેણીનો જન્મ પણ મધ્ય પ્રદેશના ભોપાલમાં થયો હતો. તેણી નાનપણથી જ અભિનય ક્ષેત્રે આવવા માગતી હતી. અને તેણીએ 2003ની સાલનો પેન્ટીન ઝી ટીન ક્વિન અવોર્ડમાં ભાગ લીધો હતો જેમાં તેણીએ મિસ બ્યુટીફુલ સ્કિનનું ટાઇટલ પોતાના નામે કરી લીધું હતું.

image source

તેણીએ ટેલિવિઝન ક્ષેત્રે દુદર્શનમાં આવતી નાની-નાની ટેલિફિલ્મ કરી હતી. ત્યાર બાદ તેણી ઝી ટીવીની સીરીયલ બનું મેં તેરી દુલ્હનમાં મુખ્ય પાત્ર વિદ્યા ભજવતી જોવા મળી હતી. જે 2006માં પ્રદર્શિત કરવામાં આવી હતી. ત્યાર બાદ તેણી સબ ટીવીની કોમેડી સિરિઝ મીસીસ એન્ડ મિસ્ટર શર્મા અલાહાબાદવાલેમાં 2010માં જોવા મળી હતી. અને છેવટે તેને સૌથી વધારે જે સિરિયલથી લોકપ્રિયતા મળી તેવી એકતા કપુર પ્રોડક્શનની યે હે મુહોબત્તેમાં ઇશિતાનું મુખ્ય પાત્ર તેણીએ ભજવ્યું. બસ ત્યાર બાદ તેણીએ પાછુ વળીને નથી જોયું.

કેટલીક બોલીવૂડ હીરોઈન્સથી પણ ચડિયાતું છે દિવ્યાંકા ત્રિપાઠીના સ્ટારડમ. આજે તેણી સિરિયલ ઉપરાંત એન્ડોર્સમેન્ટ, તેમજ ઉદ્ઘાટનો તેમજ લગ્ન વિગેરે જેવા મોટા પ્રસંગોમા હાજરી આપીને લાખોની કમાણી કરી રહી છે. દીવ્યાંકાની ફેન્સ સ્ત્રીઓ તેણી જેવી દેખાવા માગે છે તો વળી મોટી ઉંમરની મહિલાઓ દિવ્યાંકા જેવી જ વહૂઓ પોતાના માટે ઇચ્છે છે.

image source

આ સ્ટારડમથી તેણે પોતાનુ એક મુકામ હાંસલ કર્યું છે અને મુંબઈ જેવી મોંઘેરી નગરી કે જેના માટે એક કહેવત છે “મુંબઈમાં રોટલો મળે પણ ઓટલો ન મળે” તેવા મોંઘેરા મુંબઈમાં એક આલિશાન ઘર ધરાવે ચે. તેણી અહીં પોતાના પતિ સાથે રહે છે. તેનો પતિ વિવેક દાહ્યા પણ એક ટેલિવિઝન એક્ટર છે અને લગ્ન બાદ દિવ્યાંકા ત્રિપાઠી, દિવ્યાંકા ત્રિપાઠી દાહ્યા બની ગઈ છે.

તેણીએ પોતાની મહેનતની કમાણીએ લક્ઝરિયસ ઘર ખરીદ્યું છે અને તેનું ઇન્ટિરિયર પણ સુંદર રીતે સજાવ્યું છે. તેણીના ઘરમાં પ્રવેશતાં જ કોઈ રોયલ પેલેસ જેવી ફિલિંગ આવે છે કારણ કે તેના ઘરનું થીમ જ રોયલ છે. તેણે દીવાલોના રંગો ગોલ્ડન અને વ્હાઇટ થીમ પર રાખ્યા છે.

image source

તેણીએ થોડા સમય પહેલાં જ આ સુંદર ફ્લેક ખરીદ્યો. છે જેમાં ત્રણ બેડરૂમ એક વિશાળ હોલ અને એક સુંદર મજાનું કીચન છે. તેણીએ રંગોની પસંદગી એ રીતે કરી છે કે તેના ફ્લેટમાં પ્રવેશતાં જ તેમાં ઉજાસ ઉજાસ જ જોવા મળે છે. તેણીએ પોતાના ઘરના ખૂણે ખૂણાને સુંદર રીતે સજાવ્યું છે. તેની ખરીદી પણ તેણીએ જાતે જ કરી છે. તો ચાલો જોઈએ તેનું ઘર.

દિવ્યાંકા ત્રિપાઠીનો લીવીંગ રૂમ

image source

દિવ્યાંકા ત્રિપાઠીએ પોતાનો લીવીંગ રૂમ સુંદર રીતે સજાવ્યો છે. તેમાં અત્યંત આકર્ષક ફર્નીચર્સ છે. આ લિવિંગરૂમની ખાસ વાત એ છે કે તેની એક વૉલ તેમણે અત્યાર સુધી પોતાની કેરિયરમાં મેળવેલા અચિવમેન્ટ્સને સમર્પિત કરવામાં આવી છે. અહીં દિવ્યાંકા તેણે મેળવેલા અવોર્ડ્સ તેમજ તેની ટ્રોફીઓ રાખે છે અને સાથે સાથે વિવેકને મળેલા અવોર્ડ પણ ત્યાં ગોઠવવામાં આવ્યા છે.

દિવ્યાંકાએ ઘણું બધું અચિવ કર્યું હોવાથી તેના લિવિંગ રૂમની એક દિવાલ તો તેની ટ્રોફીઓ માટે ઘણી નાની પડી જાય તેમ છે. આ ટ્રોફિએ તેને પોતાને તેમજ ઘરમાં આવનારા મહેમાનોને એ દર્શાવે છે કે તેણે જીવનમાં ઘણી મહેનત કરીને આ મુકામ મેળવ્યું છે.

image source

તેની ટ્રોફીઝે તો તેના લિવિંગરૂમમાં ચારચાંદ લગાવી દીધા છે પણ લીવીંગ રૂમમાંની સિલિંગમાં એક સુંદર મજાનું ઝુમર લટકાવવામાં આવ્યું છે જે તેની શોભામાં એક રોયલ ટચ ઉમેરે છે. અને તેમાંથી રેલાતી સુંદર રોશની ઓરડાને ઓર વધારે આકર્ષક બનાવે છે. તેમજ લીવીંગ રૂમમાંના સોફા વિશાળ તેમજ વ્હાઇટ રંગના છે અને તેમાં મુકવામાં આવેલી કાચની ટીપોઈ તેમજ અન્ય ટેબલ ના પાયા ગોલ્ડન રંગના છે.

દિવ્યાંકા ત્રિપાઠીનો બેડરૂમ

image source

દિવ્યાંકા ત્રિપાઠીનો બેડરૂમ ગોલ્ડ અને વ્હાઇટ રંગોના કોમ્બિનેશનમાં પેઇન્ટ કરવામાં આવ્યો છે. કલર કોમ્બિનેશનના કારણે રૂમમાં ગોઠવવામાં આવેલી સુંદર લાઇટીંગ્સનો ઓર વધારે ઉઠાવ આવે છે. તેણીના બેડરૂમની સિલિંગને પણ સુંદર રીતે સજાવામાં આવી છે. અને તેમાંનું ફર્નિચર પણ આ કલર થીમ પર છે.

image source

તેણીના બેડરૂમમાંનો બેડ ગોલ્ડ અને વ્હાઇટ છે. માત્ર આ એક જ બેડરૂમ નહીં પણ ઘરના બધા જ બેડરૂમમાં આ જ ગોલ્ડ થીમ પર રંગો રંગવામાં આવ્યા છે.

દીવ્યાંકા ત્રિપાઠીનો ડાઈનીંગ એરિયા

image source

તેના ડાઈનીંગ એરિયામાં આવેલું ડાઈનીંગ ટેબલ અત્યંત રોયલ ટાઈપ છે. તેની ખુરશીઓની બેક હાર્ટ શેઇપની છે અને તેના પર ગોલ્ડન વર્ક કરીને તેને સજાવવામાં આવી છે. તેમજ ડાઈનીંગ ટેબલ પર ગોલ્ડન શોપિસ પણ મુકવામાં આવ્યો છે.

દીવ્યાંકા ત્રિપાઠીનું પુજા ઘર

દીવ્યાંકા ત્રિપાઠીને ભગવાનમાં પુર્ણ આસ્થા છે માટે તેણે ભગવાન માટે પણ એક અલાયદી જગ્યા ફાલવી છે. અને એક સુંદર મજાનું પુજા ઘર બનાવ્યું છે. અહીં દિવ્યાંકા નિયમિત પણે પુજા કરે છે. તેનું આ મંદીરે વ્હાઇટ માર્બલનું છે.

image source

દીવ્યાંકાનું ઘર બોલીવૂડ સ્ટાર્સ કરતાં ભલે નાનું હોય પણ તેણીએ તેને સુંદર દેખાવામાં કોઈ જ કસર બાકી નથી રાખી. તાજેતરમાં જ તેણીને ગોલ્ડ અવોર્ડ તરફથી ટીવી પર્સનાલીટી ઓફ ધી યરનો અવોર્ડ આપવામાં આવ્યો છે. ટુંક જ સમયમાં તેણી એક વેબ સિરિઝ ચીકન મસાલામાં જોવા મળશે. જેમાં તેણી કહીં તો હોગા ફેમ રાજીવ ખંડેલવાલ સામે જોવા મળશે. આ એક હળવી ચટપટી લવસ્ટોરી હશે. તેણીના આવનારા શોની સફળતા માટે દિવ્યાંકાને ઘણીબધી શુભકામનાઓ પાઠવીએ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ