જાણો સલમાન ખાન અને માધુરી દિક્ષિતની આ ફિલ્મના એક ગીત પાછળની રસપ્રદ સ્ટોરી, મેકર્સને આવ્યો હતો આવો વિચાર..

મિત્રો, હાલ પ્રવર્તમાન સમયમા કોરોનાના ભયના કારણે લોકો ઘરની બહાર વધુ પડતા નીકળતા નથી. હાલ, દરરોજ આ વાયરસની ચપેટમા લાખો લોકો આવે છે. જો કે હાલ સરકાર પણ લોકોના સ્વાસ્થ્યને લઈને ખુબ જ સતર્ક બની છે અને તેના કારણે જ હાલ સામાન્ય લોકો અને બોલીવૂડ ફિલ્મજગતના કલાકારો ધીમે-ધીમે પોતાના કામ પર પાછા ફરી રહ્યા છે.

image source

હાલ, આ કોરોનાના સમય દરમિયાન બોલીવૂડ ફિલ્મજગતના કલાકારો સાથે સંકળાયેલી અનેકવિધ વાતો, ફોટોસ અને વિડિયોઝ સોશિયલ મીડિયા પર ખુબ જ વાઈરલ થઇ રહ્યા છે. હાલ, ફિલ્મજગતના આ કલાકારો સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટીવ રહે છે. હાલ, સોશિયલ મીડિયા પર સલમાન ખાન અને માધુરી દીક્ષિતના એક ફિલ્મના ગીતને લઈને એક ચર્ચા ખુબ જ વાઈરલ થઇ રહી છે. તો ચાલો જાણીએ શું હતો આ રસપ્રદ કિસ્સો?

image source

વર્ષ ૧૯૯૧મા આવેલી ડાયરેક્ટર લોરેન્સ ડિસોઝાની ફિલ્મ સાજને બોક્સઓફીસ પર ધૂમ મચાવી છે. આ ફિલ્મમા સલમાન અને માધુરી સિવાય સંજય દત લીડ રોલમાં હતા. આ ફિલ્મમા નદીમ અને શ્રવણે સંગીત આપ્યુ હતુ. આ ફિલ્મના બધા જ ગીતો ખુબ જ સુપરહિટ રહ્યા હતા પરંતુ, આ ફિલ્મનુ એક ગીત “દેખા હે પહેલી બાર સાજન કી આંખો મેં પ્યાર..” લોકોને ખુબ જ વધારે પસંદ આવ્યુ હતુ અને આજે પણ લોકોના મોઢે આ ગીત સાંભળવા મળે છે.

image source

આ ગીત પાછળ ખુબ જ રસપ્રદ કિસ્સો છુપાયેલો છે. આ ફિલ્મના આ ગીતને લઈને સંગીતકાર શ્રાવણ રાઠોરે એક લાઈવ કોન્સર્ટમા ખુબ જ રસપ્રદ ખુલાસો કર્યો હતો. તેમણે ખુલાસો કર્યો હતો કે, આ ગીત તેમણે કોઈપણ પ્રકારનો વિચાર કર્યા વગર ફક્ત મજા માટે જ બનાવ્યુ હતુ.

image source

તમને જણાવી દઈએ કે, આ વાતનો ખુલાસો તેમણે ત્યારે કર્યો જ્યારે તેમણે બ્રિસ્બેનમા એક લાઈવ કોન્સર્ટ કર્યો હતો. અહી તે સિંગર અલકા યાગ્નિક સાથે લાઈવ પર્ફોમન્સ આપી રહ્યા હતા. આ કોન્સર્ટ શરુ થયા પહેલા શ્રવણે આ ગીત બનાવવા પાછળનુ એક રસપ્રદ કારણ જણાવ્યુ.

image source

શ્રવણે જણાવ્યુ કે, ૩૧ ડીસેમ્બર ૧૯૯૦ ની વાત છે, હુ અને નદીમ બંને એક ન્યુ ઈયર પાર્ટીમા ગયા હતા અને બંને પબમા બેઠા હતા. અહી બે વિદેશી યુવતીઓ આવી હતી, જે લાંબા સમયથી અમારી સામે જોઈ રહી હતી.

image source

ત્યારે નદીમ તેમની પાસે ગયા અને તેમની સાથે વાત કરવા લાગ્યા અને આ જ સમયે નદીમના મગજમા “દેખા હે પહેલી બાર સાજન કી આંખો મેં પ્યાર…” આ લાઈનો આવી અને ત્યારબાદ આ શબ્દોથી એક ગીત બનાવ્યુ હતુ.

image source

હાલ, જો વર્કફ્રન્ટની વાત કરીએ તો સલમાનની આવનાર ફિલ્મ રાધે અને કભી ઇદ કભી દિવાલી છે. ત્યારે સંજય દતની આવનાર ફિલ્મ શમશેરા અને કે.જી.એફ.-૨ છે અને માધુરી તો હાલ ફિલ્મજગતથી દૂર છે અને તેમની પાસે હાલ ફિલ્મની કોઈપણ પ્રકારની ઓફર નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ