કલેક્ટર હોઈ તો આવા, ઓફિસના બધા એ સી કઢાવ્યા, બાળકોના વોર્ડમાં લગાવડાવ્યા.

સરકારી નોકરીયાતો હંમેશા એ ભૂલી જાય છે કે તેઓ સરકારના નોકર છે. અને હવે તો સરકાર કોણ એ પણ ભુલાવી દેવામાં આવ્યું છે. તો તમને જણાવી દઈએ કે સરકાર એટલે પ્રજા. તો અહીં સરકારી નોકરીયાતોનો અર્થ કરીએ તો તેઓ પ્રજાના નોકર કહેવાય. પછી તે મોટો આઈએએસ હોય કે પછી પટ્ટાવાળો હોય તે બધા જ સરકારના નોકર હોય છે.

પણ હવે સરકારી નોકરીનો ઉદ્દેશ માત્ર પૈસા કમાવાનો થઈ ગયો છે સેવાનો નથી રહ્યો. પણ આવા સંજોગોમાં પણ માનવતાના દાખલા પૂરા પાડતા સરકારી અધીકારીઓ જોવા મળી જ જાય છે.

મધ્યપ્રદેશના ઉમરિયા જિલ્લાના કલેક્ટર સ્વરોચિત સોમવંશીની સંવેદનશીલતા અને માનવતાની કાર્યપ્રણાલીની ચર્ચા હાલના દિવસોમાં આખા પ્રદેશનાં થઈ રહી છે. ખરેખર આખા પ્રદેશમાં તાપમાન ૪૪ ડિગ્રી સેલ્સિયસની ઉપર ચાલી રહ્યુ છે.

એ વામાં તેઓ જ્યારે જિલ્લાના પોષણ પુનર્વાસ કેન્દ્ર (એ નઆરસી) પહોંચ્યા, જ્યાં પર રહેલા બાળકોની હાલત ગરમીમાં ખરાબ થતા જોઈ તો તાત્કાલિક જ આદેશ આપ્યો કે તેમની ઓફિસ અને કક્ષમાં જેટલા પણ એ સી લાગેલા છે, તેને તાત્કાલિક આ કેન્દ્રમાં લગાવી દેવામાં આવે. એ સી લાગ્યા બાદ આ કેન્દ્રમાં ઈલાજ માટે દાખલ નબળા બાળકોને રાહત મળી છે.

જ્યારે કલેક્ટર શ્રી સોમવંશીને આ બાબતે પૂછવામાં આવ્યુ તો તેઓ એ જણાવ્યુ કે, અહીંની પરિસ્થિતિને જોતા લેવામાં આવેલો નિર્ણય છે. આ સમયે કાળઝાળ ગરમી પડી રહી છે, એ કારણે પોષણ પુનર્વાસ કેન્દ્ર પણ અંદરથી ખૂબ ગરમ હતુ.

એ વામાં બાળકોની તકલીફ ને જોતા અમે પહેલાથી એ સીની વ્યવસ્થામાં લાગ્યા હતા, પરંતુ તેને તાત્કાલિક ઇમારતમાં લગાવવા હતા. એ વામાં પોતાના ઓફિસ અને મિટીંગ હોલનાં લાગેલા એ સીને કાઢીને એ નઆરસી સેન્ટરમાં લગાવડાવી દીધા.

બ્લોકમાં આવા ચાર પોષણ પુનર્વાસ કેન્દ્ર છે. કલેક્ટરના પ્રયાસ બાદ આ ચારે કેન્દ્ર પર એ સી લાગી ગયા છે.

કલેક્ટરની આ સંવેદનશીલતાને નિહાળીને લોકો પ્રશંસામાં એ જ કહી રહ્યા છે કે આ રીતની સંવેદનશીલતા બધા કલેક્ટર બતાવે તો આખા દેશમાં સ્થિતિ જ બદલી જશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ