Facebookની COO શેરિલ સેન્ડબર્ગે ગુજરાતની આ સ્કૂલનાં શિક્ષકો અને વિદ્યાર્થીઓનાં પ્રયાસ વખાણ કરતી પોસ્ટ કરી શેર

ગુજરાતની આ સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓના પ્રયાસનો વિડિઓ ફેસબુકની coo શેરિલ સેન્ડબર્ગે શેર કર્યો.

હાલમાં ફેલાઈ રહેલ વાયરસ એટલે કોરોના વાયરસ. આ વાયરસથી બચવા માટે કેવા કેવા પગલાં લેવા જોઈએ તે માટે સરકાર ઘણા બધી એવરનેસના કાર્યક્રમ કરે છે. પણ ગુજરાતની એક શાળામાં બાળકોને હાલ કોરોના વાયરસથી બચવા માટે કેવી રીતે હાથ ધોવા અને કેટલા સમયે ધોવા એનો એક વિડિઓ ખૂબ વાયરલ થયો છે. આ વિડિઓને ફેસબુકની coo શેરિલ સેન્ડબર્ગ સુધી પહોંચી ગયો છે. શેરિલે આ વિડીઓનો ss લઈને પોતાની વોલ પર પોસ્ટ કર્યો છે.

image source

ફેસબુકનાં ceo માર્ક ઝુકરબર્ગ પછી બીજો ક્રમ ધરાવનાર coo શેરિલ સેન્ડબર્ગે તાજેતરમાં જ વિશ્વમાં ફેલાયેલી કોરોના વાઈરસની મહામારી સામેની જંગમાં ગુજરાતનાં શિક્ષકો, શિક્ષણ અધિકારીઓ અને વિદ્યાર્થીઓનાં પ્રયાસને બિરદાવતી એક પોસ્ટ પોતાની વોલ પર શેર કરી છે. ગુજરાતમાં હાલમાં તમામ સ્કૂલોમાં બે સપ્તાહનું એટલે કે 29 માર્ચ સુધીનું વેકેશન આપી દેવાયું છે. તેમ છતાં ગુજરાતનાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ જે સરળતાથી હાથને ધોવા ઉપરાંત સાથે સાથે સ્વચ્છતા જાળવવાની બાબતને સરળતાથી સમજાવતો એક વીડિયો બનાવ્યો છે. તેમનાં આ પ્રયાસનો સેન્ડબર્ગે પોતાની પોસ્ટમાં વિશેષ ઉલ્લેખ કર્યો છે અને ફેસબુક પરનાં ફોલોઅર્સને જાગૃત જગૃત કર્યા છે કે લોકોને સુમાહિતગાર રાખવા ફેસબુક અમેરિકાનાં શિક્ષણ વિભાગ સાથે સતત કાર્યશીલ છે.

કોરોના વાયરસની મહામારીથી માહિતગાર કરવા બદલ ગુજરાતના શિક્ષકોનો ખૂબ સારો પ્રયાસ.

સેન્ડબર્ગની આ પોસ્ટને ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી છે. આ પોસ્ટમાં તેઓએ લખ્યું કે, ‘કોવિડ-19 મહામારીનાં આ કટોકટીનાં સમયગાળામાં પોતાના બાળકો અને પોતાનાં જ સમુદાયનાં લોકોને તે અંગેનાં ઉપયોગી પગલાં વિશે માહિતગાર રાખવા બદલ હું ગુજરાતનાં શિક્ષકો, શિક્ષણ અધિકારીઓ અને વિદ્યાર્થીઓનાં આ ભગીરથ પ્રયાસ બદલ હું તેમનો આભાર વ્યક્ત કરુ છું. ગુજરાતમાં 1 લાખ શિક્ષકો અને હજારો સ્કૂલો ‘વર્કપ્લેસ બાય ફેસબુક’નો ઉપયોગ કરી રહ્યાં છે જે ઓનલાઈન ટીમ કોલેબોરેશન ટુલ છે. આ ટૂલનો ઉપયોગ કોવિડ-19 મહામારીને રોકવાનાં પગલાં તેમજ સલાહ-સૂચનને ફેલાવવા માટે કરાઈ રહ્યો છે.

cooએ શેર કર્યો અમરગઢ પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીના વિડીયોનો સ્ક્રીનશોટ.

‘ભારતનાં ગુજરાત રાજ્યમાં 1 લાખથી વધુ શિક્ષકો અને વિદ્યાર્થીઓ રિઅલ ટાઈમમાં કોવિડ-19 વિશે જાગૃતિ ફેલાવતા વીડિયો, ઈન્ફોગ્રાફિક્સ અને સમાચારને શેર કરવા ‘વર્કપ્લેસ બાય ફેસબુક’નો ઉપયોગ કરી રહ્યાં છે. અહીં ફોટોમાં જોવાં મળી રહ્યું છે તે આ ભગીરથ પ્રયાસનું બેસ્ટ ઉદાહરણ છે જેમાં બાળકોને હાથ ધોવા માટે પ્રોત્સાહિત કેવી રીતે કરવા તે અંગે શીખવાડાય છે’. તેમ ફેસબુકનાં coo શેરિલે લખ્યું હતું. તેઓએ અમરગઢ પ્રાથમિક શાળામાં ઉતારવામાં આવેલ સપ્ટેમ્બર 2019નાં એક વીડિયોનો સ્ક્રીનશોટ પોતાની વોલ પર મૂક્યો હતો. આ વીડિયોનાં સ્ક્રીનશોટમાં જોઇ શકાય છે કે કેવી રીતે વિદ્યાર્થીઓને હાથ ધોવાની રીત અહીં શીખવાડવામાં આવે છે. આ વીડિયો માર્ચમાં ‘વર્કપ્લેસ બાય ફેસબુક’ પર શેર કરવામાં આવ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ