પેલી પીળી સાડી વાળી મહિલા તો તમને યાદ જ હશે ને ? આ નવીન અવતાર તમે નહિ જોયો હોય…

ચૂંટણી સમયે બેગ લઈને જતી પીળી સાડીવાળી મહિલા ફરીથી છે ચર્ચામાં સોશિયલ મીડિયામાં ડાન્સ કરતો વીડિયો થયો વાઈરલ…

 

View this post on Instagram

 

A post shared by Reena Dwivedi (@reenadwivedi_pwd) on

મે મહિનામાં ચૂંટણીનો માહોલ ખૂબ જ ગરમાયેલો હતો તે સમયે સોશિયલ મીડિયા ઉપર એક કાળા ગોગલ્સ પહેલો સ્લીવલેસ બ્લાઉઝ સાથે પીળા રંગની લાઈટ સાડીને ખૂબ જ સરસ રીતે પહેરેલ એક મહિલાનો ફોટો વાઈરલ થયો હતો. આ મહિલાના એક હાથમાં એક બેગ હતી અને તેના ગળાંમાં કોઈ ખાસ પ્રકારનું આઈ.ડી. લટકાવેલું દેખાતું હતું. જ્યારે આ ફોટોને લોકોએ ખૂબ શેર કર્યો ત્યારે તેમાં કેટલાક કેપ્શન્સ હતાં, જેમાં કોઈ કહેતું કે આ ચૂંટણી ઓફિસર છે, કોઈ કહેતું કે મોડેલ જેવી લાગી રહી છે. ત્યારે તેની તપાસ કરતાં સૌની સામે તેમની હકીકત આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Reena Dwivedi (@reenadwivedi_pwd) on

આ મહિલા કોઈ મોડેલ કે અભિનેત્રી નથી. તેઓ મૂળ ઉત્તર પ્રદેશના લખનૌ શહેરના રહેવાસી છે અને તેઓ ત્યાંના સ્થાનીક પી.ડબલ્યુ.ડી.માં નોકરી કરે છે. આ મહિલા ઓફિસરને તે સમયે ચૂંટણી પંચ તરફથી સરકારી કામગીરી સોંપાયેલ હતી. આ ફોટો વાઈરલ થયો હતો ૫મી મેના જ્યારે તેઓ તેમની ડ્યુટી કરતા સમયે કોઈ સ્થાનિક પત્રકારે પાડ્યો હતો. તે સમયે તેઓ પોલિંગ સેન્ટર ઉપર કાર્યવાહિના કાગલિયા લઈને જઈ રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Reena Dwivedi (@reenadwivedi_pwd) on

પીળી સાડીવાળી મહિલાનો વીડિયો થયો છે વાઈરલ જેમાં તેમણે ફરીથી પહેર્યો છે પીળો ડ્રેસ…

 

View this post on Instagram

 

A post shared by Reena Dwivedi (@reenadwivedi_pwd) on

આ મહિલા એકદમ મોડેલ જેવાં જ સુંદર અને આકર્ષક લાગી રહ્યાં છે. તેમનો એક વીડિયો પણ તેમના ઇન્સટાગ્રામ પ્રોફાઈલ પરથી ખૂબ જોવાઈ રહ્યો છે અને લોકો તેને લાઈક અને શેર પણ કરી રહ્યાં છે. આમાં તેમણે પીળી સ્કર્ટ પહેરી છે જેમાં બ્રાઉન કલરના ફ્ર્લોરલ પ્રીન્ટ છે. તેની સાથે ઓફ સોલ્ડર ફ્રીલવાળું ટોપ પણ પહેર્યું છે. એક નજરે જોઈએ તો તેઓ બેલે ડાન્સ કરી રહ્યાં હોય એવું લાગે છે. માંડ અડધી મીનિટનો આ વીડિયોએ પણ લોકોમાં આકર્ષણ ઊભું કર્યું છે. આ પીળી સાડીવાળી મહિલાના બીજા ફોટોઝ અને વીડિયો તેમના સોશિયલ પ્રોફાઈલ પરથી જોઈ શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by Reena Dwivedi (@reenadwivedi_pwd) on

કોણ છે આ મહિલા?

સોશિયલ મીડિયા પર જેમની ચર્ચાઓ થાય છે તે ગવર્મેન્ટ ઓફિસર છે, તેઓ ઉત્તર પ્રદેશના દેવરિયા ગામમાં રહે છે અને લખનૌમાં પી.ડબલ્યુ.ડી.માં નોકરી કરે છે. તેમનું નામ છે રીના દ્વિવેદી. તેની ઉમર નાની નથી. તેઓ એક પરિણિત મહિલા છે અને તેમને એક ૧૩ વર્ષનો દીકરો પણ છે.

રીનાએ શેર કરી તેના દીકરાની પ્રતિક્રિયા અને પરિવારની વાત…

 

View this post on Instagram

 

A post shared by Reena Dwivedi (@reenadwivedi_pwd) on

રીનાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે હું કોઈ મોડેલ કે એક્ટ્રેસ નથી. હું એક ઓફિસર છું. મને તૈયાર થવું ગમે છે. મારા પરિવારે મને કાયમ મારી નોકરી માટે મનો સપોર્ટ કર્યો છે. હું ખૂબ જ ભાગ્યશાળી છું. તેમણે કહ્યું મારો એક દીકરો છે, જેનું નામ છે અદિત. જ્યારે તેના દોસ્તોને ખબર પડી કે તે અદિતની મમ્મી છે તો કોઈને પણ વિશ્વાસ ન આવ્યો. મારા દીકરાના મિત્રોએ મને વીડિયો કોલ કરીને મારી સાથે વાત કરી.

 

View this post on Instagram

 

A post shared by Reena Dwivedi (@reenadwivedi_pwd) on

રીના દ્વિવેદીનું એક એવું નિવેદન સાંભળીને સલમાન ખાન પણ ચોંકી ગયા… જાણો શું કહ્યું છે તેમણે…

 

View this post on Instagram

 

A post shared by Reena Dwivedi (@reenadwivedi_pwd) on

પહેલાં પીળી સાડીમાં આવેલ ફોટો વાઈરલ થયો અને હવે તેમનો ડાન્સ કરતો વીડિયો વાઈરલ થયો ત્યારે તેમણે એક નિવેદન આપ્યું હતું કે હા, મને તૈયારી થવું અને સજવું સવરવું ખૂબ જ ગમે છે. મને તક મળે તો મને બીગ બોસમાં ભાગ લેવાની પણ ઇચ્છા છે…

 

View this post on Instagram

 

A post shared by Reena Dwivedi (@reenadwivedi_pwd) on

ઇલેક્ટ્રોનિક મીડિયા અને મેઈન સ્ટ્રીમ મીડિયામાં આ રીતે અચાનકથી જ વાઈરલ થઈ રહેલ ફોટોઝ અને વીડિયોઝ ક્યારેક કોઈનું નસીબ બદલી દઈ શકે છે. કોને ખબર બહુ જલ્દી તેને સલમાન ખાનનો કોલ આવી પણ જાય બીગ બોસ માટે…

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ