હાસ્યકલાકાર સાંઇરામ દવેએ ‘કોરોનાથી ફાટી ન પડાય’ રેપસોંગ બનાવ્યું, ક્લિક કરીને જોઇ લો તમે પણ આ વિડીયો

કોરોના વાયરસ ગીત

ચીનના વુહાન શહેરમાંથી નીકળીને આખી દુનિયામાં ફેલાયેલ કોરોના વાયરસે હોબાળો મચાવી દીધો છે. ઉપરાંત ભારતમાં પણ હવે આ કોરોના વાયરસની અસર જોવા મળી રહી છે. ભારત દેશમાં આજ સુધીમાં ૧૭૦થી વધારે કોરોના વાયરસના કેસ નોંધાઈ ગયા છે, આવા સમયે સરકાર સાથે કેટલાક સામાજિક સંસ્થાઓ મળીને આ જીવલેણ કોરોના વાયરસ વધુ ના ફેલાય તે માટેના જનજાગૃતિ માટે યોગ્ય પગલાં લેવામાં મદદ કરી રહ્યા છે.

image source

કેટલાક દિવસ પહેલા જ ગુજરાતના લોકગાયક કીર્તીદાન ગઢવીએ કોરોના વાયરસ પર એક ગીત બનાવ્યું હતું. કીર્તીદાન ગઢવીના આ ગીતને લોકો દ્વારા ઘણું પસંદ કરવામાં આવ્યું છે. હવે આવું જ એક ગીત ગુજરાતના હાસ્ય કલાકાર એવા સાઈરામ દવેએ કોરોના વાયરસ પર ગીત બનાવ્યું છે.

ગુજરાતી હાસ્ય કલાકાર સાંઈરામ દવેએ કોરોના વાયરસ પર બનાવામાં આવેલ ગીતના શબ્દો છે, “કોરોના કેમ થાય? થોડું સમજાવે સાઈ?” આ ગીત દ્વારા સાંઈરામ દવેએ લોકોમાં કોરોના વાયરસ પ્રત્યે જાગૃકતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સાંઈરામ દવે આ ગીત મારફતે કોરોના વાયરસના લક્ષણો વિષે જાણકારી આપી રહ્યા છે. “કોરોના થી ફાટી નો પડાય” ગીત દ્વારા સાંઈરામ દવે આ જીવલેણ કોરોના વાયરસથી પોતાને બચાવવાના ઘરેલું ઉપાયો તળપદી ભાષામાં જણાવવામાં આવ્યા છે.

‘ના કોરોના સે ડરો’ સુરતના યુવાનોએ તૈયાર કરેલ ગીત.

સાંઈરામ દવેની જેમ જ સુરતના યંગસ્ટર્સએ પણ ‘ગો કોરોના’ના નામે એક હિન્દી ગીત બનાવ્યું છે. સુરતના સિંગર અને કમ્પોઝર ‘યો યો જય’ અને સિંગર અમીએ સાથે મળીને આ ગીત બનાવ્યું છે. આ ગીતમાં કોરોના વાયરસથી કેવી રીતે બચી શકાય? અને લોકોએ કેવી સામાન્ય કાળજી રાખશે તો આ કોરોના વાયરસથી બચી શકે છે? જે આ ગીતમાં જણાવવામાં આવ્યું છે.

આપને જણાવીએ કે, કેટલાક દિવસ પહેલા જ કીર્તીદાન ગઢવીએ કોરોના વાયરસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને લોકો સામે પોતાના અનોખા અંદાજમાં ‘કોરોનાની હુંડી’ના રૂપમાં એક જોરદાર ગીત રજુ કરાયું છે. વર્ષો પહેલા રચવામાં આવેલ ‘નરસિંહ મેહતાની હુંડી’ની થીમ પર રચવામાં આવેલ ‘કોરોના ઝટ ભાગે’ ગીતમાં કીર્તીદાન ગઢવીએ ચેપી કોરોના વાયરસ સામે લડવાની સલાહ આપવામાં આવી છે. આ ગીતના શબ્દો દ્વારા કોરોના વાયરસથી કેવી રીતે બચી શકાય છે? તેના કેટલાક ઉપાયો વિષે જાણકારી આપવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ