જાણો દિવાળીના દિવસે લક્ષ્મી પુજનનું ચોક્કસ મુહૂર્ત અને પ્રદોશ કાળમાં લક્ષ્મી પુજાનું મહત્ત્વ…

પુરાણોમાં જણાવ્યા પ્રમાણે ભગવાન શ્રી રામ જ્યારે રાવણનો વધ કરીને અયોધ્યા પાછા આવ્યા ત્યારે અયોધ્યાના લોકોએ શ્રીરામનું સ્વાગત સેંકડો દીવડાં પ્રગટાવીને કર્યું હતું. અને ત્યાર બાદ દર વર્ષે આ અવસરને દીવાળી સ્વરૂપે ઉજવવામાં આવે છે. આ ઉપરાંત દિવાળીના દીવસો દરમિયાન માતા લક્ષ્મીની પુજા કરવાનું પણ ઘણું મહત્ત્વ છે.

image source

દીવાળીના દિવસે ખાસ કરીને લક્ષ્મી માતા, ગણેશજી અને કુબેર મહારાજની તેમજ દીવાળીની રાત્રે ચોપડાં પુજનની વિધિ કરવામાં આવે છે.

આ વર્ષે દીવાળીનો શુભ તહેવાર ઓક્ટોબર મહિનાની 27 તારીખ રવિવારના રોજ ઉજવવામાં આવશે. તો ચાલો જાણીએ દીવાળી પર લક્ષ્મી પુજન કરવાના મુહૂર્તો

image source

દીવાળીના દિવસે લક્ષ્મી પુજાનું મુહુર્તઃ સાંજે 7 વાગીને 10 મિનિટથી 8 વાગીને 34 મિનિટ સુધી છે.

પ્રદોશ કાળ – સાંજે 7 વાગીને 1 મિનિટથી લઈને 8 વાગીને 34 મિનિટ સુધીનો છે

વૃષભ કાળ – સાંજે 7 વાગીને 10 મિનિટથી 9 વાગીને 08 મિનિટ સુધી છે.

image source

લક્ષ્મી પુજાનું ચોઘડિયું

લક્ષ્મી પુજાનું ચોઘડિયું બપોરે 1 વાગીને 48 મીનીટથી 3 વાગીને 13 મિનિટ સુધી શુભ છે.

પ્રદોશ કાળમાં જ લક્ષ્મી પુજન કરવું જોઈએ જાણો તે પાછળનું કારણ

જોકે લક્ષ્મી પુજા માટે જ્યોતિષ ચોઘડિયા મુહૂર્તની સલાહ નથી આપતાં કારણ કે આ મુહુર્ત યાત્રા માટે યોગ્ય છે. લક્ષ્મી પુજા માટે સૌથી યોગ્ય સમય પ્રદોષ કાળ દરમિયાન હોય છે જ્યારે સ્થિર લગ્ન ચાલુ હોય છે. એવું માનવામા આવે છે કે જો સ્થિર લગ્ન દરમિયાન લક્ષ્મી પુજા કરવામાં આવે તો લક્ષ્મીજી ઘરમાં કાયમ માટે વસી જાય છે. માટે લક્ષ્મી પુજા માટે આ સમય જ સૌથી વધારે યોગ્ય છે. આ સિવાય વૃશભ લગ્નને પણ સ્થિર માનવામાં છે દીવાળીના તહેવાર દરમિયાન મોટે ભાગે પ્રદોષ કાળ સાથે જ હોય છે.

image source

જાણો દીવાળી પર કરવામાં આવતી લક્ષ્મી પુજાની વિધિ

  • ધન તેરસે લક્ષ્મી માતા, કુબેર મહારાજ, ધનવંતરી મહારાજની પુજા કરવામાં આવે છે પણ દીવાળીના દિવસે ખાસ કરીને લક્ષ્મી માતા અને ગણેશજીની પુજા કરવામાં આવે છે.
  • દીવાળીની સાંજે એક સુંદર મજાનું સ્વચ્છ બાજોઠ પાથરવું. ત્યાર બાદ તેના પર ગંગા જળ છાંટવું.
  • હવે તેના પર કોરું લીલુ કે લાલ વસ્ત્ર પાથરીને તેના પર લક્ષ્મી માતા, ગણેશજી અને કુબેર મહારાજ તેમજ શ્રી યંત્રની સ્થાપના કરવી.

    image source
  • પુજા કરતી વખતે સાથે એક પાણી ભરેલો તાંબાનો કળશ પણ રાખવો. જો તાંબાનો લોટો ન હોય તો તમે સામાન્ય લોટો પણ વાપરી શકો છો. પણ પુજા કરતી વખતે જોડે પાણી રાખવું જરૂરી છે.
  • હવે તે લોટા પર કંકુથી સાથિયો બનાવવો અને તેના પર શ્રી લખવું.
  • લક્ષ્મી માતાને કમળ ખુબ જ પ્રિય છે માટે પુજા કરતી વખતે તેમની બન્ને બાજુએ કમળના ફુલ મુકવા.
  • ત્યાર બાદ લોટાની ફરતે આંબાના પાન લગાવી લેવા. હવે પુજા કરતી વખતે સાથે પાંચ પ્રકારના સુકા મેવા, ગોળ, ફુલ, મીઠાઈઓ, ઘી, કમળનું ફુલ, પતાશા વિગેરે પણ ગણપતિજી અને લક્ષ્મીજી સમક્ષ મુકવા.

    image source
  • હવે ભગવાન ગણેશ અને લક્ષ્મી માતા સમક્ષ પાંચ ઘીના દીવાં અને પાંચ તેલના દીવા પ્રગટાવો. હવે પુજાની શરૂઆત કરો.
  • ગણેશજી તેમજ માતા લક્ષ્મીની પુજા પુર્ણ કર્યા બાદ કુબેર મહારાજની પુજા પણ કરવી.
  • દેવી-દેવતાંઓની પુજા પુર્ણ થયા બાદ તમારા ઘરેણા, તમારી પાસેના રૂપિયા, તમે જેમાં હિસાબ કરો છો તે ચોપડા વિગેરેની પણ પુજા કરવી. આમ કરવાથી તમારું ઘર સુખી સંપન્ન રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ