ગોળાકાર ચહેરા પર મેકઅપ કરતી વખતે કરો આ ૨ પ્રયોગો – નિખરી ઊઠશે તમારા ફીચર્સ..

ચહેરો ગોળ છે અને મેકઅપની ચિંતા છે?ચિંતા છોડો અને અપનાવો અમે આપેલી મેકઅપ ટિપ્સ.

સુંદર દેખાવા માટે મેકઅપ કરવો આપણને સૌને ગમતો હોય છે .અને એમાં પણ સોશિયલ નેટવર્કિંગને કારણે યુટ્યુબ ‘ ઇન્સ્ટાગ્રામ અને ફસબુક ઉપર અલગ અલગ બ્યુટી એપ પર મેેેક્અપ વિશેની ટિપ્સ બહુ આસાનીથી ઉપલબ્ધ થઈ શકે છે.

મેકઅપ ચહેરાને સુંદર તો બનાવે છે જ પણ સાથે સાથે વ્યક્તિત્વમાં એક અલગ નિખાર આપે છે. આત્મવિશ્વાસમાં પણ વધારો કરે છે.

image source

ચહેરાના આકારને બરાબર સમજી ,ઓળખી અને એને અનુરૂપ મેકઅપ કરવાથી ચહેરા પર કરેલા મેકઅપનો નિખાર કંઈક જુદો જ આવે છે એ મેકઅપ કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે .

ઘણીવાર આપણને એમ લાગતું હોય છે કે અમુક મેકઅપ આર્ટિસ્ટના મેકઅપ કંઈક જુદા જ તરી આવતા હોય છે ,કારણ કે તેમનામાં વ્યક્તિના ચહેરાના આકારને પારખી અને એનાં ફેસકટ મુજબ મેકઅપ કરવાની કળા હસ્તગત હોય છે.

આપણે પણ ચહેરાનો આકાર કેવો છે એ પારખી અને એને અનુરૂપ મેકઅપ કરતાં શીખી જઈએ તો આપણે કરેલો મેકઅપ પણ કોઈ કુશળ મેકઅપ આર્ટિસ્ટ જેવો જ ઉભરી આવે, એમાં બેમત નથી.

image source

મેકઅપ નિષ્ણાતો જણાવે છે કે ગોળ ચહેરા પર મેકઅપ અને જ્વેલરી ઓછી આકર્ષક લાગે છે, પરંતુ એક સમુદાય એવો પણ છે જે માને છે કે જો યોગ્ય રીતે મેકઅપ કરવામાં આવે તો ગોળ ચહેરો ધરાવતું વ્યક્તિત્વ પણ આકર્ષક દેખાય છે.

શું તમારો ચહેરો પણ ગોળ છે ? તમે પણ મેકઅપ અંગેની અવઢવમાં છો ?તો ,આ ટિપ્સ તમારા માટે બહુ ઉપયોગી સાબિત થશે.

image source

ગોળ ચહેરા પર ગોળાકાર આઇબ્રો કરતા માઉન્ટેન શેપની ઊંચી આઇબ્રો વધુ આકર્ષક લાગે છે. આઇબ્રોનો છેડો કાનની બૂટની સીધી રેખામાં પૂર્ણ થવો જોઈએ. જે દેખાવમાં ખુબ સુંદર લાગે છે અને ગોળ ચહેરાના ફીચરને વધારે ઉભાર આપે છે.

image source

ગોળ ચહેરો ધરાવનારની દાઢી ખૂબ નાની અને થોડી અંદરની તરફ દબાયેલી હોય એવું લાગે છે. તેથી મેકઅપ કરતી વખતે દાઢી ને બહાર લાવવા માટે ચિકબોન પર થોડા ઘેરાં રંગનું ફાઉન્ડેશન લગાવવું જરૂરી છે. જેથી દાઢી થોડી બહાર ઉપસેલી લાગે . ચિકબોન પર ઘેરા રંગનું ફાઉન્ડેશન લગાવવાથી ચહેરો થોડો ઓવેલ શેપમાં આવશે અને દાઢી બહાર નીકળેલી દેખાશે.

image source

ગોળ ચહેરા પર ક્યારેય ગાલની વચ્ચોવચ બ્લશરનો ઉપયોગ કરવો નહીં. ગાલ પર વચ્ચે બ્લશર લગાવવાથી ચહેરો વધુ ગોળ અને મોટો દેખાય છે.ચહેરાને પાતળો બતાવવા માટે ગોળ ચહેરા પર ચિકબોન પર નીચેની તરફ બ્લશ કરવાથી ચહેરો પાતળો અને સુંદર દેખાય છે.

image source

ગોળ ચહેરો ધરાવતી વ્યક્તિએ લિપસ્ટિક કર્યા પહેલા લિપ લાઈનરથી હોઠ પર યોગ્ય શેપ આપવો .લિપ લાઇનરનો ઉપયોગ ન થઈ શકે તો લિપસ્ટિક પણ હોઠનો અંદરનો ભાગ અંદરની તરફ દેખાય એ રીતે વ્યવસ્થિત રીતે શેપ આપી કરવી જોઇએ. હોઠ પાતળા દેખાય એ રીતે લિપસ્ટિક કરવાથી ચહેરો પાતળો અને સુંદર દેખાય છે.

image source

ગોળ ચહેરો ધરાવતી મહિલાઓએ એસેસરીઝની પસંદગી પણ સમજી વિચારીને કરવી જોઈએ.ગોળ ચહેરા પર પાતળા અને લાંબા એરિંગ્સ વધુ શોભી ઉઠે છે.ગોળ ચહેરા ઉપર ગોળ એરીંગ્સ પહેરવાથી ચહેરો વધુ મોટો અને ગરદન નાની લાગે છે .જે વ્યક્તિત્વને નિખાર અને ઉભાર આપવાને બદલે કદને ઠીંગણું બતાડે છે.

image source

ચહેરાનો મેકઅપ કરતી વખતે સારી કંપનીના પ્રસાધનોનો ઉપયોગ કરવો જોઈએ જેથી ત્વચાની સુરક્ષા જળવાયેલી રહે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ