જો તમે પણ દરરોજ કરો છો આ 6 ભૂલો, તો ખરાબ થઈ શકે છે તમારી કિડની.

આજકાલનાં વ્યસ્ત જીવનમાં લોકોની જીવનશૈલીમાં ઘણો બદલાવ જોવા મળ્યો છે.આ બદલવાની અસર સીધેસીધી કિડની પર પડે છે,જેનાથી કિડની ખરાબ થવાની આશંકા વધી જાય છે.જી હા,ખરાબ અને બગડતી જીવનશૈલીનાં કારણે ન ફક્ત તમારે કિડની સમસ્યાથી લડવું પડે છે,પરંતુ ઘણી બીજી ગંભીર બિમારીઓનાં સકંજામાં પણ આવી શકો છો.

વાત કંઈક એમ છે કે કિડની શરીરની સફાઈનું કામ કરે છે,જેનાથી શરીર સ્વસ્થ રહે છે.જણાવી દઈએ કે કિડની મૂત્રનાં સહારે કોઈપણ કચરાને શરીરમાં નથી જવા દેતી અને આ લોહીને સાફ કર્યા બાદ જ લોહીને હ્દય સુધી પહોંચવા દે છે.તો ચાલો જાણીએ કે તમારી કઈ ભૂલોનાં કારણે કિડની ખરાબ થઈ શકે છે?

ઉચિત પ્રમાણમાં પાણી ન પીવું

પૂરતા પ્રમાણમાં પાણી ન પીવાનાં કારણે શરીરની અંદર વિષાક્ત પદાર્થ જમા થઈ જાય છે,જેમા કારણે ધીરે ધીરે કિડની કામ કરવાનું બંધ કરી દે છે અને ખરાબ થઇ જાય છે.એ વામાં જો તમે પોતાના ગુર્દા એટલે કે કિડનીને સ્વસ્થ રાખવા માંગો છો,તો દિવસમાં ઓ છામાં ઓ છું ૧૦ થી ૧૨ ગ્લાસ પાણી પીઓ ,જેથી તમારા શરીરથી બધા વિષાક્ત પદાર્થો મૂત્રનાં માધ્યમથી બહાર નિકળી જશે અને તમારી કિડની સ્વસ્થ રહેશે.આટલું જ નહિ,જો તમે પાણી ઓછું પીશો ,તો તમારા ગુર્દામા પથ્થરી પણ થઈ શકે છે.

વધારે દારૂ પીવાથી

વધારે દારૂ પીઓ કોઈપણ સૂરતમાં સારુ નથી હોતું. એવામાં જો તને ખૂબ વધારે દારૂ પીઓ છો,તો તેની અસર સીધેસીધી તમારી કિડની પર પડશે અને તે ખરાબ થઈ શકે છે.વાત કંઈક એ મ છે કે,વધારે દારૂ પીવાથી કિડની પર દબાવ થાય છે,જેનાથી કિડની ખરાબ થવાની આશંકા વધી જાય છે.જણાવી દઈએ કે દારૂમાં ટોક્સિન્સ હોય છે,જે કિડનીને ખરાબ કરવાનું કામ કરે છે.

લાંબા સમય સુધી બેસવું

જો તમે દિવસભર એક જ જગ્યા પર બેસીને કામ કરો છો,તો તેનાથી કિડની સંબંધિત બિમારીઓથી તમારે ઝઝુમવું પડી શકે છે.વાત કંઈક એમ છે કે,લાંબ સમય સુધી બેસી રહેવાથી કિડની પર દબાવ પડે છે,જેનાથી ખરાબ થવાની આશંકા વધી જાય છે.એ વામાં જો તમે કલાકો બેસીને કામ કરો છો,તો થોડા થોડા સમયમાં ઉઠીને ફરતા રહેવું જોઈએ ,જેથી તમે પોતાની કિડનીને સલામત રાખી શકો.

પૂરતી ઉંઘ ન લેવી

ભારતમાં વધારેભાગનાં લોકો કામનાં કારણે પોતાની ઉંઘ પૂરી નથી કરી શકતા,જેના કારણે કિડની પોતાનું કામ બરાબર રીતે નથી કરી શકતી.વાત કંઈક એ મ છે કે,પૂરતી ઉંઘ ન લેવાનાં કારણે કિડનીની કાર્યપ્રણાલી બગડી જાય છે,જેનાથી કિડની સંબંધિત બિમારીઓ જન્મ લેવા માંડે છે. એટલે દરરોજ તમારે ૭-૮ કલાકની ઉંઘ લેવી જરૂરી છે,જેથી તમે સ્વસ્થ રહી શકો.

ખાંડ અને મીઠું વધારે પ્રમાણમાં લેવું

કોઈપણ ચીજનું વધારે સેવન કરવાથી તમારા શરીરની કાર્યપ્રણાલી બગડી શકે છે.બરાબર એ જ રીતે જો તમે વધારે પ્રમાણમાં ખાંડ અને મીઠાનું સેવન કરો છો,તો શરીરમાં સોડિયમનું પ્રમાણ વધારે થઈ જાય છે,જેનાથી ગુર્દામાં પથ્થરીની આશંકા વધી જાય છે.એટલે તમારે ઉચિત પ્રમાણમાં જ ખાંડ અને મીઠાનું સેવન કરવું જોઈએ .

દવાઓ નું સેવન

જો તમે સતત પેઇન કિલર્સ ખાવ છો,તો તેનાથી કિડની ખરાબ થવાની આશંકા વધી જાય છે.વાત કંઈક એમ છે કે,પેઈન કિલર્સ તમને દુખાવાથી છૂટકારો અપાવી દે છે,પરંતુ તેનાથી કિડની પર ખોટો પ્રભાવ પડે છે,જેનાથી કિડની ખરાબ થઈ શકે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ