રોજ ખાઓ ફક્ત એક ચમચી જીરું અને ઘટાડો ફટાફટ વજન તમારું!

ઝડપથી વજન ઉતારવાનો જાદુઈ ઉપાય જીરું

image source

જીમ ને બદલે રસોડામાં જવાથી પણ વજનમાં ઘટાડો થશે .સાંભળીને ચોંકી જવાયુને ?પણ વાત સાચી છે .ચાલો જાણીએ કે રસોડામાં જઈને શું કરવાનું ?

image source

સમાજનો એક મોટો વર્ગ આજકાલ આરામપ્રિય જીવન અને કસરતના અભાવને કારણે મેદસ્વીતાથી પીડાય છે .ઓબેસિટી અનેક રોગોની જનેતા છે અને એટલે જ વજનને નિયંત્રણમાં રાખવું અતિ આવશ્યક છે.ઓબેસિટીથી પીડાતા લોકો ફટાફટ વજન ઉતારવાના અવનવા ઉપાયોમાં રચ્યાપચ્યા પણ રહે છે.

image source

સ્લિમ એન્ડ ટ્રીમ દેખાવું તો કોને નથી ગમતું !એમાંય ખાસ કરીને મહિલાઓ પોતાના ફીગર બાબતે વધુ પડતી કોન્શિયસ હોય છે.અને વજન ઉતારવા માટે જીમમાં અઢળક નાણાં ખર્ચે છે.

image source

પણ આ લેખ વાંચ્યા પછી તમે જીમમાં જશો કે નહીં જાઓ એ તો ખબર નથી પણ રસોડામાં ચોક્કસ જશો એ વાતની પાકી ખાતરી છે.

તમને ખબર છે મરી મસાલામાં રોજ વપરાતું જીરુ વજન ઉતારવાનો અકસિર ઉપાય છે.જીરુ રસોઈને તો વધુ સ્વાદિષ્ટ અને ખુશ્બુદાર બનાવે જ છે પરંતુ સ્વાસ્થ્યવર્ધક ફાયદા પણ ધરાવે છે.પેટના અજીર્ણમાં ઉપરાંત કેટલાય રોગોમાં જીરું ઉપયોગી છે.

image source

જીરૂ મેંગેનીઝ ,આયર્ન, મેગ્નેશિયમ, કેલ્શિયમ ,ઝીંક અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં ધરાવે છે.જીરુ શરીરમાં જમા થયેલી વધારાની ચરબી બહુ જ ઝડપથી ઓગાળે છે એ જીરૂ ની મુખ્ય વિશેષતા છે .

પ્રખ્યાત ન્યુટ્રિશનિસ્ટ કવિતા દેવગણ જીરા નો વપરાશ કરી વજન ઉતારવાની કેટલીક ટિપ્સ જણાવે છે.

image source

આહાર નિષ્ણાત કવિતા જણાવે છે કે જીરૂ ખાવાથી તેમાં રહેલા પોષક તત્વો ખોરાકમાં સારી રીતે શોષાઇ જવાથી વધુ પડતો ખોરાક ખાવાની ઈચ્છા રહેતી નથી, ઉપરાંત જીરું પાચન તંત્રને મજબૂત બનાવે છે.જીરુ ઉર્જા દાયક છે અને મેટાબોલિઝ્મને પણ સુધારે છે.તાજેતરમાં થયેલા અભ્યાસ મુજબ જીરા પાવડરના ઉપયોગથી શરીરમાં ચરબીનું absorption પણ ઓછુ થાય છે જેને કારણે પણ વજનમાં ઝડપથી ઘટાડો થાય છે.

વજનમાં ઝડપથી ઘટાડો કરવા માટે દૈનિક આહારમાં ઓછામાં ઓછા બે વાર જીરાનો ઉપયોગ કરવો જરૂરી છે. ઉપરાંત એક મોટી ચમચી જીરૂ એક ગ્લાસ પાણીમાં પલાળી સવારે તેનો ઉકાળો બનાવીને પ્રમાણમાં ઠંડો કરી પીવાથી પણ વજનમાં ઘટાડો થાય છે।પલાળેલા જીરાને પણ સારી રીતે ચાવીને ખાવું જોઈએ.

image source

વજન ઉતારવા માટે જીરાનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવું જોઈએ કે જીરૂ ચોખ્ખું હોવું જોઈએ એટલું જ નહીં એટલું જ નહીં જીરુ તેના ઓર્ગેનિક ફોર્મ માં હોવું જોઈએ .

ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે રોજબરોજના જીવનમાં જોડાયેલી ચીજ વસ્તુઓની ગુણવત્તા જાણતા ન હોવાને કારણે આપણી જરૂરિયાતો માટે બાહ્ય દુનિયામાં ફાંફાં મારતા હોઈએ છીએ પરંતુ આપણાં રસોડાના જો નજર કરીએ તો ઘણી ખાદ્ય વસ્તુઓ એવી છે જેના નિયમિત ઉપયોગથી આપણે શારીરિક સ્વાસ્થ્ય મેળવી શકીએ છીએ

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ