દિવાળીના પૂજન માટે જરૂરી વસ્તુઓ અને તેનું મહત્વ…

દિવાળીના દિવસોમાં ઘરે ઘરે દીવા થાય છે. માનવામાં આવે છે કે દીપ પ્રગટવવાથી જીવનનો અંધકાર દૂર થાય છે. તે સાથે આ પૂજામાં દીવાનું સ્થાન પણ ખૂબ મહત્વનું છે. અત્યારના સમયમાં બજારમાં કાચના, કેન્ડલવાળા વગેરે જેવા વિવિધ પ્રકારના આકર્ષક દીવા મળે છે, પરંતુ આ દિવાળીના તહેવારમાં તો માટીના દીવાનું જ મહત્વ હોય છે.

image source

દિવાળીના દિવસોમાં માટીના દીવા પ્રગટાવવા જોઇએ. કારણ કે માટીના કોડીયામાં દીવો કરવાથી પાંચ તત્વોની હાજરી થાય છે. માટી, આકાશ, જળ, અગ્નિ અને વાયુ આ પાંચ તત્વોની હાજરી દરેક હિન્દુ પૂજામાં અનિવાર્ય હોય છે.

image source

દીવાની સાથે જ દિવાળીની પૂજામાં આ વસ્તુઓ પણ મહત્વની છે

મંગળ કળશ

image source

મંગળ કળશ તૈયાર કરવા માટે એક તાંબા(ચાંદી,કાંસા,સોના)નો કળશ લો. તેમાં થોડું પાણી ભરીને, તેમાં પાંચ નાગરવેલ અથવા આસોપાલવના પાન મૂકો. ત્યાર બાદ કળશના મૂખમાં શ્રીફળ મૂકો. કળશ પર કંકુથી સ્વસ્તિક બનાવી કળશ પર નાડાછડી બાંધો. હવે આ કળશને પૂજા કરવાના સ્થાને જમીન પર કંકૂથી અષ્ટદળ કમળની આકૃતિ બનાવીને તેના પર કળશ મૂકો. આ કળશ મૂકવાથી મંગળ કાર્ય શરૂ થાય છે તેમ માનવામાં આવે છે.

શ્રીયંત્ર

image source

લક્ષ્મીજીનુ શ્રીયંત્ર પ્રાચીન યંત્ર ધન અને વૈભવનુ પ્રતિક માનવામાં આવે છે શ્રીયંત્ર ધનની પ્રાપ્તિ માટે જરૂરી છે. શ્રીયંત્ર અને ધનની દેવી લક્ષ્મીને આકર્ષિત કરનારું શક્તિશાળી યંત્ર છે. દિવાળીના દિવસે તેની પૂજા કરવાથી લક્ષ્મીજી કૃપા પ્રાપ્ત થાય છે.

રંગોળી

image source

માંગલિક પ્રસંગોમાં રંગોળી દ્વારા ઘર આંગણને સુંદર રીતે સજાવવામાં આવે છે. આ સજાવટ જ સુખ-સમૃદ્ધિના દ્વારા ખોલે છે. ઘરની સાફ સફાઈ કરીને આંગણ કે ઘરની વચ્ચે અને દરવાજાની સામે રંગોળી બનાવવામાં આવે છે.

કોડી

image source

કોડી અનેક રંગ અને આકારની હોય છે, તેમાં પીળા રંગની કોડીને દેવી લક્ષ્મીનુ પ્રતિક માનવામાં આવે છે. દિવાળીના દિવસે ચાંદી અને તાંબાના સિક્કાની સાથે જ કોડીની પૂજા કરવાથી લક્ષ્મીજીના આશિષ મળે છે.

તાંબાના સિક્કા

image source

મંગળ કળશમાં તાંબાના પૈસા નાખવામાં આવે તો તેનાથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિના દ્વાર ખુલે છે. આમ તો આ ઉપાય સામાન્ય લાગે છે પણ તેની અસર પ્રભાવશાળી હોય છે. તે સાથે પૂજા પણ ફળદાયી બને છે.

કમળ અને ગલગોટાના ફૂલ

image source

કમળનું ફૂલ લક્ષ્મીજીને પ્રિય છે. કમળ અને ગલગોટા(ગેંદા)ના ફૂલને શાંતિ, સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. બધા દેવી-દેવતાઓની પૂજા ઉપરાંત ઘરની સજાવટ માટે પણ ગેંદાના ફૂલની જરૂર પડે છે. ઘરની સુંદરતા, શાંતિ અને સમૃદ્ધિ માટે આ ખૂબ જ જરૂરી છે.

નૈવેદ્ય

image source

લક્ષ્મીજીને નૈવેદ્યમાં ફળ, મીઠાઈ, મેવા અને પેડા ઉપરાંત સાંકર, પતાશા, સાકરિયા, શક્કરપારા, ઘૂઘરા વગેરેનો ભોગ ધરાવવામાં આવે છે. નૈવેદ્ય અને મીઠાઈઓ આપણા જીવનમાં મીઠાશ કે મધુરતા આપે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ