ગુજરાતની પ્રખ્યાત લોકગાયિકાને ડેન્ગ્યુ, સારવાર માટે હોસ્પિટલમાં દાખલ…

ડેન્ગ્યુનો રોગચાળો આજે માત્ર ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર ભારતમાં ફેલાયેલો છે અને તેનો શિકાર માત્ર ઝૂપડાં કે ગંદકીની આસપાસ રહેતા લોકો જ નથી થઈ રહ્યા પણ સ્વચ્છ જગ્યાઓમાં રહેતાં સંપત્તિવાન લોકો પણ થઈ રહ્યા છે.

image source

થોડા સમય પહેલાં લોકપ્રિય સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈના બે મુખ્ય કલાકારો ડેન્ગ્યુના ભરડામાં આવી ગયા હતા તો આ વખતે ગુજરાતની માનિતિ લોકગાયિકા ગીતા રબારીને પણ ડેન્ગ્યુની અસર થઈ છે અને તેણીના રિપોર્ટ્સ પોઝિટિવ આવતા તેણીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. હાલ ગીતા રબારીને ભુજની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલ છે.

image source

સમગ્ર દેશમાં દિવસે દિવસે સિઝન બદલાતાં ડેગ્યુના દર્દીઓ વધી રહ્યા છે હોસ્પિટલમાં ડેન્ગ્યુની સારવાર આપતો સ્ટાફ ખુટી રહ્યો છે અને પથારીઓ પણ પુરતી નથી. ડેન્ગ્યુના વધતાં ત્રાસથી ગુજરાત સરકાર પણ ચિંતિત છે. તાજેતરમાં મુખ્ય સચિવ જે એન સિંહે રાજ્યના જિલ્લા કલેક્ટર, જિલ્લા આરોગ્ય અધિકારીઓ તેમજ મ્યુનિસિપલ કમિશ્નર સાથે વિડિયો કોન્ફરસન્સ કરીને આ બાબતે અહેવાલ લીધા હતા.

image source

આજે રાજ્યમાં ડેન્ગ્યુનો પોઝિટિવ રિપોર્ટ ધરાવતા 7319 કેસ નોંધાયેલા છે. બે દિવસ પહેલાં એટલે કે 21 ઓક્ટોબરે નવા 145 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં સમગ્ર ભારતમાં ડેન્ગ્યુના 67000 કેસો નોંધાયા છે. જેમાં સૈથી વધારે 12,756 કેસ કર્ણાટક રાજ્યમાં નોંધાયા છે.

image source

માત્ર એક જ પખવાડિયામાં ડેન્ગ્યુના લગભગ 400 કેસો નોંધાયા છે આ દર્દીઓ સરકારી તેમજ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જો તમે ડેન્ગુયથી બચવા માગતા હોવ તો સૌ પ્રથમ તો તેના લક્ષણો જાણો અને તેનાથી દૂર રહેવાના ઉપાયો જાણવા માટે આગળ વાંચો.

જાણો ડેન્ગ્યુના લક્ષણો

image source

૧. ડેન્ગ્યુંની બીમારી એક વાઈરસને કારણે થાય છે જે લોકોમાં એડિસ એજીપ્તિ નામના મચ્છર દ્વારા ફેલાય છે.

૨. ડેન્ગ્યુંના લક્ષણો, તે મચ્છરના કરડવાના ૪ થી ૭ દિવસ પછી દેખાય છે.

૩. WHO ના કહેવા પ્રમાણે, તમને આવતો તાવ ડેન્ગ્યુંમાં પરિણમી શકે છે કે નહિ તે માટેના કેટલાક લક્ષણો નીચે પ્રમાણે છે.

• ખુબ જ વધારે તાવ

• આંખની અંદરના ભાગમાં દુખાવો

image source

• અસહ્ય માથાનો દુખાવો

• સાંધામાં દુખાવો

• વોમિટીંગ

• શ્વાસ રૂંધાવો

• માંસ-પેશીનો દુખાવો

• નાકમાંથી લોહી આવવું.

ડેન્ગ્યું સામે કઈ રીતે લડવું?

૧. જો કે ડેન્ગ્યુંની બીમારીનો કોઈ સચોટ ઈલાજ તો નથી પણ તે માટે શરીરને પાણીથી ભરપુર રાખવું અતિઆવશ્યક છે.

image source

૨. માથાના દુખાવાથી બચવા અસ્પીરીન અથવા બૃફેન ન લ્યો. કારણ કે તે નાકમાંથી આવતું લોહી વધારી શકે છે. ડોકટરના પ્રિસ્ક્રીપ્શન વાળીજ ગોળી લેવી.

૩. એર કન્ડીશનરવાળા રૂમમાં આરામ કરવો જ્યાં મચ્છરોનો ઉપદ્રવ ખુબ જ ઓછો હોય.

૪. એવા પીણાં પીવો જેથી શરીરમાં પાણીનું પ્રમાણ વધતું જ રહે.

image source

આ ઉપરાંત, જો તમારા ઘરમાં કોઈ નાનું બાળક હોય તો તેઓ માટે ખાસ સાવચેતીની જરૂર છે.

તેઓને હમેશા પુરા લાંબા સ્લીવના કપડા પહેરવો જેથી હાથ અને પગ ઢંકાયેલા રહે. આટલું જ નહિ, નાના છોકરાઓના વપરાશમાં લેવાતી ચીજવસ્તુઓ જેમકે તેમના રમકડા, વાસણો, કપડા વગેરેને પણ મચ્છરોથી દુર રાખવા પ્રયત્ન કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ