જો તમે હંમેશા આ 10 ફળો ખાશો તો ક્યારે નહિં પડો બીમાર, અને હંમેશા રહેશો તંદુરસ્ત

મિત્રો, હાલ પ્રવર્તમાન સમય એટલો આધુનિક બની ચુક્યો છે કે, લોકો પોતાની જીવનશૈલીની યોગ્ય સાર-સંભાળ લઇ શકતા નથી અને તેના કારણે જ તે અવારનવાર બીમાર પડે છે. આજે આ લેખમા એ તમને અમુક એવા ફાળો વિશે જણાવીશુ કે, જે તમારા સ્વાસ્થ્યને સ્વસ્થ અને તંદુરસ્ત રાખે છે, તો ચાલો જાણીએ આ ફાળો વિશે.

પોમેલો :

image source

આ ફળ એ વિટામિન્સ અને ખનીજોનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. વજન ઉતારવા ઉપરાંત તે ઇન્સ્યુલિનનું સ્તર પણ ઘટાડે છે. ૯૧ લોકો પર કરવામા આવેલા અભ્યાસમાં જાણવા મળ્યુ હતુ કે, બપોરના ભોજન પહેલા આ ફળનુ સેવન કરનારા લોકોમા વજનનો ઘટાડો થયો હતો. આ ઉપરાંત તેના સેવનના કારણે તમારુ કોલેસ્ટ્રોલ પણ નિયંત્રણમા રહે છે.

પાઇનેપલ :

image source

આ ફળ પોષકતત્વોનો સુપરસ્ટાર છે. નિયમિત આ ફળનુ સેવન તમને ભરપૂર પ્રમાણમા વિટામિન-સી અને મેંગેનીઝ આપી શકે છે. તેમા પુષ્કળ માત્રામા બ્રોમેઇન સમાવિષ્ટ હોય છે, તે એન્ટિ-ઇન્ફ્લેમેટરી એન્ઝાઇમ્સનું મિશ્રણ હોય છે અને પ્રોટીનને પચાવવાની તેની ક્ષમતા માટે પણ જાણીતુ છે. આ ફળમા જોવા મળતા બ્રોમેલોન તત્વ કેન્સર અને ટ્યૂમરને વધતા પણ અટકાવે છે.

એવોકાડો :

image source

આ ફળમા પુષ્કળ માત્રામા કાર્બ્સ સમાવિષ્ટ હોય છે. આ ઉપરાંત તેમા જોવા મળતી મોનોસેચ્યુરેટેડ ચરબી ઇન્ફ્લેક્શનને ઘટાડે છે અને હૃદયને તંદુરસ્ત રાખે છે. આ સિવાય તેમા પોટેશિયમ, ફાઇબર અને મેગ્નેશિયમથી ભરપૂર હોય છે, જે તમારા બ્લડપ્રેશરને ઘટાડે છે અને સ્ટ્રોકના જોખમ સામે પણ રક્ષણ આપે છે.

સફરજન :

image source

આ ફળ સૌથી લોકપ્રિય અને પોષણયુક્ત ફળોમાનુ એક છે. તેમાં ફાઇબર, વિટામિન-સી, પોટેશિયમ, વિટામિન-કે અને વિટામિન-બી પુષ્કળ માત્રામા હોય છે. આ અભ્યાસો દર્શાવે છે કે, આ ફળમા જોવા મળતુ એન્ટિઓક્સિડેન્ટ એ હૃદયને તંદુરસ્ત રાખે છે અને ટાઇપ- ૨ ડાયાબિટીસ, કેન્સર અને અલ્ઝાઇમરનુ જોખમ ઘટાડે છે તથા તમારા પાચન અને મેટોબાલિઝમમા પણ સુધારો કરે છે.

કેળા :

image soucre

આ ફળમા વિટામિન, મિનરલ્સ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. હળવા કાચા કેળામાં જોવા મળતા કાર્બ્સ બ્લડશુગરને નિયંત્રિત કરે છે અને તેને ખાવાથી ઝડપથી ભૂખ લાગતી નથી. આ ઉપરાંત તે તમારા પાચનતંત્રને પણ મજબૂત બનાવે છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કસરત કરતા પહેલા કેળા ખાવાથી શરીરને પુષ્કળ ઊર્જા મળે છે.

પપૈયા :

image soucre

આ ફળ વિટામિન-સી, વિટામિન-એ, પોટેશિયમ અને ફોલેટથી ભરપૂર ખૂબ જ તંદુરસ્ત ફળ છે. તેમા કેન્સર વિરોધી એન્ટિઓક્સિડન્ટ્સ પણ સમાવિષ્ટ હોય છે. આ અભ્યાસો દર્શાવે છે કે, આ ફળની લીકોપેન અન્ય ફળો અને સબ્જીની સરખામણીમા શરીર માટે વધુ ઉપલબ્ધ છે. આ ફળ પાચનને પણ સુધારે છે, આ સિવાય તે વજન ઉતારવામા પણ કામ કરે છે

દાડમ :

image source

આ ફળને સ્વાસ્થ્ય માટે સૌથી તંદુરસ્ત ફળ માનવામાં આવે છે. આ ફળમા ગ્રીન ટી અને રેડ વાઇન કરતા ત્રણ ગણુ વધારે એન્ટિઓક્સિડન્ટ સમાવિષ્ટ હોવાનુ જાણવા મળ્યુ છે. એક અભ્યાસમા એવુ જાણવા મળ્યુ હતુ કે, આ ફળમા જોવા મળતા એન્ટિ-ઇન્ફ્લેમેટરી તત્વો કેન્સરનુ જાખમ ઘટાડવામા સહાયરૂપ સાબિત થાય છે.

તરબૂચ :

image soucre

આ ફળમા વિટામિન-એ પુષ્કળ માત્રામા જોવા મળે છે. તેમાં લિકોપીન, કેરોટેનોઇડ અને ક્યુક્લિબિટાસિન જેવા એન્ટિઓક્સિડેન્ટ્સ સમાવિષ્ટ હોય છે, જે કેન્સર જેવા ગંભીર અને જીવલેણ રોગો સામે તમને રક્ષણ આપે છે તથા તમારા હૃદયને સ્વસ્થ અને તંદુરસ્ત રાખે છે અને બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલને ઘટાડે છે.

બ્લુબેરી :

image source

આ ફળમા તમામ આવશ્યક પોષકતત્વો સમાવિષ્ટ હોય છે, જે શરીર માટે આવશ્યક છે. તેમા પુષ્કળ માત્રામા ફાઇબર, વિટામિન-સી, વિટામિન-કે અને મેંગેનીઝ જોવા મળે છે. અન્ય ફળોની સરખામણીમા આ ફળમા પુષ્કળ એન્ટિઓક્સિડેન્ટ સમાવિષ્ટ હોય છે, જે હૃદયરોગ, ડાયાબિટીસ અને અલ્ઝાઇમરનુ જોખમ ઘટાડે છે.

કેરી :

image source

સામાન્ય રીતે આ ફળ વિટામિન-સી નો સારો સ્ત્રોત છે. તેમા દ્રાવ્ય રેસા સમાવિષ્ટ હોય છે, જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત તેમા એન્ટિઓક્સિડન્ટ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણતત્વો પણ સમાવિષ્ટ હોય છે, જે બીમારીઓનુ જોખમ ઘટાડે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત