ક્લિક કરીને વાંચી લો તમારી રાશિ, અને જાણી લો માર્ચ મહિનો પૂરો થતા તમને લાભ થશે કે નુકસાન

માર્ચ પૂર્ણ થતા સુધીમાં 8 રાશિઓને થશે અઢળક લાભ અને આ 4 રાશિ થશે ઠનઠન ગોપાલ..

માર્ચ મહિનો શરૂ થઈ ચુક્યો છે. આ મહિનમાં બારેય રાશિના જાતકો પર શનિ અને ગુરૂની દ્રષ્ટિ રહેશે તેના કારણે 12માંથી કેટલીક રાશિના જાતકોની આર્થિક સ્થિતિ ખૂબ જ સારી રહેશે જ્યારે અમુક રાશિના જાતકો ફટેહાલ થઈ શકે છે.

આ સમય દરમિયાન ગુરૂ ધન રાશિમાં તો શનિ મકર રાશિમાં રહેશે. જેના કારણે આ માસ દરમિયાન 8 રાશિના લોકોને અચાનક ધનલાભ થશે. જ્યારે વૃષભ, મિથુન અને તુલા રાશિના જાતકો પર શનિ અને ગુરૂની અશુભ દ્રષ્ટિ રહેશે. જેના કારણે તેમને સમસ્યાઓ અને ધન હાનિ સહન કરવી પડી શકે છે. આ સિવાય કઈ રાશિના જાતકો માટે માર્ચ માસ કેવો સમય લાવશે તે પણ જાણી લો.

મેષ રાશિ

માર્ચમાં ખર્ચ પર નિયંત્રણ રાખી શકો છો. ધનની બચત કરવામાં સફળતા મળશે. નાણાની આવકમાં વધારો થશે. એટલે કે માર્ચ માસ તમારા માટે શુભ સાબિત થશે.

વૃષભ રાશિ

આર્થિક દ્રષ્ટીએ માર્ચ મહિનો તમારા માટે વધારે ખર્ચ અને ધીમી ગતિએ વધતી આવક સાથે શરુ થયો છે. આ ઉપરાંત તમારું સ્વાસ્થ્ય પણ લથડશે. જો કે માસ પૂર્ણ થતા સુધીમાં વેપાર, રોજગારમાં પ્રગતિ થશે અને આર્થિક બોજ ઘટશે.

મિથુન રાશિ

આ મહિનામાં અણધાર્યા ખર્ચ સામે આવી ઊભા રહેશે. બચત કરવાનો પ્રયત્ન કરશો પરંતુ અકારણ ખર્ચ થઈ જશે અને નાણા વ્યય સહન કરવો પડશે. આવક કરતા જાવક વધશે. મહિનાના અંતે નાણા ઉધાર લેવા પડે તેવી સ્થિતિ પણ આવી શકે છે.

કર્ક રાશિ

આ મહિનામાં આર્થિક લાભ થશે. જો કે આવક વધે તો પણ ધન કોઈને ઉધાર ન આપવું. ઘરના ખર્ચમાં વધારો થઈ શકે છે.

સિંહ રાશિ

આવકના સ્ત્રોત વધશે. વેપારમાં આર્થિક સમસ્યા હશે તો તે દૂર થશે. સામાજિક કાર્યમાં ખર્ચ કે દાન કરી શકો છો.

કન્યા રાશિ

આર્થિક લાભ થશે. પરંતુ આવક કરતા જાવક વધશે. ઉધારી ચુકવી શકશો. પ્રોપર્ટીમાં રોકાણ કરી શકશો. વાદ વિવાદ દૂર થશે.

તુલા રાશિ

આ મહિને અણધાર્યા ખર્ચ માટે તૈયાર રહેજો. દવાઓમાં ખર્ચો વધશે. રોકાણ કરવામાં ધ્યાન રાખવું.

વૃશ્ચિક રાશિ

આર્થિક મુશ્કેલીઓ વધશે. ભાઈ-બહેન સાથે વિવાદ હશે તો તે દૂર થશે. સોનામાં રોકાણ લાભ કરશે.

ધન રાશિ

આર્થિક પ્રગતિ સામાન્ય રહેશે. ભવિષ્યની યોજનાઓ કરવામાં મુશ્કેલીઓ આવશે. આવકના બીજા સાધનો ઊભા કરવા પર ધ્યાન આપો, તેનાથી લાભની શક્યતા વધારે છે.

મકર રાશિ

આ મહિનો આર્થિક રીતે સારો હશે. નવી નોકરી મળશે અથવા વેપારમાં પ્રગતિ થશે. ખર્ચા પર બ્રેક લાગશે. બચત પણ કરી શકો છો.

કુંભ રાશિ

ધન લાભ થશે. રોકાણ કર્યુ હશે તેમાં ફાયદો થશે. ભવિષ્યની યોજનાઓને સફળ બનાવી શકશો.

મીન રાશિ

ભાગીદારીના વ્યવસાયમાં ફાયદો થશે. લોન કે ઉધારી ચુકવવામાં સરળતા રહેશે. આવકમાં વધારો થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ