આ સાવ જ સામાન્ય ટ્રીક તમારા વાળની મોટા ભાગની સમસ્યા દૂર કરી દેશે…

માથુ ધોતાં પહેલાં તમારા શેમ્પુમાં ઉમેરો મીઠું. આ સાવ જ સામાન્ય ટ્રીક તમારા વાળની મોટા ભાગની સમસ્યા દૂર કરી દેશે.

આપણે બધા એ સારી રીતે જાણીએ છીએ કે મીઠું એ આપણા રસોડાનો જીવ છે. મીઠા વગરનું ભોજન ગળા નીચે નથી ઉતરતું માટે મીઠું આપણા માટે ખુબ જ આવશ્યક છે. પણ શું તમે મીઠામાં રહેલા તે સૌંદર્યવર્ધક ગુણો વિષે જાણો છો જેનાથી તમારા વાળ તેમજ તમારી ત્વચાને સુંદરતા મળે છે.
વાળમાં થતી ખજવાળથી માંડીને તમારા વાળને બિચી વેવ્ઝ આપવા સુધી મીઠું તમામ પ્રકારના કામ કરી શકે છે. પણ આ ઉપરાંત તમે એ જાણો છો કે તમારા શેમ્પુમાં મીઠું ઉમેરવાથી તમારા વાળને લગતી લગભગ બધી જ સમસ્યાઓ દૂર થઈ જાય છે ? તમને વિશ્વાસ નથી થતો ? તો પછી જાણીલો તે વિષે !

શેમ્પુમાં મીઠું ઉમેરવાના ફાયદાઓ


1. તેનાથી વાળનો ગ્રોથ વધે છે

સી સોલ્ટ એટલે કે દરિયાનું મીઠું અસરકારક રીતે તમારા વાળનો ગ્રોથ વધારે છે. જે લોકોને વાળ ખરી જવાની સમસ્યા રહેતી હોય તેમને હંમેશા સી સોલ્ટની ટ્રીટમેન્ટ કરાવાની સલાહ આપવામાં આવે છે. તેનાથી કુદરતી રીતે જ તમારા વાળ વધવા લાગે છે. પણ વાળનો ગ્રોથ વધારવા માટે મીઠાને વાપરવાનો તેના કરતાં પણ એક સરળ રસ્તો છે. ચાલો જાણીએ કે તમે તેનો કેવી રીતે ઉપયોગ કરી શકો છો – તમે સામાન્ય રીતે જેમ તમારા વાળ ધોતા હોવ તેમ જ ધૂઓ ત્યાર બાદ એક ટેબલસ્પૂન ચમચી મીઠું લો અને તેનાથી તમારા માથામાં 10 મિનિટ સુધી મસાજ કરો. હવે તમારા વાળ ફરી ધોઈ લો. આ પ્રક્રિયાને અઠવાડિયામાં બે વાર રિપિટ કરો અને તમે જોઈ શકશો કે માત્ર એક જ મહિનામાં તેનું પરિણામ જોવા મળશે.

2. ડેન્ડ્રફની સમસ્યામાં મદદરૂપ


ડેન્ડ્રફ એ બીજું કંઈ નહીં પણ મૃત ત્વચાના કણો છે જે માથા પર જોવા મળે છે તે ઓછા રક્ત પરિભ્રમણના કારણે તે થાય છે. સી સોલ્ટમાં એવી સક્ષમતા છે કે તે લોહીના પરિભ્રમણને વધારે છે, જે એક સ્વસ્થ તાળવાની નીશાની છે અને તેના દ્વારા માથા પરનો ડેન્ડ્રફ દૂર થઈ શકે છે.

તમારા વાળને કેટલાક ભાગમાં વહેંચી લો હવે તેના પર મીઠાનો છંટકાવ કરો. હવે તમારા માથામાં ભીની આંગળીઓથી મસાજ કરવાનું શરૂ કરો 10-15 મિનિટ આ મસાજ ચાલુ રાખો, ત્યાર બાદ તમારા વાળ નિયમિત ધોતા હોવ તેમ ધોઈ લો. આમ કરવાથી તમારા માથાની ચામડીને રક્ષણ મળશે અને કોઈપણ જાતની ફુગ નહીં વળે.

3. તે તમને ઓઈલી હેર તેમજ ઓઈલી સ્કાલ્પની સમસ્યાથી છૂટકારો અપાવશે.


ઓઇલિ સ્કાલ્પ અને હેર એ ચરબીથી ભરેલી ગ્રંથીમાંથી રીસતા તેલના પરિણામે હોય છે. તમે તમારી આ સમસ્યાને મીઠાની મદદથી દૂર કરી શકો છો. તમારે માત્ર એટલું જ કરવાનું છે કે 2 ટેબલસ્પૂન મીઠું લઈ તેને તમારા શેમ્પુમાં મિક્સ કરી લેવું. આ શેમ્પુથી વાળ ધોવા. માત્ર પ્રથમ ઉપયોગથી જ તમે તમારા વાળમાં નોંધપાત્ર પરિવર્તન જોઈ શકશો. તમારા વાળ ઓછા ઓઇલી અને સ્વસ્થ બનશે.

મીઠાના ત્વચા માટેને અન્ય ઉપયોગો

1. તમે તેને ત્વચાને મુલાયમ બનાવવા માટે ઉપયોગમા લઈ શકો છો.


મીઠું એક કુદરતી તેમજ કોમળ એક્સફોલિએટર છે જે ખુબ જ કોમળતાથી ત્વચાના મૃત કોષોને દૂર કરી દે છે. તેમાં સમાયેલા ખનીજ ત્વચાને કોમળ બનાવવામાં અને ત્વચામાના ભેજને પુનઃપ્રાપ્ત કરવામાં મદદ કરે છે. તેનો બોડી સ્ક્રબ તરીકે ઉપયોગ કરવા માટે, 3-4 ટેબલસ્પૂન મીઠુ લો અને તેને અરધા કપ કોપરેલ તેલ અથવા ઓલિવ ઓઇલમાં ઉમેરો. બન્ને સામગ્રીને બરાબર મિક્સ કરો અને તેની એક જાડી પેસ્ટ તૈયાર કરો. તમે તેમાં તમને ગમતાં એસેન્શિયલ ઓઇલના થોડા ટીપાં પણ ઉમેરી શકો છો. આ તૈયાર થયેલા સ્ક્રબને તમારા સમગ્રશરીર પર હળવા હાથે લુફાની મદદથી લગાવી ઘસો. લુફાની જગ્યાએ તમે તમારી હથેળીનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યાર બાદ તેને પાણી વડે ધોઈ લો. અને પછી શરીર પર મોશ્ચરાઇઝર લગાવી લો.

2. તમે તેનો ઉપયોગ ફેશિયલ ટોનર તરીકે પણ કરી શકો છો


મીઠું ત્વચાના છિદ્રોને સ્વચ્છ કરવામાં મદદ કરે છે અને તેમાંથી ઉત્પન્ન થતાં તેલનું સંતુલન જાળવી રાખે છે. તેના કારણે ખીલ કે ફોડકી થતી નથી. તેનો ટોનર તરીકે ઉપયોગ કરવા માટે, એક ટેબલસ્પૂન તેલ અને પોણો કપ હુંફાળુ પાણી લો. આ મિશ્રણને એક સ્પ્રે બોટલમાં લઈ બરાબર હલાવી લો.
આ મિશ્રણનો ઉપયોગ તમે તમારી ત્વચા પર રોજ કરી શકો છો.

3. ફેસપેકમાં મીઠું ઉમેરી તમે એક સંતુલિત ફેસમાસ્ક બનાવી શકો છો.


મધ અને મીઠાનાં મિશ્રણનો ઉપયોગ તમે ફેસમાસ્ક તરીકે કરી શકો છો. ચાર ચમચી મધ અને બે ટેબલસ્પૂન સી સોલ્ટ લો. તેને ત્યાં સુધી મિક્સ કરો જ્યાં સુધી તેની પેસ્ટ ન બની જાય. સૌ પ્રથમ તમારો ચહેરો ધુઓ, તેને નેપ્કીનથી થપથફાવીને લૂછી લો. હવે ચહેરા અને ડોક પર સમાન રીતે આ ફેસમાસ્ક લગાવો. તેને 10 મિનિટ માટે સુકાવાદો ત્યાર બાદ હુંફાળા પાણીથી ધોઈ લો.

4. બાથ સોક તરીકે મીઠાનો ઉપયોગ


તમારા નાહવાના પાણીમાં મીઠું ઉમેરી તમે તમારી જાતને એક આરામદાયક સ્નાન આપી શકો છો. તે તમારી ત્વચામાની બધી જ ગંદકી અને ઝેરી તત્ત્વો દૂર કરી તમારી ત્વચાને ઉંડેથી સ્વચ્છ કરશે. મીઠામાં સમાયેલા ખનીજ ત્વચામાંના રક્ષણાત્મક અવરોધોનું પુનઃસ્થાપન કરશે, જેથી કરીને તમારી ત્વચાને હાઇડ્રેશન મળી રહેશે.

5. તેનાથી તમારી ફૂલેલી આંખોની સમસ્યા પણ દૂર થઈ જશે


એક ટેબલસ્પૂન મીઠું લો અને તેમાં બે ચમચી હુંફાળુ ગરમ પાણી ઉમેરો. આ મિશ્રણને રુના ટુકડા પર લો અને તેને તમારી બન્ને આંખ પર મુકો. તેને 10-15 મિનિટ રહેવા દો. તમારી ફુલેલી આંખ તરત જ સામાન્ય થઈ જશે.

આ બધા ઉપરાંત તમે મીઠાનો ઉપયોગ માઉથફ્રેશનર અને દાંત સફેદ કરવા માટે પણ કરી શકો છો. જો હુંફાળા પાણીમાં મીઠું ઉમેરી તેમાં પગ બોળવામાં આવે તો તમારા પગનો દુઃખાવો દૂર થઈ જાય છે અને તમને આરામ મળે છે.


તો પછી રાહ શું જુઓ છો. તમારા શેમ્પુમાં મીઠું ઉમેરો અને બનાવી દો તમારા વાળને સ્વસ્થ. અમે ધરપત આપીએ છીએ કે તમારે નિરાશ નહીં થવું પડે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અવનવી ટીપ્સ માટે લાઇક કરો અમારું પેજ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ