સફળતા મેળવવમાં મુશ્કેલીઓ તો આવવાની તેમાંથી સફળ કેવીરીતે થશો…

દરેક અસફળતામાં સફળતા છુપાઈને , લપાઈને બેઠી હોય છે , દરેક દુઃખમાં સુખ છુપાઈને બેઠું હોય છે , દરેક અણગમામાં ગમતી ચીજો છુપાયેલી હોય છે પણ એને ફક્ત હકારાત્મક દ્રષ્ટિ ધરાવતા લોકો જ નિહાળી શકે છે , પારખી શકે છે. જ્યારે આપણે નારાજ હોઇએ છીએ ત્યારે આપણે સ્હેજ પણ ખુશ નથી હોતા કે નથી હોતા પ્રેમ કરવા સક્ષમ એનો અર્થ એમ થાય છે કે આપણા તમામ પ્રેમને અને ખુશીને આપણી નારાજગી શોષી ગઇ છે જ્યારે એક દ્રષ્ટિએ જોવામાં આવે તો આપણી નારાજગી પ્રેમ તેમજ ખુશીથી સંપુર્ણ ભરપૂર છે એટ્લે એમ પણ કહી શકાય કે આપણી નારાજગી સંપુર્ણ પણે પ્રેમથી ભરેલી છે.

હવે , પ્રશ્ન એ ઉદભવે છે કે આવી વાતો વાંચવામાં સારી લાગે છે કે પછી ફક્ત બોલવામાં પણ જ્યારે જીવનમા ઉતારવાની વાત આવે ત્યારે કોઈ પણ વ્યક્તિને મુશ્કેલી ઊભી થઈ જતી હોય છે. તો આપણે એના માટે કાંઇક નવું કરી શકીએ કાંઇક આપણે એવું વિચારી શકીએ જેથી આપણાં મનને શાંતિ મળે જેમ કે , કોઈ ગમતા વ્યક્તિ સાથે વાત કરી લઇએ , કોઈ ગમતી વ્યક્તિ સાથે મુલાકાત કરી લઇએ અને જો આ બધી વાતો કરવા આપણે સક્ષમ ન હોઇએ ત્યારે આપણે કોઈ એવું કામ જેને કરવાથી પોતાનો વર્ષોનો થાક ઉતરી જતો હોય એ પણ કરી શકીએ !

આવા ઘણાંય રસ્તાઓ છે પરંતું આપણે કોઈ દુઃખ , અસફળતા કે અણગમા વિશે જ વિચાર્યા કરીશું તો કોઈ વાતનો ઉકેલ નહીં આવે અને ઊલટું બધુ જિંદગીથી નારાજ થશુ.આમ , આ જીવન ખૂબ જ સૌંદર્યથી ભરેલું છે. આ જગમાં બધું જ પ્રેમ કરવા માટે છે , તમામ વસ્તુઓ આપણી પ્રિય થઈ શકે આપણાં માટે સુંદર થઈ શકે આપણે ફક્ત આપણી દ્રષ્ટિ બદલવાની છે.જેની પાસે ભિખારી ભીખ માંગવા જાય છે ત્યારે ભિખરીના મતે સામે વાળો વ્યક્તિ ખૂબ મહાન હશે ત્યારે આપવા વાળા માટે એટલો જ તૂરછ !

ફરક બન્નેની દ્રષ્ટિનો છે જ્યારે કોઈ વ્યક્તિને કોઈ ચીજ આસાની થી મળતી થઈ જાય છે ત્યારે એ બાબતે પોતે પોતાને ખૂબ નસીબદાર માનતો હોય છે અને જ્યારે કોઈ ચીજ મેળવવા ખૂબ મહેનતની જરુર પડે , મુશ્કેલી પડે ત્યારે આપણે એ બાબતે પોતાને બદનસીબ માનીએ છીએ તો આ તમામ રમત માન્યતાની છે. ચાલો , આજથી જ તમામ વસ્તુને હકારાત્મક રીતે જોતાં શીખવાનો પ્રયત્ન કરીએ.

લેખક : ઘનશ્યામ પરમાર

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ