આવક વધારવા માટે ઘરમાં આ જગ્યાઓએ રાખો લાફીંગ બુધ્ધા!

લાફીંગ બુદ્ધાનો આ ઉપાય તમને અપાવશે આર્થિક તંગીમાંથી છુટકારો, લાફીંગ બુદ્ધા ઘરમાં મુકતી વખતે રાખો આ બાબતોનો ખ્યાલ થઈ જશો માલામાલ

image source

વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે જો ઘરમાં કેટલીકે વસ્તુઓને યોગ્ય રીતે ગોઠવવામાં આવે અને વાસ્તુ શાસ્ત્રમાં કહેવામાં આવતા વિવિધ લકી ચાર્મ્સને જો ઘરમાં મુકતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો તેની અસર અનેક ગણી વધી જાય છે.

image source

આપણે ઘણા બધા રેસ્ટોરન્ટ, હોટેલો તેમજ ઓફિસોમાં લાફિંગ બુદ્ધાની મુર્તિ શોપિસ તરીકે મુકેલી જોતાં હોઈએ છીએ. ક્યારેક ક્યારેક કોઈક ઘરોમાં પણ લાફીંગ બુદ્ધાની મુર્તિ મુકેલી હોય છે. વાસ્તવમાં લાફિંગ બુદ્ધા તમારા ઘરમાં સુખને આમંત્રણ આપનારું લકી ચાર્મ છે.

image source

જો તમે ઇચ્છતા હોવ કે તમારા ઘરમાં ધન ક્યારેય ન ખૂટે, અનાજ ક્યારેય ન ખૂટે, ઘરમાં હંમેશા આનંદનો માહોલ રહે, અથવા તમારે જો બાળક ન હોય અને તેમે બાળક ઇચ્છતા હોવ તો તમારી આ દરેક ઇચ્છા આ લાફિંગ બુદ્ધાની મુર્તિ પુરી કરી શકે છે.

image source

ભારતીય વાસ્તુ શાસ્ત્રમાં લકી ચાર્મ તરીકે વાંસળી, ગાયમાતાની મૂર્તિ, ભગવાનની મૂર્તિ વિગેરેનો ઉપયોગ થાય છે જ્યારે જાપાનીઝ વાસ્તુ શાસ્ત્ર એટલે કે ફેંગશુઈમાં લકી ચાર્મ તરીકે, વિન્ડ ચાઈમ, પિરામીડ, લાફિંગ બુદ્ધા વિગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. આ બન્ને શાસ્ત્રોમાં એક સામ્યતા એ છે કે તેમાં દીશાને ઘણું મહત્ત્વ આપવામા આવ્યું છે.

image source

આજે આપણે ફેંગશુઈમાં અતિ મહત્ત્વના એવા લકી ચાર્મ લાફીંગ બુદ્ધા વિષે કેટલીક મહત્ત્વની માહીતી આપવા જઈ રહ્યા છીએ. ફેંગશુઈમાં જે પણ લકી ચાર્મ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે બધા જ ઘરના વિવિધ વાસ્તુ દોષ દૂર કરે છે ઘરમાં બરકત લાવે છે અને ઘરમાં હકારાત્મક ઉર્જા લાવી નકારાત્મક ઉર્જાને જાકારો આપે છે.

શા માટે ઘરમાં લાફીંગ બુદ્ધાની સ્થાપના કરવી જોઈએ ?

image source

તમે પણ જો ઘરમાં લાફીંગ બુદ્ધાની સ્થાપના કરશો તો તમારા ઘરના બધા જ વાસ્તુદોષ નષ્ટ થશે. અને ઘર એક નવી જ ઉર્જાથી છલકાવા લાગશે. ઘરમાં આવક વધારવા તેમજ સમૃદ્ધિ લાવવા માટે ફેંગશુઈમા લાફિંગ બુદ્ધાને ખુબ જ શુભ માનવામા આવે છે. લાફીંગ બુદ્ધા એટલે હસતાં બુદ્ધ જેને ચાઈનીઝમાં પુ તાડ અને જાપાનીઝ ભાષામાં હ તેઈ કહે છે. ફેંગશુઈ પ્રમાણે લાફિંગ બુદ્ધા ઘરમાં સૌભાગ્ય લાવે છે.

image source

એક કથા પ્રમાણે લાફિંગ બુદ્ધાને પ્રવાસ કરવો ખુબ ગમતો હતો. તે હંમેશા પ્રસન્નચિત જ રહેતાં તેઓ જ્યાં ક્યાંય પણ જતાં પોતાનું દુંદાળુ પેટ અને ગોળમટોળ શરીરથી સમગ્ર વિસ્તારમાં સમૃદ્ધિ તેમજ આનંદ ફેલાવી દેતા. તેમના આવા સ્વભાવ તેમજ ક્યુટ દેખાવના કારણે બાળકોમાં તેઓ ખુબ જ પ્રિય હતા. માટે જો તમે બીજો કોઈ પુર્વગ્રહ ન ધરાવતા હોવ તો તમારે તમારા ઘરમાં લાફિંગ બુદ્ધાની સ્થાપના કરવી જોઈએ.

લાફિંગ બુદ્ધાની સ્થાપના ક્યાં કરવી ?

image source

ઘણી જગ્યાએ લાફિંગ બુદ્ધાને શો પીસ તરીકે રાખવામા આવતા હોય છે પણ જો તમે તેને શોપિસની સાથે સાથે ઘરમાં સમૃદ્દિ માટે પણ રાખવા માગતા હોવ તો તમારે તેને ક્યારેય ઘરના ફ્રન્ડ ગેટની સામે ન રાખવા જોઈએ. પણ ઘરમાં પ્રવેશતાં જ આવનારા વ્યક્તિની નજર તેના પર પડે તે રીતે તેની સ્થાપના કરવી જોઈ.

તમે જ્યાં ક્યાં પણ લાફિંગ બુદ્ધઆની મુર્તિ રાખો ત્યારે એકવાતનું ખાસ ધ્યાન રાખો કે ઘરમાં આવતી જતી, હરતી ફરતી વ્યક્તિને તેમનો હસતો ચહેરો કોઈ પણ દિશાએથી દેખાવો જોઈએ.

image source

બીજી એ બાબતનું ધ્યાન રાખવાનું છે કે તમારા ઘર, ઓફિસ કે પછી હોટેલ વિગેરેના આકાર પ્રમાણે લાફિંગ બુદ્ધા લાવવાના છે. જો તમારી ઓફિસ કે દુકાન નાના હોય તો નાના લાફિંગ બુદ્ધા લાવવા અને જો મોટા હોય તો મોટા લાફિંગ બુદ્દા લાવવા. આમ કરવાથી પરિણામ સારું મળશે.

જો તમારા ઘરમાં આવકની કમી ન હોય પણ તેની સામે જાવક પણ થઈ જતી હોય. એટલે કે રૂપિયા ઘરમાં ટકતા ન હોય તો. તમારે ઘરમાં એવા લાફિંગ બુદ્ધા લાવવા જે હાથમાં ધનની પોટલી રાખતા હોય. થોડા જ દિવસોમાં ઘરમાં રૂપિયા ટકવા લાગશે.

image source

જો તમને એવું લાગતું હોય કે તમે જેટલી મહેનત કરો છો તે પ્રમાણમાં તમને તેનું પરિણામ નથી મળતું અથવા ફળ નથી મળતું તો ઘરમાં તેવા લાફિંગ બુદ્ધાની સ્થાપના કરવી જેમના બન્ને હાથમાં કમંડળ હોય. લાફીંગ બુદ્ધાની આવી મુર્તિને તમારે ડ્રોઈંગરૂમમાં રાખવી જોઈએ.

જો તમે પોતાનું બાળક ઇચ્છતા હોવ અને ઘણા પ્રયાસો છતાં બાળક ન થતું હોય તો તેના માટે તમારે એવા લાફિંગ બુદ્ધાની મુર્તિ ઘરમાં લાવવી જેમની આસપાસ બાળકો ઘેરાયેલા હોય. આ મુર્તિને ઘરના મહત્ત્વના સ્થાન પર રાખો જ્યાં આખો દિવસ તમારી નજર આ મુર્તિ પર પડતી રહે. થોડાક જ સમયમાં તમારા ઘરે પારણું બંધાઈ જશે.

image source

લાફિંગ બુદ્ધાને ઘરમાં રાખતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે તેમની મુર્તિ પર ક્યારેય ધૂળ ન ચડવી જોઈએ તેને રોજ સાફ કરવી જોઈએ. ધૂળ ચડેલા લકી ચાર્મ ઘરમાં નેગેટીવ એનર્જીને પણ આમંત્રણ આપે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ