જો તમે પણ સદાબહાર યુવાન શરીર ઇચ્છતા હોવ તો બીજુ બધું સાઇડમાં મુકીને રોજ સવારમાં ઉઠીને કરો આ 5 કામ

મિત્રો, પ્રવર્તમાન સમયમા લોકો પોતાના શરીરને મજબૂત અને ખડતલ બનાવવા માટે જિમનો સહારો લેતા હોય છે કારણ કે, જો તમારુ શરીર મજબૂત હોય તો તમારુ સ્વાસ્થ્ય પણ તંદુરસ્ત રહે છે અને ખાસ કરીને એક મજબુત શરીર એ પુરૂષોની પર્સાનાલિટીને પણ આકર્ષક બનાવે છે.

image source

હાલના સમયમા પોતાના શરીરને શક્તિશાળી બનાવવા માટે પુરૂષો પ્રોટિન પાવડરનુ પણ સેવન કરતા હોય છે પરંતુ, શું તમને ખ્યાલ છે કે, આ પ્રોટીન પાવડરનુ વધુ પડતુ સેવન કરવાથી તમારા શરીરને ભારે પ્રમાણમા નુકશાની થઈ શકે છે. તમારા શરીરને મજબૂત અને ખડતલ બનાવવા માટે આજે અમે તમને અમુક સરળ રીત જણાવવા જઈ રહ્યા છીએ. જો તમે વહેલી સવારમા ઉઠતાની સાથે જ આ કાર્ય કરશો તો તમારું શરીર ક્યારેય પણ વૃદ્ધ થશે નહિ તો ચાલો જાણીએ આ કાર્યો વિશે.

વહેલી સવારે કરો ભૂખ્યા પેટે પાણીનુ સેવન :

image soucre

પાણી એ આપણા શરીર માટે અત્યંત આવશ્યક છે કારણકે, આપણા શરીરનો લગભગ ૭૫ ટકા જેટલો ભાગ પાણીનો બનેલો હોય છે અને જો તમે યોગ્ય માત્રામા પાણીનુ સેવન કરો તો તમારા શરીરની ૯૦ ટકા જેટલી બિમારીઓ ખતમ થઈ જાય છે તથા તમારુ શરીર હંમેશા તંદુરસ્ત રહે છે એટલા માટે સવારે ઉઠતાની સાથે જ એક અથવા બે ગ્લાસ પાણીનુ સેવન અવશ્યપણે કરવુ જોઈએ.

નિયમિત કરો વ્યાયામ :

image soucre

આ ઉપરાંત જો તમે વહેલી સવારે ઉઠતાની સાથે જ જો ૧૫-૨૦ મીનિટ વ્યાયામ કરો તો તમારુ શરીર આખો દિવસ ઉર્જાથી ભરપૂર રહે છે તથા તમારુ શરીર ફૂર્તિલુ રહે છે. નિયમિત વ્યાયામ કરવાની આદત કેળવવાથી તમારા શરીર પર પહેરેલા કપડા પણ તમને ખુબ જ સારા લાગે છે.

કેળવો વહેલી સવારે બ્રેકફાસ્ટ કરવાની આદત :

image source

આ સિવાય સવારના સમયે નાસ્તો કરવો એ શરીર માટે અત્યંત આવશ્યક છે. જે લોકો વહેલી સવારે ઉઠીને નાસ્તો કરવાની આદત ધરાવતા નથી અને બપોર સુધી ભૂખ્યા રહે છે, તેમના શરીરમા થાક અને કમજોરી આવવા લાગે છે તથા આ કારણોસર તેમના શરીરની કાર્યક્ષમતા પર પણ તેની નબળી અસર પડે છે.

પૂરી કરો ઊંઘ :

image source

દરેક વ્યક્તિને દરરોજ શરીરને આવશ્યક માત્રામાં ઉંઘ લે તે આવશ્યક છે. યોગ્ય ઉંઘ લેવાથી આપણુ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ખુબ જ સારૂ રહે છે કારણકે જો તમારા શરીરમા ઉંઘની ઉણપ હશે તો તમારા શરીરમા અનેકવિધ બીમારીઓ ઘર કરી જાય છે તથા તમારા મગજની કામ કરવાની ક્ષમતા પણ ઘટી જશે.

માનસિક તણાવથી રહો :

image source

જે વ્યક્તિ ચિંતાથી જેટલા દૂર રહે છે તે એટલા જ સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે. તેમના શરીરનો વિકાસ પણ તેટલો જ સારી રીતે થાય છે. એટલા માટે શક્ય બને ત્યાં સુધી માનસિક તણાવ આપે તેવી બાબતોથી દૂર રહો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત