રોગ પ્રતિકારક ક્ષમતા અને લોહીનું પરિભ્રમણ ફાસ્ટ કરવાના ૮ સરળ ઉપાય…

રોગપ્રતિકારક શક્તિ વધારવા તેમજ શરીરમાં લોહીના સર્ક્યુલેશનને વધારવા માટે અજમાવો આ સરળ ઉપાય

લોહી એ માનવશરીરનું એક અત્યંત મહત્ત્વનું દ્રવ્ય છે. તમારા શરીરને સ્વસ્થ રાખવાનું કામ તમારા શરીરની નસેનસમાં વહેતું લોહી જ કરે છે. માટે તમારે તમારા શરીરમાં વહેતું લોહી સ્વસ્થ રહે તે માટે સતત કાળજી રાખવી જોઈએ. કારણ કે આ જ સ્વસ્થ લોહી તમારા શરીરને અગણિત રોગોથી બચાવે છે. જો તમારું લોહી શુદ્ધ હશે તો તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બનશે અને જો તમારા લોહીનો પ્રવાહ પણ સતત ચાલુ રહેશે તો જ તમે તમારા સંપુર્ણ શરીરને સ્વસ્થ રાખી શકશો.

image source

આજના આ લેખમાં અમે તમારા માટે લોહીના સર્ક્યુલેશનને વધારવા તેમજ શરીરની ઇમ્યુનીટી એટલે કે રોગપ્રતિકારક શક્તિને મજબુત બનાવવાના ઉપાયો લઈને આવ્યા છે. જેનો પ્રયોગ કરવાથી તમે આજીવ સ્વસ્થ રહી શકશો.

શરીરમાં સારા બ્લડ સર્ક્યુલેશનનું મહત્ત્વ

image source

તમરા સંપુર્ણ શરીરમાં ન્યુટ્રિઅંટ્સ, ઇલેક્ટ્રોલાઇટ્સ, હોર્મોન્સ, ગરમી તેમજ ઓક્સિજન પહોંચાડવાનું કામ તમારું લોહી જ કરે છે. અને આ જ લોહી તમારા શરીરને વિવિધ જાતની બિમારીઓથી બચાવવાનું એટલે કે ઇમ્યુન કરવાનું એટલે કે તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે.

તેના માટે શરીરમાં લોહીનું સર્ક્યુલેશન સતત થતું રહેવું જરૂરી છે. પણ તેના માટે તમારા હૃદયના ધબકારા, તમારા લોહીની શર્કરા, તમારા લોહીનો પ્રકાર તેમજ તમારા લોહીમાં રહેલું કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં હોવું જરૂરી છે. અને આ બધા જ સંતુલનો જાળવવા માટે અમે તમને સરળ ઉપાયો જણાવવી રહ્યા છે. તો ચાલો જાણીએ આ સરળ ઉપાયો વિષે.

સાઇકલ ચલાવવી (સાઇક્લીંગ)

image source

સાઇકલ ચલાવવી પણ એક પ્રકારની કાર્ડીઓ એક્સરસાઇઝ જ છે. તે તમારા હૃદયને સ્વસ્થ બનાવે છે અને હૃદય સ્વસ્થ રહેશે તો તે શરીરમાં લોહીને પંપ કરીને શરીરના દરેક ભાગમાં યોગ્ય પ્રમાણમાં નિયમિત રીતે પહોંચાડી શકશે. અને આમ થવાથી તમારો ઇમ્યુનિટિ પાવર પણ વધી જશે જે તમને અનેક બિમારીઓથી દૂર રાખશે. આ સિવાય સાઇકલીંગ કરવાથી તમારામાં એક પ્રકારનો આત્મવિશ્વાસ આવે છે અને તમે દિવસ દરમિયાન પ્રસન્ન રહો છે.

ચાલવું (વૉક)

image source

ચાલવું એ બીજા બધા જ વ્યાયામ કરતાં ઉત્તમ છે. ચાલવાથી માત્ર તમારું બ્લડ સર્ક્યુલેશન જ નહીં વધે પણ તે એક કાર્ડીઓ એક્સરસાઇઝ હોવાથી તે તમારા હૃદયને પણ સ્વસ્થ રાખે છે. અને મહિલાઓ માટે ચાલવું એ ઉત્તમ વ્યાયામ છે. જે મહિલાઓ પોતાના વ્યસ્ત દિવસ દરમિયાન વ્યાયામ માટે સમય ન કાઢી શકતી હોય તેમણે દીવસમાં માત્ર સવાર, સાંજ કે રાત્રે જમ્યા બાદ કે સવારના નાશ્તા બાદ અરધો કલાક તો વોક કરી જ લેવી જોઈએ. તે માત્ર તમારા શરીરને જ નહીં પણ તમારા મનને પણ પ્રસન્ન રાખશે.

યોગાસન

image source

યોગાસન એ પૌરાણીક ભારતની આધુનિક વિશ્વને દેન છે. જે જેટલું ભારતમાં જ પ્રચલિત છે તેટલું જ સમગ્ર વિશ્વમાં પ્રચલિત છે. અને લોકો તેના શારીરિક તેમજ માનસિક ફાયદા પણ જાણે છે. યોગાસન તેમજ પ્રાણાયામ શરીરને રોગમુક્ત કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. સરળ યોગાસનો જેમ કે પ્રાણાયામ વિગેરે તમારા લોહીના સર્ક્યુલેશન સુધારે છે અને શરીરની ઇમ્યુનીટી પણ મજબુત બનાવે છે.

પુષ્કળ પાણી પીવો

image source

કોઈ પણ સંજોગોમાં તમારે તમરા શરીરને હાઇડ્રેટ રાખવાનું છે એટલે કે તેમાંથી પ્રવાહીને ઘટવા નથી દેવાનું. તેના માટે પાણી એક ઉત્તમ કુદરતી ઔષધી સમાન છે. શરીરને એકધારુ પાણી પુરુ પાડવાથી વધારાનું પાણી શરીરમાંથી નીકળતું રહેશે અને તેમાં શરીરમાં રહેલા ઝેરી તત્ત્વો પણ નીકળતા રહેશે અને આ રીતે તમારા શરીરની સાથે સાથે તેમાં વહેતું લોહી પણ શુદ્ધ રહેશે.

image source

પણ પાણી પીતી વખતે તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તે ઠંડુ ન હોય. તમે સામાન્ય તાપમાનવાળુ અથવા તો હુંફાળુ પાણી પી શકો છો. પણ ઠંડુ પાણી તમારા શરીરને નુકસાન કરશે. તમે માટલાનું પાણી પણ પી શકો છો. પણ ફ્રીઝનું પાણી સદંતર ટાળવું જોઈએ.

માલિશ

image source

મસાજની પ્રક્રિયામાં તમારા શરીરને કોઈ જ કષ્ટ નથી પહોંચતું પણ માત્ર આરામ જ પહોંચે છે. મસાજ કરવાથી તમારા શરીરમાંનુ બ્લડ સર્ક્યુલેશન વધી જાય છે. મસાજની પ્રક્રિયામાં લોહી શરીરના કોમળ ટીશ્યુમાં પહોંચે છે. મસાજ કરાવ્યા બાદ તમે એક અનેરી સ્ફૂર્તિ તેમજ તાજગી અનુભવો છો અને તમારો કેટલાએ દિવસોનો થાક ઉતરી જાય છે.

પ્રસન્નચિત મનઃસ્થિતિ (હસવું-હસાવવું)

image source

કહેવાય છે કે હસવાથી રક્ત સંચાર વધે છે. અને તેમ થવાથી શરીર વધારે પ્રમાણમાં ઓક્સિજન મેળવી શકે છે. જો મન પ્રસન્નચિત રહે તો તેની અસર તમારા શરીરની અંદર અને શરીરની આસપાસ ખુબ જ હકારાત્મક રહે છે. તેનાથી ચહેરો પણ તાજો લાગે છે અને સ્વભાવ પણ સૌમ્ય બને છે.

તરવું (સ્વિમિંગ)

image source

જો તમને સ્વિમિંગ કરતાં આવડતું હોય અને તમારી નજીકમાં જ ક્યાંય સ્વિમિંગપુલની વ્યવસ્થા હોય તો શરીર માટે સ્વિમિંગ જેવી બીજી કોઈ ઉત્તમ એક્સરસાઇઝ નથી. સ્વિમિંગ કરવાના અનેક ફાયદા છે અને તે શરીરમાંના રક્તસંચારને વધારવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત જો તમે તરવામાં માહેર હોવ અથવા નવું નવું શિખ્યા હોવ તો તેમાં નીતનવા પ્રયોગો કરવાની તમને મજા આવશે. સ્વિમિંગ એક એક્સરસાઇઝ તો છે જ પણ આપણે એ ન ભુલવું જોઈએ કે તે એક રમત પણ છે અને રમત તો હંમેશા ફનથી ભરપુર જ હોય છે.

સુતિ વખતે પગનો આ સરળ વ્યાયામ અપનાવીને લોહીનું સર્ક્યુલેશન વધારો

આ કોઈ વ્યાયામ નથી પણ તમારે સુતી વખતે માત્ર તમારા પગને એક ચોક્કસ સ્થિતિમાં થોડીવાર માટે રાખવાના છે અને તેમ કરીને તમે તમારા લોહીના સર્ક્યુલેશનને આરામ કરતાં કરતાં પણ વધારી શકો છો.

image source

તેના માટે તમારે દીવસ દરમિયાન તમે જ્યારે આડા પડો ત્યારે તમારા પગને થોડા ઉપર રાખવા તમે સીધા સુતા હોવ કે ઉંધા સુતા હોવ કોઈ પણ સ્થિતિમાં તમારા પગને તમારે થોડી વાર માટે અદ્ધર રાખવા.

તો ઉપર જણાવેલા સરળ ઉપાય અજમાવો અને તમારા શરીરના લોહા સર્ક્યુલેશનને વધારી તમારા હૃદયને સ્વસ્થ બનાવો અને આજીવન સ્વસ્થ રહો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ