લોકડાઉન ખુલતા જ હેરકટના ભાવમાં આવ્યો 40 ટકાનો ઉછાળો, એપોઇન્ટમેન્ટ લીધા વગર નહીં જઈ શકો સલૂનમાં

લોકડાઉન ખુલતા જ હેરકટના ભાવમાં આવ્યો 40 ટકાનો ઉછાળો – એપોઇન્ટમેન્ટ લીધા વગર નહીં જઈ શકો સલૂનમાં

સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારીના કારણે લગભગ બધા જ દેશોમાં લોકડાઉન જેવી સ્થિતિ છે. ભારત સરકારે પણ લગભગ છેલ્લા બે મહિનાથી લોકડાઉન જાહેર કર્યું હતું અને હાલ લોકડાઉન 4 ચાલી રહ્યું છે જેમાં કેટલીક છૂટછાટો રાજ્ય સરકારોને આપવામાં આવી છે જે હેઠળ રાજ્ય સરકારો તબક્કાવાર ધંધારોજગાર ખોલી રહ્યા છે.

image source

આખાએ લોકડાઉન દરમિયાન માત્ર ભારતનો જ નહીં પણ સમગ્ર વિશ્વના લોકોને એક પ્રશ્ન પોતાના વાળ વધવાનો પણ સતાવી રહ્યો છે. તમે ઘણી બધી વિડિયો પણ જોઈ હશે કે જેમાં માતાઓ પોતાના બાળકોના ઘરે જ વાળ કાપી રહી હોય. તાજેતરમાં સચીન તેંડુલકરે પણ પોતાના દીકરાના વાળ ઘરે જ કાપ્યા હતા તો હોલીવૂડના જાણીતા એક્શન સ્ટાર આર્નોલ્ડ સ્વાર્ત્ઝનેગરે પણ પોતાના દીકરાના વાળ ઘરે જ કાપ્યા છે.

image source

આમ છેલ્લા બે મહિનાથી વાળ નહીં કપાવ્યા હોવાથી વાળ વધવાની સમસ્યા સાર્વત્રિક બની ગઈ છે. અને હવે જ્યારે લોકડાઉન ખુલી ગયું છે અને કેટલીક શરતોને આધીન સલૂનને પણ ખોલવાની છૂટ મળી છે. જો કે કન્ટેઇનમેન્ટ ઝોનમાં હાલ માત્ર જરૂરિયાતની ચિજવસ્તુઓની વેચાણ કરતી દુકાનો જ ચાલુ રાખવાની છૂટ છે.

image source

પણ નોન કન્ટેઇનમેન્ટ ઝોનને ઘણીબધી છૂટ આપવામાં આવી છે. અને આ ઝોનમાં ઘણા બધા સલૂન પણ ખોલવામાં આવ્યા છે. જોકે સલૂનનમાં પણ ગ્રાહકોને કે તેમાં કામ કરતા કર્મચારીઓને ચેપ ન લાગે તે હેતુસર પીપીઈ કીટ પહેરીને કર્મચારીઓ વાળ કાપી રહ્યા છે.

image source

સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવી રહ્યું છે સલૂન્સમાં

લોકડાઉન 4 હેઠળ રાજ્યસરકાર દ્વારા છૂટછાટ મળ્યા બાદ નોન કન્ટેઇનમેન્ટ ઝોનમાં સલૂન ખૂલી રહ્યા છે, અને લોકો વાળ કપાવા પણ આવી રહ્યા છે. જો કે અહીં ગ્રાહકો તેમજ દુકાનદારો બન્નેમાં ભય તો રહેલો જ છે કે ક્યાંક તેમને ચેપ ન લાગી જાય. પણ સાથે સાથે તેઓ સાવચેતી પણ રાખી રહ્યા છે.

image source

સલૂનના માલિક તેમજ ત્યાં કામ કરતાં કર્મચારીઓ પીપીઈ કીટ પહેરીને પોતાનું કામ કરી રહ્યા છે. સરકારના સૂચનો પ્રમાણે સલૂનમાં ખૂરશીઓ પણ ઘટાડવામાં આવી છે. એટલે કે લગભગ 50 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. સામાન્ય સંજોગોમાં જ્યાં એક સમયે 5 -6 ખુરશીઓ પર લોકોના વાળ કાપવામાં આવી રહ્યા હતા ત્યાં હવે માત્ર 3 ખુરશીઓ જ મુકવામાં આવી છે. જેથી કરીને લોકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જળવાઈ રહે.

વાળ કપાવવા માટે લેવી પડે છે એપોઇન્ટમેન્ટ

image source

હા, હવે તમે પહેલાંની જેમ ખાલી બાઈક કે કારની ચાવી લઈને વાળ કપાવવા માટે નીકળી પડો તેવું નથી. હવે તમારે પહેલેથી જ વાળ કપાવવા માટે એપોઇન્ટમેન્ટ લેવી પડે છે. કારણ કે સલૂનવાળાએ મર્યાદિત સંખ્યામાં જ ગ્રાહકોને લેવાના હોય છે.

image source

આ ઉપરાંત તેમને સુરક્ષાના ભાગરૂપે પીપીઈ કીટ ખરીદવી પડતી હોવાથી તેમનો ખર્ચ પણ વધી ગયો હોવાથી તેમણે પોતાના હેરકટના ભાવમાં પણ 40 ટકા જેટલો વધારો કર્યો છે. જોકે કેટલાક સલૂનમાં ગ્રાહકોને વધેલા ભાવ બાબતે કોઈ ફરિયાદ નથી કારણ કે તેઓ પણ પોતાની સુરક્ષા જ ઇચ્છે છે. અને સમજે ખે કે પીપીઈ કીટ તેમની સુરક્ષા માટે પમ પહેરવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ