સલાડમાં ડુંગળી ખાવાનું તમને ખૂબ પસંદ છે, વાંચો વધારે ખાવાથી થાય છે શરીરને આ નુક્સાન.

નવરાત્રિ દરમિયાન ઘણા લોકો કાંદા અને લસણનું સેવન બંધ કરી દેતા હોય છે.આર્યુવેદ પણ તામસિક ગુણોને કારણે લસણ અને કાંદાનું સેવન ન કરવાની સલાહ આપે છે.

પરંતુ ગરમીમાં આપણામાંથી ઘણા લોકોનું મનપસંદ સલાડ હોય છે કાંદા.લોકો આ ગરમીમાં પ્રમુખતાથી તેનું સેવન કરતા હોય છે કારણ કે તેમા રહેલા ઔષધિય ગુણ આપણને લૂ અને ગરમી સામે રક્ષણ આપે છે.

પરંતુ શું તમે જાણો છો કે વધારે કાંદા ખાવાથી સેહતને નુક્સાન પણ ઘણા થાય છે.આવો અમે તમને જણાવીએ છીએ કે વધારે કાંદા ખાવાથી તમારે કઈ તકલીફોનો સામનો કરવો પડી શકે છે.

લોહીને પાતળું કરે

લીલા કાંદાનું ખૂબ વધુ સેવન ન કરવું જોઇએ .તેના અંદર વધારે પ્રમાણમાં વિટામીન કે રહેલું હોય છે.જેનાથી આપણા શરીરમાં Coumadin નામનાં ડ્રગનો વધારો થઈ જાય છે અને એ લોહીને પાતળું કરવાનું કામ કરે છે.

ઓડકાર આવવા

કાંદાનાં રસમાં ખૂબ પાણી હોય છે, તેના ખૂબ વધારે ઉપયોગ કરવાથી ખાટ્ટા ઓડકાર આવે છે અને પેટ ખરાબ થઈ જાય છે.

પેટમાં દુખાવો થવો

કાંદામાં ફાયબર રહેલું હોય છે જે શરીર માટે ખૂબ ફાયદાકારક હોય છે પરંતુ તેનું વધારે પ્રમાણ લેવાથી શરીરમાં ફાયબરની અધિકતા થઈ જાય છે જેનાથી કબજિયાત અને પેટમાં દુખાવા જેવી સમસ્યા થાય છે.

ગેસ બનવો

કાંદામાં વધારે માત્રામાં ફ્રક્ટોસ હોય છે.જેનાથી ઘણા લોકોને ગેસ બની જાય છે.તેને વધારે ખાવાથી ઉલ્ટી,ઝાડા,ચક્કર આવે છે.

એલર્જી થવી

જે લોકોને કાંદાથી એલર્જી હોય છે એ મને વધારે કાંદા ન ખાવા જોઈએ .તેનાથી ત્વચા પર લાલાશ,ગળામાં ખરાશ અને બ્લડપ્રેશન ઓછું થવું વગેરા સમસ્યાઓ થઈ શકે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ