બાહુબલી ફેમ રાણા દગ્ગુબાતીએ પ્રેમિકા મિહિકા બજાજ કરી સગાઇ, જોઈ લો શેર કરેલી તસ્વીર

ભલ્લાલ દેવથી ન રહેવાયું પ્રપોઝ કર્યા બાદ કરી લીધી સગાઈ – જુઓ સુંદર તદસ્વીરો, બાહુબલીના ભલ્લાલદેવ એટલે કે રાણા દગ્ગુબાતીએ છેવટે મિહિકા બજાજ સાથે સગાઈ કરી જ લીધી

હજુ થોડા સમય પહેલાં જ બાહુબલીથી લોકપ્રિય બનેલા રાણા દગ્ગુબાતીએ પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું હતું અને તેણીએ લગ્ન માટે હા પાડી હતી તેની જાહેરાત કરતી એક સુંદર તસ્વીર પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેર કરી હતી. અને હવે બીજી એક સુંદર તસ્વીર સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે અને તે છે તેમની સગાઈની.

image source

રાણાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર મિહિકા સાથેની સુંદર તસ્વીર શેર કરતાં લખ્યું છે, ‘એન્ડ ઇટ્સ ઓફિશિયલ…’ આ તસ્વીરમાં કપલ સંપૂર્ણ ટ્રેડિશનલ વસ્ત્રોમાં જોવા મળી રહ્યું છે. રાણાએ સુંદર વ્હાઇટ શર્ટ અને નીચે વ્હાઇટ લૂંઘી પહેરી છે તો મિહિકાએ સુંદર પીંક, ગોલ્ડ, ઓરેન્જ સીલ્કની સાડી પહેરી છે. તેમના પ્રાંગણને ફુલોથી સજાવવામાં આવ્યું છે. આ ખરેખ એક સુંદર તસ્વીર છે. બન્ને આ તસ્વીરમાં ખુબ જ ખુશખુશાલ દેખાઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Rana Daggubati (@ranadaggubati) on

તસ્વીર શેર થતાં જ અને ફેન્સને તેમની સગાઈ થવાના સમાચાર મળતાં જ રાણાના અકાઉન્ટ પર શુભેચ્છાઓનો જાણે વરસાદ વરસી પડ્યો હતો. તેમણે 20મી મે એટલે કે ગઈકાલે બુધવારે જ પરિવારજનોની હાજરીમાં સગાઈ કરી લીધી છે. જોકે લોકડાઉનના કારણે તેઓએ સગાઈ ખુબ જ સાદાઈથી જ કરી છે. ફેન્સ ઉપરાંત રાણાના સાથી કલાકારોએ પણ તેને શુભેચ્છા પાઠવી છે.

 

View this post on Instagram

 

To the beginning of forever 💕 @ranadaggubati

A post shared by miheeka (@miheeka) on

મિહિકાએ પણ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક બીજી તસ્વીર આ જ અવસરની શેર કરી છે. તસ્વીરમાં રાણા અને મિહિકા એક સાથે ચાલી રહ્યા છે. મિહિકાએ તસ્વીરમાં કેપ્શન લખ્યું છે, ‘હંમેશ માટે સાથે રહેવાની શરૂઆત’ આ સાથે તેણીએ બેહાર્ટ ઇમોજી પણ શેર કર્યા છે.

રાણાના પિતાએ સગાઈ થઈ હોવાની ના પાડી હતી

 

View this post on Instagram

 

A post shared by Rana Daggubati (@ranadaggubati) on

થોડા સમય પહેલા જ્યારે રાણાના પિતા સુરેશ બાબુને એક વાર્તાલાપમાં સગાઈ વિષે પુછવામાં આવ્યું ત્યારે તેમણે ના પાડી હતી. અને બુધવારના રોજ બંન્ને કુટુંબના સભ્યો એટલે કે બજાજ અને દુગ્ગુબાટી પરિવાર મળ્યો હતો અને તેમણે રાણા અને મિહિકાના લગ્નની તારીખ નક્કી કરી છે. બન્ને પરિવાર આ સંબંધથી ખૂબ ખુશ છે.

ડીસેમ્બરમાં થઈ શકે છે લગ્ન

image source

રાણાના પિતા ડી સુરેશ બાબુએ એ ખબરની પુષ્ટી કરી છે કે રાણા અને મિહિકાના લગ્ન ડિસેમ્બરમાં થશે. એક મોટા અખબાર સાથેની વાતચિતમાં તેમણે જણાવ્યુ હતું કે આપત્તિની આ ક્ષણોમાં આખરે અમને સેલિબ્રેટ કરવાનો અવસર મળી ગયો. આખો પરિવાર ખુશ છે. બન્ને બાળકો એકબીજાને ઘણા લાંબા સમયથી જાણતા હતા. અમે તેમના માટે ખુશ છીએ. લગ્ન આ વર્ષે જ થશે. અમે ડિસેમ્બર આસપાસ વિચારી રહ્યા છે. અને બની શકે કે તે પહેલાં પણ લગ્ન થઈ જાય. બધું જ નક્કી થઈ ગયા બાદ વિગતો આપીશું. બાળકોએ અમને લોકડાઉનમાં પ્રોડક્ટિવ બનવાનો મોકો આપ્યો છે. હવે અમે લગ્નની તૈયારીઓમાં બિઝિ થઈ જઈશું.

image source

મિહિકા એક બિઝનેસ પરિવારની દીકરી છે. તેણી પોતે પણ એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની ધરાવે છે જેનું નામ છે ડ્યૂ ડ્રોપ ડિઝાઈન સ્ટૂડિયો. મિહિકાએ લંડનમાંથી આર્ટ એન્ડ ડિઝાઈનમાં માસ્ટર ડિગ્રી મેળવી છે ત્યાર બાદ મુંબઈમાંથી તેણીએ ઇન્ટિરિયર ડિઝાઈનીંગમાં ડિપ્લોમાં કર્યું છે. હાલ તેણી મુંબઈમાં જ કામ કરી રહી છે. તમને જણાવી દઈએ કે મિહિકા સોનમ કપૂરની પણ સારી મિત્ર છે તેણી સોનમના લગ્નમાં પણ હાજર રહી હતી. અને જ્યારે રાણાએ પોતાની મિહિકા સાથેની રિલેશનશિપ જાહેર કરી ત્યારે તેણીએ પણ મિહિકાને શુભેચ્છા પાઠવી હતી.

image source

તમને જણાવી દઈએ કે રાણાએ 12 મેના રોજ મિહિકા સાથેના પોતાના સંબંધો જાહેર કરીને લોકોને ચોંકાવી મુક્યા હતા. તેણે તે દિવસે મિહિકા સાથેની પોતાની એક તસ્વીર શેર કરતાં લખ્યું હતું. – અને તેણીએ હા કહી દીધું. ત્યાર બાદ રાણા દગ્ગુબાતીને રામચરણ, હંસિકા મોટવાણી, અનિલ કપૂર, શ્રૃતિ હસન, કિયારા અડવણી, તમન્ના ભાટિયા, દુલ્કર સલમાન, કાજલ અગ્રવાલ કૃતિ ખરબંદા સહીત ઘણા બધા સેલેબ્રીટીએ શુભેચ્છાઓ પાઠવી હતી. ઘણા લાંબા સમય સુધી રાણા અને મિહિકાએ પોતાના સંબંધો મિડિયાથી છુપાવી રાખ્યા હતા.

image source

રાણા દગ્ગુબાતીએ પોતાની કેરિયસની શરૂઆત અભિષેક બચ્ચનની ફિલ્મ દમ મારો દમથી કરી હતી. આ ફિલ્મમાં તે બિપાશા બાસુ સામે હતો, અને તે વખતે તે બન્નેના સંબંધોની અફવા ઉડી હતી. ખાસ કરીને તેમની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રીને લઈને. ત્યાર બાદ રાણાએ ડિપાર્ટમેન્ટ, યે જવાની હૈ દીવાની અને બેબીમાં કામ કર્યું છે. પણ 2015માં આવેલી સાઉથ ઇન્ડિયન ફિલ્મ બાહુબલી ધ બિગિનિંગથી તેને અનહદ લોકપ્રિયતા મળી અને ત્યાર બાદ તે તેના મૂળ નામથી નહીં પણ ભલ્લાલ દેવના નામે જ ઓળખાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ