બહુ સારુ થયુ જ્યારે રોહિત શર્માએ માની લીધી ધોનીની આ એક વાત, નહિં તો..

ભારતીય ક્રિકેટ ટીમના હીટમેન કહેવામાં આવતા રોહિત શર્માએ જયારે પોતે પ્રથમ વન ડે મેચમાં બેવડી સદી ફટકારી હતી ત્યારે આ બેવડી સદી ફટકારવાનો શ્રેય ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને આપે છે. આ વાતની જાણકારી રોહિત શર્માએ ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન સાથે લાઈવ ચેટ કરી રહ્યા હતા તે દરમિયાન જણાવ્યું હતું.

image source

ભારતીય ક્રિકેટ ટીમના હીટમેન એવા રોહિત શર્માએ પોતાની આ વાતની વધુ જાણકારી આપતા કહે છે કે, ૨ નવેમ્બર, ૨૦૧૩ના રોજ ઓસ્ટ્રેલીયા વિરુદ્ધ રમવામાં આવેલી વન ડે ક્રિકેટ મેચમાં પ્રથમ બેવડી સદીની ઇનિંગ રહ્યા હતા. ઓસ્ટ્રેલીયા વિરુદ્ધ આ વન ડે મેચમાં મહેન્દ્ર સિંહ ધોની રોહિત શર્માની સાથે ઇનિંગના અંત સુધી રહ્યા અને ૨૦૯ રન બનાવીને મેં મારી પ્રથમ બેવડી સદી નોધાવી હતી. રોહિત શર્મા વિશ્વનો પ્રથમ એવા બેટ્સમેન છે જેમણે વન ડે ક્રિકેટ મેચમાં ત્રણ વાર બેવડી સદીનો રેકોર્ડ પોતાને નામ કર્યો છે. આમ રોહિત શર્માની પ્રથમ બેવડી સદીમાં મહેન્દ્ર સિંહ ધોનીએ ખુબ મહત્વનો ભાગ ભજવ્યો હતો.

image source

રોહિત શર્મા વધુ જણાવતા કહે છે કે, કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની સાથે ઓસ્ટ્રેલીયા વિરુદ્ધ રમવામાં આવેલ વન ડેની છેલ્લી ઓવરોમાં ૩૮ બોલમાં ૬૨ રનની પાર્ટનરશિપ થઈ, આ પાર્ટનરશીપ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ હતી. રોહિત શર્મા ઓસ્ટ્રેલીયા વિરુદ્ધ રમવામાં આવેલ વન ડે મેચ વિષે વધુ જણાવતા કહે છે કે, મેં ક્યારેય વિચાર્યું પણ ના હોતું કે, હું વન ડે મેચમાં બેવડી સદી પૂરી કરી શકીશ.

 

View this post on Instagram

 

A post shared by Stay Indoors India 🇮🇳 (@rashwin99) on

ત્યારે મહેન્દ્ર સિંહ ધોનીએ મને પ્રોત્સાહિત કરતા કહ્યું કે, હું જોખમ લવ છું, પણ તુ સેટ બેટ્સમેન છે એટલે હું ઈચ્છીશ કે તુ પુરેપુરી ૫૦ ઓવર સુધી બેટિંગ કરીશ.

image source

આમ રોહિત શર્માએ મહેન્દ્ર સિંહ ધોનીની વાત માનીને ઇન્ટરનેશનલ વન ડે ક્રિકેટમાં પોતાની પ્રથમ બેવડી સદી ફટકારી હતી. રોહિત શર્માએ વન ડે ક્રિકેટમાં ૯૧૧૫ રન બનાવ્યા છે. તેમજ રોહિત શર્માએ ૧૦૮ T-20 ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચમાં ૨૭૭૩ રન બનાવ્યા છે. તેમજ T- 20 ઇન્ટરનેશનલ મેચમાં વિશ્વની સૌથી વધારે ૪ સદી પોતાના નામે કરી છે. IPL મેચમાં હેટ્રિક લેનાર ક્રિકેટરોમાં રોહિત શર્માનું નામ પણ સામેલ છે.

image source

રોહિત શર્માએ IPLમાં ઘણી ઓછી બોલિંગ કરવાની તક મળી છે. વર્ષ ૨૦૦૯માં IPL મેચમાં ડેક્કન ચાર્જર્સ ટીમ તરફથી રમી રહ્યા હતા ત્યારે રોહિત શર્માએ મુંબઈ ઇન્ડિયન્સ વિરુદ્ધ એક મુકામ પ્રાપ્ત કર્યું છે. વર્ષ ૨૦૦૯ની સિઝનમાં રોહિત શર્માએ હેટ્રિક મેળવવા ઉપરાંત ૧૧ વિકેટ પણ લીધી હતી. રોહિત શર્માએ IPL મેચમાં અત્યાર સુધીમાં ૧૫ વિકેટ લઈ લીધી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ