આ શરત હાર્યા પછી અક્ષય કુમાર સાથે લગ્ન માટે રાજી થઈ હતી ટ્વિંકલ ખન્ના

ટ્વિનકલ ખન્ના પોતાના બિન્દાસ અંદાજ માટે જાણીતી છે. ફિલ્મોથી દૂર જતી રહેલી ટ્વીનકલ ખન્ના હવે પુસ્તકો અને આર્ટિકલ લખવામાં વ્યસ્ત છે. એમના દરેક ટ્વીટમાં એમનો મજકિયો અંદાજ ચોખ્ખો દેખાઈ આવે છે. ટ્વીનકલ ખન્નાએ આજથી 19 વર્ષ પહેલાં અક્ષય કુમાર સાથે સાત ફેરા ફર્યા હતા. પણ શું તમે જાણો છો કે ટ્વીનકલ ખન્નાએ લગ્ન માટે એક અનોખી શરત મૂકી હતી એ પછી જ એમને ખિલાડી કુમાર સાથે સાત ફેરા ફર્યા હતા.

image source

અક્ષય કુમાર અને ટ્વીનકલ ખન્નાની પહેલી મુલાકાત ફિલ્મફેરના એક ફોટોશૂટ દરમિયાન થઈ હતી. અક્ષય કુમાર તો ટ્વીનકલ ખન્નાને જોઈને જ ફિદા થઈ ગયા હતા. ફિલ્મ ઇન્ટરનેશનલ ખિલાડીના શૂટિંગ દરમિયાન બંને એકબીજાની નજીક આવ્યા હતા. એક ઇન્ટરવ્યૂમાં ટ્વીનકલ ખન્નાએ ખુલાસો કર્યો હતો કે એમનું એ દિવસોમાં બ્રેકઅપ થઈ ગયું હતું અને એ એમની રિલેશનશિપને ભૂલી જવા માંગતી હતી. એમને નિર્ણય કર્યો કે એ થોડા દિવસ એન્જોય કરશે અને પછી એમને અક્ષય કુમારને ડેટ કરવાનું શરૂ કર્યું હતું.

image source

ટ્વીનકલ અને અક્ષય 15 દિવસના સિડયૂલ દરમિયાન આઉટડોર શૂટિંગ કરી રહ્યા હતા. એ પુસ્તકો પણ વાંચીને પુરી કરી ચુકી હતી અને ત્યાં ટીવી પણ નહોતું. ટ્વિનકલે નિર્ણય કર્યો કે શૂટ ખતમ થયા પછી એ અક્ષય સાથે એન્જોય કરશે. અક્ષય કુમાર સાથે ટ્વીનકલ ખન્નાએ બે વાર સગાઇ કરી હતી. વાત જાણે એમ હતી કે અક્ષયનું નામ અન્ય અભિનેત્રીઓ સાથે જોડાવા લાગ્યું હતું જેના કારણે પહેલી વાર સગાઈ તૂટી ગઈ હતી. એનાથી ટ્વીનકલ ખૂબ જ હેરાન રહેવા લાગી હતી.

image soucre

અક્ષય લગ્ન માટે ટ્વીનકલ ખન્નાને સતત મનાવી રહ્યા હતા પણ એ માની નહોતી રહી. પછીથી ટ્વિનકલે એક અનોખી શરત મૂકી દીધી. અક્ષયે પોતાના એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે ટ્વીનકલ મેલા ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત હતી. ટ્વીનકલને વિશ્વાસ હતો કે આ ફિલ્મ ચોક્કસ ચાલશે જ. એમને મને કહ્યું હતું કે જો આ ફિલ્મ ન ચાલી તો એ એમની સાથે લગ્ન કરી લેશે.

image source

ફિલ્મ ફ્લોપ થઈ ગઈ અને ટ્વિનકલે અક્ષયને લગ્ન માટે હા પાડી દીધી. તો બીજી બાજુ આ લગ્ન માટે ડિમ્પલ કપાડીયા પણ રાજી નહોતી. ડિમ્પલના એક પત્રકાર મિત્રએ જણાવ્યું હતું કે અક્ષય કુમાર સમલૈંગિક છે. પછી શું હતું ડિમ્પલ આ લગ્ન માટે તૈયાર ન થઈ. એમને અક્ષયની સામે શરત મૂકી કે બંનેએ એક વર્ષ સુધી સાથે રહેવું પડશે. એ પછી ટ્વીનકલ અને અક્ષય એક વર્ષ સુધી સાથે રહ્યા અને પછી વર્ષ 2001માં બંને લગ્ન બંધનમાં બંધાઈ ગયા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ