મુકેશ અંબાણી ભારતીય મંદીરોમાં કરે છે કરોડોનું દાન ! આ વર્ષે કર્યું આટલું દાન…

મંદીરોમાં શ્રદ્ધાળુઓ પોતાની યથાશક્તિ દાન કરતાં હોય છે. આપણી ભારતીય અને ખાસ કરીને હીંદુ સંસ્કૃતિ એવી છે કે મંદીરમાં પ્રવેશ કરતાં જ નાનું બાળક તરત દાનપેટીમાં રૂપિયા નાખવા માટે પોતાના માતાપિતા કે પછી બા-દાદા પાસે રૂપિયાની માગણી કરે અને આપણે પણ તેને હોંશે હોંશે પરચુણ આપી દેતા હોઈએ છીએ. પણ વાત જ્યારે અમીરોની આવે ત્યારે રૂપિયા પરચુરણમાં નહીં પણ કરોડોમાં દાન કરવામાં આવે છે.

ભારતનું સૌથી ધનાઢ્ય કુટુંબ એટલે કે અંબાણી પરિવાર એક આસ્થાવાન પરિવાર છે. તેઓ અવારનવાર તેમજ તેમના જીવનના મહત્ત્વના પ્રસંગે દ્વારકાધીશની મુલાકાત ચોક્કસ લેતા હોય છે જેની સામાન્ય જનતાને જાણ હોય છે પણ આ સિવાય પણ તેઓ ઘણા મંદીરના દર્શને જાય છે અને આ મંદીરોમાં તેઓ કરોડોનું દાન કરતાં હોય છે.

આ વર્ષના મે મહિનામાં મુકેશ અંબાણીએ શ્રી બદ્રીનાથના દર્શન કર્યા હતાં. જોકે અહીં તેઓ એકલા જ દર્શનાર્થે ગયા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે કેદારનાથ અને બદ્રીનાથ મંદીર કમીટીને રૂપિયા બે કરોડનું દાન કર્યું હતું. તેમણે આ દાન પોતાના પિતા ધીરુભાઈ અંબાણીના નામે કર્યું હતું.

મળેલી માહિતી પ્રમાણે આ દાનનો ઉપયોગ મંદીરમાં થતી પુજામાં વપરાતા ચંદન તેમજ કેસર માટે કરવામાં આવનાર છે. જેની ખરીદી ધીરુભાઈ અંબાણીના નામે કરવામાં આવશે.

મુકેશ અંબાણી તેમજ તેમના પરિવારને બદ્રીનાથ તેમજ કેદારનાથમાં ખુબ જ આસ્થા છે. અને ગયા વર્ષે દીકરી ઇશા અંબાણીના લગ્ન વખતે તેઓ કુટુંબ સહીદ દર્શન કરવા તેમજ ભગવાનના ચરણોમાં કંકોત્રી મુકવા ગયા હતા. આ વખતે પણ તેમણે રૂપિયા 51 લાખનું દાન કર્યું હતું. આ સમયે તેમણે હેલીપેડથી બદ્રીનાથ મંદીરનું એક કીલો મીટરથી પણ વધારેનું અંતર પગે ચાલીને પુર્ણ કર્યું હતું.

તાજેતરમાં તેમણે તિરુમલાની નજીક આવેલા ભગવાન વેંકટેશ્વરના મંદીરમાં પણ રૂપિયા 1.1 કરોડનું દાન ચઢાવ્યું છે. મંદીરના અધિકારીઓ દ્વારા તેમના આ દાનની જાણ કરવામાં આવી હતી. તેમણે આ દાનનો ઉપયોગ મંદીર દ્વારા શ્રદ્ધાળુઓ માટે ચલાવવામાં આવતી ભોજનશાળામાં કરવાનો અનુરોધ કર્યો છે.

તમને જણાવી દઈએ કે તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ્સ દ્વારા ચલાવવામાં આવતી આ ભોજનશાળામાં રોજ એક લાખ લોકો ભોજન કરે છે. 1985થી અત્યાર સુધીમાં મંદીર પાસે દાનની કુલ 1000 કરોડ કરતાં પણ વધારે રકમ ભેગી થઈ છે. અને તેમાંથી જે વ્યાજ મળે છે તેનાથી જ આ ભોજનશાળા ચલાવવામાં આવે છે.

મુકેશ અંબાણી સૌથી વધારે દાન આપનારા વેપારી છે

2016માં કરવામાં આવેલા એક સંશોધન પ્રમાણે મુકેશ અંબાણીએ તે વર્ષે રૂપિયા 303 કરોડ દાનમાં આપ્યા હતા તે વખતે તેમનું સ્થાન ત્રીજુ હતું જ્યારે પ્રથમ નંબર પર એચસીએલના ચેરમેન શિવ નાડર હતા જેમણે તે વર્ષે કુલ 630 રૂપિયાનું દાન કર્યું હતું.

અત્યાર સુધીમાં મુકેશ અંબાણીએ મંદીરો ઉપરાંત શિક્ષણ, ગ્રામિણ વિકાસ, સ્વાસ્થ્ય, સ્વચ્છ ભારત અભિયાન તેમજ રમતો માટે કરોડો રૂપિયાનું દાન કર્યું છે. આ ઉપરાંત તેમનું પોતાનું પણ ટ્રસ્ટ છે જે સ્વાસ્થ્ય, શિક્ષણ વિગેરે ક્ષેત્રે સમાજસેવા કરી રહ્યું છે.

જ્યારે વર્ષ 2017-2018ની યાદીમાં મુકેશ અંબાણી પ્રથમ ક્રમે રહ્યા હતા. ગયા વર્ષે તેમણે રૂપિયા 437 કરોડનું કુલ દાન કર્યું હતું. જ્યારે બીજા નંબર પર તેમની દીકરીના સસરા રહ્યા હતા જેમણે રૂપિયા 200 કરેડનું દાન કર્યું હતું. આ યાદીમાં કુલ 39 દાનવીરોનો સમાવેશ થાય છે જેમણે કુલ 1560 કરોડ રૂપિયા દાન કર્યા હતાં.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ