પહેલા પ્રેમમાં નિષ્ફળ રહીં બોલીવૂડની આ સૂપર હિટ અભિનેત્રીઓ ! નક્કી થયેલા લગ્ન પણ ટૂટી ગયા !

પ્રેમની નિષ્ફળતા નથી તો માણસનો રૂપિયો જોતી કે નથી તો માણસની સફળતા જોતી કે નથી તો માણસની નિષ્ફળતા જોતી. પ્રેમમાં ભલભલા લોકો પાયમાલ થઈ ગયા છે. તેમાંથી બોલીવૂડની આ સુપર હિટ અભિનેત્રીઓ પણ બાકાત નથી રહી. તો ચાલો જાણીએ બોલીવૂડની કેટલીક એવી અભિનેત્રીઓ વિષે જેમને તેમના પ્રથમ પ્રેમમાં મળી હતી નિષ્ફળતા.

શિલ્પા શેટ્ટી

આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે અક્ષય કુમાર અને શિલ્પા શેટ્ટી એકબીજાની અત્યંત નજીક આવી ગયા હતા. તેઓ લગ્નગ્રંથીથી પણ જોડાવાના હતા. તેઓ ફિલ્મ મૈ ખિલાડી તુ અનાડીના શૂટિંગ દરમિયાન એકબીજાની નજીક આવ્યા હતા અને એકબીજાને પોતાનું દીલ દઈ બેઠા હતા.

પણ અચાનક તેમની લવ સ્ટોરીએ વણાંક લઈ લીધો અને અક્ષય કુમારના જીવનમાં ટ્વીંકલ ખન્નાએ પગરવ કર્યો અને તે બન્નેએ લગ્ન કરી લીધા. શિલ્પા આ સંબંધના ટૂટવાથી ઘણી નિરાશ પણ થઈ હતી પણ તેણે સંજોગોનો સામનો કર્યો અને પોતાની કેરિયર પર ધ્યાન આપ્યું. યુ.કેનો બીગ બ્રધર શો જીતીને તેણીએ ફરી લોકપ્રિયતા હાંસલ કરી અને યુ.કે સ્થિતે બિઝનેસમેન રાજકુંદ્રા સાથે લગ્ન કરી લીધા અને આજે તેણી એક સફળ લગ્નજીવન ભોગવી રહી છે.

રવિના ટંડન

અહીં પણ દિલફેંક કુમાર એટલે કે અક્ષય કુમાર જ ચિત્રમાં છે. તેણે પણ રવિના ટંડન સાથે પ્રણય ફાગ ખેલ્યા હતા. તેઓ મોહરા ફિલ્મના શુટિંગ દરમિયાન એકબીજાની નજીક આવ્યા હતા. અને ધીમે ધીમે એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા પણ તેમની આ પ્રેમ કહાની આગળ ન વધી શકી અને તેમનું બ્રેકઅપ થઈ ગયું.

કરિશ્મા કપૂર

કરિશ્મા કપૂરનો પ્રથમ પ્રેમ અજય દેવગન હતો. આ બને ફિલ્મ જિગર દરમિયાન એકબીજાની નજીક આવી ગયા હતા. પણ તેમનો સંબંધ આગળ ન વધી શક્યો.

ત્યાર બાદ અમિતાભના દીકરા અભિષેક બચ્ચન સાથે લગભગ કરિશ્મા કપૂરના લગ્ન નક્કી જ થઈ ગયા હતા પણ કોઈ પારિવારિક કારણસર તેમના લગ્ન ન થઈ શક્યા અને છેવટે કરિશ્માએ દિલ્લી સ્થિત બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કરી લીધા જેનાથી તેને એક દીકરો અને એક દીકરી પણ છે અને આજે તેણી તેનાથી પણ છુટ્ટી થઈ ગઈ છે. હાલ તેણી કોઈ બિઝનેસમેનને ડેટ કરી રહી છે અને તેમના આ સંબંધો ઘણીવાર જાહેરમાં પણ જોવા મળી જાય છે.

બિપાસા બાસુ

બિપાસા બાસુ અને જોહ્ન અબ્રાહમ એક બીજાને ઘણા લાંબા સમયથી ડેટ કરી રહ્યા હતા. તેમણે એકબીજા સાથે ઘણી બધી ફિલ્મો કરી હતી. અને આ દરમિયાન જ તેઓ એકબીજાની નજીક આવ્યા હતા. પણ કોઈ કારણસર તેઓ એકબીજા સાથે ન રહી શક્યા અને છેવટે તેમનું બ્રેકઅપ થઈ ગયું. આજે બન્નેએ લગ્ન કરી લીધા છે અને બન્ને પોતાના લગ્ન જીવનમાં સુખી છે.

અહીં તો માત્ર અભિનેત્રીઓની વાત થઈ બાકે જો અભિનેતાઓની વાત કરીએ તો આ લિસ્ટ ઘણું લાંબુ થઈ શકે તેમ છે. કારણ કે સલમાનખાનને અવારનવાર પ્રેમમાં નિષ્ફળતા મળી છે, તો અક્ષય કુમારના પણ કંઈ ઓછા અફેયર્સ નહોતા. તાજુ ઉદાહરણ રનબીર કપૂર છે તે પણ ખુબ જ નાના સમયગાળામાં ગંભીર રીતે ટોચની અભિનેત્રીઓને ટેડ કરી ચૂક્યો છે પણ પરિણામ લગ્ન સુધી નથી પોહંચ્યું.

હવે જોવાનું એ રહે છે કે તે આલિયા સાથે લગ્ન કરે છે કે નહીં. જોકે તાજી માહિતી પ્રમાણે તેણે મહેશ ભટ્ટ પાસે આલિયાનો હાથ માંગ્યો હતો અને તે વખતે તે રડી પડ્યો હતો. આપણી એવી સુભેચ્છા છે કે તેમને તેમના પ્રેમમાં સફળતા મળે અને તેઓ આજીવન સાથે જોડાઈ રહે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ