વાંચી લો આર્ટિકલ, અને બચીને રહેજો આ 4 અક્ષર પરથી નામ શરુ થતું હોય તે છોકરીઓથી, કારણકે..

આ 4 અક્ષર પરથી નામ શરુ થતું હોય તે છોકરીઓથી રહેજો બચીને…

image source

જ્યોતિષ શાસ્ત્રમાં રાશિ અને નામનું ખાસ મહત્વ છે. સામાન્ય રીતે લોકો પોતાની રાશિ અનુસાર જ નામ રાખતા હોય છે. કારણ એ જ છે કે રાશિ અને તેના નામનો જાતકના જીવન પર પણ પ્રભાવ રહે છે. જેવી રીતે દરેક નામનો અર્થ જાણ્યા બાદ જ માતાપિતા બાળકનું નામ રાખે છે તેવી જ રીતે નામના પહેલા અક્ષર પણ ખૂબ મહત્વ ધરાવે છે.

નામ જે અક્ષર પરથી શરુ થાય છે તે અક્ષરનો સ્વભાવ પર પ્રભાવ વધારે રહે છે. વ્યક્તિનું નામ તેની પર્સનાલિટીને પણ દર્શાવે છે. જ્યોતિશ શાસ્ત્ર અનુસાર વ્યક્તિના નામનો તેના પર ઘણો પ્રભાવ પડે છે. પરંતુ આજે આપણે નામ સાથે જોડાયેલી એક અલગ વાત વિશે જ જાણવા જઈ રહ્યા છીએ.

image source

આજે વાત કરીએ એવા અક્ષરોની કે જેના પરથી કોઈ યુવતીનું નામ શરૂ થતું હોય તો તેનો સ્વભાવ સામાન્ય રીતે કેવો હોય શકે. તો ચાલો જાણીએ કે કયા એવા અક્ષર છે કે જેનાથી શરુ થતા નામની છોકરીઓ ખૂબ ગુસ્સાવાળી હોય છે અને તેના સ્વભાવના અન્ય ગુણ કયા કયા હોય છે.

પ એટલે કે P અક્ષર

image source

આ અક્ષરથી શરુ થતું હોય તેવા નામ વાળી છોકરીઓ બે પ્રકારના સ્વભાવ ધરાવે છે યા તો તે ખૂબ જ બોલકણી હોય છે અથવા તો એકદમ શાંત રહે છે. તેઓ પોતાની જ દુનિયામાં મસ્ત રહે છે. તેમને દુનિયાથી કોઈ ખાસ મતલબ હોતો નથી. આ છોકરીઓ ગુસ્સો તો ખૂબ કરે છે પરંતુ બીજા પર નહીં પોતાના પર આ ગુસ્સો ઉતારે છે. ક્યારેક તો તે ગુસ્સામાં પોતાને જ નુકસાન પહોંચાડી દે છે.

બ એટલે કે B અક્ષર

image source

જે છોકરી નું નામ બીથી શરુ થાય છે તે છોકરીઓ ભોળી અને નિષ્પાપ હોય છે. પરંતુ તે કોઈની પણ ખોટી વાત સહન કરતી નથી. તેમને ગુસ્સો તરત આવી જાય છે અને ગુસ્સામાં તે પોતાની જીભ પર કાબૂ રાખી શકતી નથી. આ છોકરીઓ સામેની વ્યક્તિને ગુસ્સામાં કંઈ પણ બોલી દેતી હોય છે. જો કે ગુસ્સો શાંત થાય પછી તે પરિસ્થિતિને સંભાળી પણ લેતી હોય છે.

ર એટલે કે R અક્ષર

image source

આ અક્ષરથી જેનું નામ શરુ થાય છે તે ખૂબ જ સુંદર હોય છે. તેમનું મગજ પણ શાર્પ હોય છે. તે કોઈને પણ પોતાની તરફ સરળતાથી આકર્ષી શકે છે. ટુંકમાં કહીએ તો આ યુવતીઓ બ્યુટી વિથ બ્રેન હોય છે. પરંતુ તમને સૌથી મોટી નબળાઈ તેમનો ગુસ્સો હોય છે. જો કે આ યુવતીઓ ગુસ્સો કર્યા પછી અઢળક પ્રેમ કરવાનું કૌશલ પણ ધરાવે છે.

સ એટલે કે S અક્ષર

image source

આ અક્ષરથી નામ શરુ થતું હોય તેનો સ્વભાવ ખૂબ સારો હોય છે તે કોઈ દિવસ કોઈને દગો દેતી નથી. તેઓ સુંદર પણ હોય છે પરંતુ તેમની નબળાઈ એ હોય છે કે તેમનો ગુસ્સો હંમેશા વધારે પડતો હોય છે. નાની વાતમાં પણ તે ઘર માથે લઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ