ફેંકી દો છો સડી ગયેલા કેળા તો કરી રહ્યા છો ભૂલ, સડેલા કેળાનાં પણ છે જબરજસ્ત ફાયદા જરૂર કરો સેવન

કેળા જેમ જ વધારે પાકવા લાગે છે લોકો તેનો ઉપયોગ નથી કરતા અને ફેંકી દેતા હોય છે,આમ કરવાથી પહેલા એકવાર આ જરૂરથી વાંચો

જોરદાર ભૂખ લાગી હોય તો બસ બે કેળા ખાઈ લો અને લાંબા સમય સુધી તમે તમારું પેટ ભરેલું અનુભવશો. કેળામાં પોટેશિયમ અને વિટામીનનું ભરપૂર પ્રમાણ હોય છે અને સાથે જ તેમાં ઘણા પ્રકારનાં પોષક તત્વો હોય છે. જો તમે દરરોજ કેળા ખાઓ છો તો તમને હાર્ટ એ ટેકની સંભાવનાં ઓછી થઈ જતી હોય છે. આ સાથે જ તમારા શરીરમાં બીજા પણ ઘણાબધા પોષક તત્વ જાય છે. જોકે કેળા પણ જ્યારે પીળા અને હળવા લીલા હોય છે તો લોકો તે ખાવાનું પસંદ કરતા હોય છે, પરંતુ કેળા જ્યારે કાળા થવા લાગે છે કે કહીએ કે સડવા લાગે છે તો તેને ફેંકી દેવામાં આવે છે. જો તમે પણ કાળા કે ગળેલા કેળા જોઈને ફેંકી દો છો તો તમે ભૂલ કરી રહ્યા છો. તમને જણાવીએ છીએ કે ગળેલા કેળાનાં શું ફાયદા હોય છે.

રંગનાં આધાર પર છે કેળાનાં ફાયદારંગનાં આધાર પર કેળાને ચાર કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. કેળા સડેલા છે,પાકેલા છે,સડેલું કે કાચું છે આ આપણે રંગના આધાર પર જણાવી શકીએ છીએ જો કેળા એ કદમ લીલો રંગનાં છે તો તે કાચા કેળા હોય છે. આ પણ સ્વાસ્થય માટે ફાયદાકારક હોય છે અને આનો ઉપયોગ શાક તરીકે પણ કરવામાં આવે છે. કાચા કેળાનાં ભજીયા વગેરા પણ બને છે. ત્યારબાદ કેળા ધીરે ધીરે પાકવા લાગે છે તો આ એકદમ પીળા રંગનાં થઈ જાય છે. ત્યારબાદ જ્યારે આ વધારે પાક્કી જતા હોય છે ત્યારે તેની છાલ પર ભૂરા ધાબ્બા આવવા લાગે છે.કેળા જ્યારે પૂરી રીતે પાક્કીને સડવા લાગે છે તો એકદમ જ કાળા રંગનાં થઈ જતા હોય છે. આજનાં આ દિવસને વિશ્વ કેળા દિવસનાં રૂપમાં મનાવીએ છીએ . એવામાં યૂનાઈટેડ નેશનની એ ક સંસ્થા ઈન્ટરનેશનલ ફંડ ફોર એગ્રીકલ્ચર ડેવલપમેન્ટે સડેલા કેળા વિશે જાણકારી આપી છે. તેમને જણાવ્યું છે કે જે કેળાને આપણે સડી ગયેલા માનીએ છીએ અને ફેંકી દઈએ છીએ તે પણ આપણા માટે ખૂબ લાભદાયક હોય છે.

કેવી રીતે ફાયદાકારક છે સડી ગયેલા કેળાસડી ગયેલા કેળામાં ટ્રિપ્ટોફૈન અધિક પ્રમાણમાં મળી આવે છે. જો તમે આનું સેવન કરો છો તો આ તમારા સ્ટ્રેસ એંજાયટીને ઓછા કરે છે. એટલે કે આ કેળાનાં ઉપયોગથી તમારો તણાવ ઓછો થવા લાગે છે. આમા ઘણા બધા પોષક તત્વો હોય છે. એવામાં સડી ગયેલા કેળાનો ઉપયોગ બ્રેડ બનાવવા માટે કે પછી મિલ્કશેક તરીકે કરવામાં આવે છે.ત્યાં જ જો તમે લીલા કેળાનો ઉપયોગ કરીએ છીએ તો આ પણ તમારા સ્વાસ્થય માટે ખૂબ લાભદાયક હોય છે. આ તમારા બ્લડ શુગર લેવલને મેન્ટેન રાખે છે. આ ખૂબ ધીરે ધીરે પચે છે,જેના કારણે બ્લડ ગ્લુકોઝ ખૂબ ઓછું પેદા થાય છે ત્યાં જ પાકેલા કેળાને ખૂબ જ સારું ઓક્સિડેન્ટ માનવામાં આવે છે. આ તમારા મેટાબોલિઝ્મને મજબૂત બનાવે છે જેનાથી તમને બિમારી થવાની શક્યતા ઓછી થઈ જાય છે. આ તમારા મેટાબોલિઝ્મને મજબૂત કરે છે એ વામાં તમારા બિમારી થવાની શક્યતા ઓછી થઈ જાય છે. તમે નાસ્તાનાં રૂપમાં દૂધ કેળા કે પછી બનાના શેક ઉપયોગ કરી શકો છો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ