શું ખરેખર વિરાટ સચીનના આ 5 રેકોર્ડ્સ તોડી શકશે?

વિરાટની તાકાત નથી કે સચીનના આ 5 રેકોર્ડ્સ તોડે – તમારું શું માનવું છે કમેન્ટમાં લખો

વિરાટ કોહલી આજે ક્રીકેટ વિશ્વમાં મોટું નામ ધરાવે છે. વાસ્તવમાં તે સ્પોર્ટમાં એક સૌથી મોટું નામ છે પછી તે ફીલ્ડ પર હોય કે ફીલ્ડ બહાર હોય. તે ક્રીકેટના ત્રણે ફોર્મેટમાં 50+ની એવરેજ ધરાવે છે. 70 ઇન્ટરનેશનલ સદીઓ તો તેણે ફટકારી જ દીધી છે તે પણ માત્ર 31 વર્ષની ઉંમરમાં.

થોડા સમય પહેલાં બીજી એક એવી વ્યક્તિ હતી. તમે તેનું નામ કદાચ સાંભળ્યું જ હશે અને ભારતીય હોવ અને તેનું નામ ન સાંભળ્યું હોય અને તેના વિષે ન જાણતા હોવ તેવું બને જ નહીં. તેનું નામ સચીન રમેશ તેંડુલકર છે.

image source

બે કરતાં પણ વધારે દાયકા સુધી તેણે પોતાની બેટીંગ દ્વારા બોલર્સના છક્કા છોડાવી દીધા છે તો વળી વિરોધી ટીમને પાણી ભરતા કરી દીધા છે. ક્રીકેટ ઇતિહાસમાં તે કેટલાક સૌથી મોટા રેકોર્ડ્સ પણ પોતાના નામે ધરાવે છે જેમ કે ટેસ્ટ મેચોમાં સૌથી વધારે રનનો સ્કોર, ODI મેચોમાં સૌથી વધારે રનો ધરાવવાનો અને આ યાદી તો આમ ચાલ્યા જ કરે છે.

સમયની સાથે સાથે રમતના ધોરણો પણ બદલાતા રહે છે, આજના સમયમાં વિરાટ કોહલી રમતમાં ટોચ પર છે અને તે નવાનવા સ્ટાન્ડર્ટ્સ સેટ કરતો જઈ રહ્યો છે. પણ કેટલાક એવા રેકોર્ડ્સ સચીન તેન્ડુલકરે સ્થાપ્યા છે કે જેને કીંગ કોહલી તો ક્યારેય નહીં તોડી શકે.

image source

તો ચાલો જાણીએ આ અનબ્રેકેબલ રેકોર્ડ્સ વિષે

સચીન દ્વારા રમવામાં આવેલી ODI મેચોની સંખ્યા

સચીન દ્વારા 465 મેચો રમવામાં આવી છે. અને આ સચીન તેંડુલકર દ્વારા રમવામાં આવેલી ODI એટલે કે વન ડે ઇન્ટરનેશનલ્સ છે, જે તેણે પોતાની કેરિયર દરમિયાન રમી છે. સચીને 16 વર્ષની કુમળી વયે પોતાની કેરિયરની શરૂઆત કરી દીધી હતી અને તે સતત 22 વર્ષ સુધી રમ્યો છે અને છેવટે તે 465મી મેચે રોકાયો છે.

image source

શ્રીલંકાનો બેટ્સમેન સનથ જયસુર્યાએ પણ સચીનની જેમ 22 વર્ષ સુધી ક્રીકેટમાં પોતાનો જાદૂ પાથર્યો છે પણ તેમ છતાં તેણે 445 મેચો જ રમી છે. વિરાટ કોહલીની વાત કરીએ તો તેના માટે આ લક્ષ્ય ઘણું દૂર છે. સચીન તેડુલકરનો જો કોઈ રેકોર્ડ તોડી શકાય તેમ ન હોય તો તે આ છે.

ગયા નવેમ્બરમાં વિરાટે પોતાનો 31મો જન્મદિવસ ઉજવ્યો અને ત્યાં સુધીમાં તેણે કુલ 248 મેચો રમી લીધી છે. તેને ક્રીકેટમાં પ્રવેશ્યાને 11 વર્ષ તો થઈ જ ચૂક્યા છે. અને તેને ધ્યાનમા લેતા તેણે અત્યાર સુધીમાં તેણે ઘણી ઓછી મેચો છોડી છે, અને જો તે હજુ પણ 7-8 વર્ષ સુધી ક્રીકેટ રમે તો પણ તે સચીનનો આ રેકોર્ડ તો નહીં જ તોડી શકે.

image source

સચીન દ્વારા રમાયેલી ટેસ્ટ મેચોની સંખ્યા

1989ના શિયાળામાં સચીન તેંડુલકરે પોતાને ટેસ્ટ ડેબ્યુ કર્યો હતો અને તેણે વસિમ અક્રમ, વકાર યુનિસ, ઇમરાન ખાન અને અબ્દુલ કાદિર જેવા ધૂંઆધાર બોલરને તેણે પોતાની પ્રથમ ટેસ્ટ મેચમાં જ ફેસ કરી લીધા હતા. તે વખતે કોઈને પણ નહોતી ખબર કે તે 200 ટેસ્ટ મેચો રમશે.

તમને જણાવી દઈએ કે આ આંકડો શા માટે મોટો છે. સૌથી વધારે ટેસ્ટ મેચ રમવાનો રેકોર્ડ સચીનના નામે છે જ્યારે બીજા નંબર પર છે રિકી પોન્ટિંગ અને સ્ટીવ વૉ જેમણે 168 ટેસ્ટ મેચો રમી છે. હવે તમે આ બન્ને વચ્ચેના આંકડાના અંતરને જોઈ શકો છો તે 32 મેચોનો છે.

image source

બની શકે કે વિરાટ કોહતી તેની પેઢીનો ઉત્તમોત્તમ બેટ્સમેન હોઈ શકે પણ સચીનનો આ રેકોર્ડ પણ તે તોડી શકે તેમ નથી. 31 વર્ષિય વિરાટ અત્યાર સુધીમાં 86 ટેસ્ટ મેચ રમી ચુક્યો છે. અને ભવિષ્યમાં નજર નાખતા એવું લાગી રહ્યું છે કે વિરાટ સચીનનો આ રેકોર્ડ તોડે તેવા ઘણા ઓછા ચાન્સીસ છે.

ટેસ્ટ મેચમાં સૌથી વધારે બાઉન્ડ્રીઝ

image source

ક્રીકેટ ભારતની સૌથી લોકપ્રિય રમત છે. અને જ્યારથી ભારતે 1983માં પોતાનો પ્રથમ વિશ્વ કપ જીત્યો ત્યારથી તેની લોકપ્રિયતામાં ઉત્તરોત્તર વધારો થતો આવ્યો છે, પણ સચીન પણ એક પરિબળ છે કે તેના કારણે સમગ્ર દેશ ક્રીકેટના પ્રેમમાં પડ્યો.

સચીને સૌથી વધારે ટેસ્ટ મેચો રમી છે અને સૌથી વધારે રન કર્યા છે પણ તેના નામે ટેસ્ટ મેચમાં સૌથી વધારે બાઉન્ડ્રીઝ એટલે કે ચોગ્ગા-છગ્ગા લગાવવાનો પણ રેકોર્ડ અકબંધ છે. સચીન તેંડુલકરે પોતાની ટેસ્ટ મેચો દરમિયાન કુલ 2127 બાઉન્ડ્રીઓ મારી છે જેમાંથી 2058 ચોગ્ગા અને 69 છગ્ગાનો સમાવેશ થાય છે.

image source

હવે વિરાટની વાત કરીએ તો તેણે અત્યાર સુધીમાં 833 બાઉન્ડ્રીઝ મારી છે જેમાંથી 811 ચોગ્ગા છે અને 22 છગ્ગા છે. હાલ તે 1294 બાઉન્ડ્રીઝના મોટા અંતરથી પાછળ છે. સમયને ધ્યાનમાં રાખીએ તો વિરાટ કોહલીની કેરિયરમાં હવે વધારે વર્ષો બાકી નથી રહ્યા માટે તેના માટે સચીનનો આ રેકોર્ડ તોડવો પણ અઘરો છે.

ટેસ્ટ મેચમાં સૌથી વધારે રન

image source

જો તમે ગુગલ પર ગોડ ઓફ ક્રીકેટ લખીને સર્ચ કરશો તો તેના રિઝલ્ટમાં તમે સચીન તેન્ડુલકરને જ જોશો. અને તે કંઈ ત્યાં એમનમ નથી મુકવામાં આવ્યું. તે પોતાના નામે અસંખ્ય રેકોર્ડ્સ ધરાવે છે અને તેમાં આ રેકોર્ડનો પણ સમાવેશ થાય અને તે છે ટેસ્ટ મેચોમાં સૌથી વધારે રન કરવાનો રેકોર્ડ. અને આ રેકોર્ડ મોટા ભાગના બેટ્સમેન માટે બહું દૂરનું લક્ષ્ય છે.

17 ઓક્ટોબર 2008થી જ્યારથી તેણે બ્રાયન લારાનો 11,953 રનનો રેકોર્ડ તોડ્યો છે ત્યારથી સચીન આરામથી આ ટોચનું સ્થાન ભોગવની રહ્યો છે. સચીન ટેસ્ટ મેચીસમાં કુલ 15,921 રનનો રેકોર્ડ ધરાવે છે. અને તેની થોડી પણ નજીક કોઈ આવ્યું હોય તો તે છે રીકી પોન્ટીંગ. તેનો રેકોર્ડ 13,378 રનનો છે અને આ બન્ને આંકડા વચ્ચે 2543 રનનું અંતર છે.

image source

વિરાટ કોહલીની વાત કરીએ તો તેણે 86 ટેસ્ટ મેચમાં કુલ 7240 રન કર્યા છે. જો આપણે એવું ધારીએ કે વિરાટ કોહલી પોતાની કેરિયરના સેકન્ડ હાફમાં છે અને તેની ઉંમરને પણ ધ્યાનમાં લેવામાં આવે તો એવું લાગી રહ્યું છે કે વિરાટ સચીનનો આ રેકોર્ડ પણ નહીં તોડી શકે.

વર્લ્ડ કપમાં સૌથી વધારે ભાગ લીધો

આંતરરાષ્ટ્રીય ક્રીકેટ રમવી તે પણ એક મોટી જ વાત છે પણ વિશ્વ કપમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરવા મળે તે એક અલગ જ લાગણી છે. સચીન તેંડુલકર અત્યાર સુધીમાં કુલ 6 વિશ્વ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચુક્યો છે – અને આ રેકોર્ડ તે માત્ર એક જ પ્લેયર સાથે શેર કરી રહ્યો છે અને તે છે જાવેદ મિયાંદાદ.

image source

સચીનને આ તક 1992માં ઓસ્ટ્રેલિયામાં રમાયેલા વર્લ્ડ કપમાં પ્રથમવાર મળી. ત્યાર બાદ તેણે 1996ના વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો જે ભારત/પાકિસ્તાનમાં યોજવામાં આવ્યો હતો ત્યાર બાદ 1999નો વર્લ્ડ કપ જે ઇંગ્લેન્ડમાં રમાયો હતો, ત્યાર બાદ આફ્રિકા અને ઝિમ્બાબ્વે ખાતે યોજાયેલો 2003ના વર્લ્ડ કપમાં પણ સચીન તેંડુલકર રમ્યો હતો.

ત્યાર બાદ 2007માં કેરેબિયન આઇલેન્ડ ખાતે યોજાયેલા વર્લ્ડકપમાં અને ત્યાર બાદ 2011માં ભારત/શ્રી લંકા/બાંગ્લાદેશ ખાતે યોજાયેલા વર્લ્ડ કપમાં તેણે છેલ્લે ભાગ લીધો હતો. તેણે છેલ્લે વાન ખેડે ખાતે વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો અને તેમાં ભારત વર્લ્ડકપ જીત્યું હતું.

image source

વિરાટની વાત કરીએ તો તેણે 2001ના વર્લ્ડ કપની બાંગ્લાદેશ વિરુદ્ધની મેચમાં ભાગ લીધો હતો અને ત્યારથી અત્યાર સુધી તે વર્લ્ડ કપમાં ભાગ લેતો આવ્યો છે. જેમાં 2015નો વર્લ્ડ કપ જે ઓસ્ટ્રેલિયા/ન્યુઝિલેન્ડ ખાતે યોજાયો હતો ત્યાર બાદ 2019નો વર્લ્ડ કપ જે ઇંગ્લેન્ડ અને વેલ્સ ખાતે યોજાયેલો હતો.

image source

જો બધું જ બરાબર પાર પડશે તો તે પોતાનો પાંચમો વર્લ્ડ કપ કે જે 2027માં યોજાશે તે 38ની ઉંમરે તે રમી શકશે. ત્યાર બાદ શક્યતા સાવ જ ઓછી છે કે તે પોતાનો છઠ્ઠો વર્લ્ડકપ રમી શકે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ