અયોધ્યા કેસ: રામ મંદિરના નિર્માણમાં સોનાની ઇટો આપશે બાબર અને મુઘલોનો વંશજ…

રામ મંદિરના નિર્માણમાં સુવર્ણ ઈંટો પ્રદાન કરશે, બાબર અને મુઘલોના વંશજ…

image source

આજે ભારતીય સંવિધાનિક અને કાયદાકાનૂનની રીતે એક એવો ઐતિહાસિક ચુકાદો આવ્યો છે, જેની રાહ આપણે સૌ દાયકાઓથી જોતાં હતાં. હંમેશાં આ એવો વિવાદિત કેસ રહ્યો છે, જેની માત્ર તારીખો પડતી હતી. પરંતુ આજે અયોધ્યા મંદિર અને રામ જન્મભૂમિના કેસ પરના નિર્ણાયત્મક ચુકાદા બાદ તમામ ચર્ચાઓ અને વિવાદોનો અંત આવી ગયો.

image source

આ નિર્ણયની સાથે અનેક લોકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા અને અનેક લોકો પ્રતિક્રિયાઓ પણ આપી. આની સાથે અમે આજે આપને એક એવા સમાચાર પણ જણાવીશું જે જાણીને માત્ર નવાઈ જ નહીં લાગે પરંતુ ગૌરવ પણ થશે. ચુકાદા બાદ, એવા એક સમાચાર જાણવા મળ્યા છે, કે બાબર અને મુઘલ પેઢીના એક વંશજ તરફથી એક નોંધનીય નિવેદન આવ્યું હતું. આ મુઘલ બાદશાહ બહાદૂર શાહ જફરના પ્રપોત્ર યાકૂબ હબીબુદ્દીન કે જેમને પ્રિન્સ તુસી નામથી સૌ વધારે ઓળખે છે, તેમણે નિવેદન આપ્યું છે. જેની સૌએ નોંધ લીધી છે.

પ્રિન્સ તુસીએ આપ્યું ચુકાદાને સમર્થન…

image source

મુઘલ બાદશાહ બહાદૂર શાહ જફરના પ્રપોત્ર યાકૂબ હબીબુદ્દીન ઉર્ફે પ્રિન્સ તુસીએ સુપ્રિમ કોર્ટના આ મહત્વના અને નિર્ણાયક ચુકાદાને અંતર્ગત એક એવું એલાન કર્યું છે. જેને જાણીને સૌ કોઈએ એમના એલાનની સરાહના કરી છે. તેમણે ચુકાદો આવ્યા બાદ મહત્વના અને ઐતિહાસિક નિર્ણયને આપ્યું સમર્થન…

ઐતિહાસિક નિર્ણય વિશે પ્રિન્સ તુસીએ આપ્યું નિવેદન…

image source

પ્રિન્સ તુસીએ જણાવ્યું કે મુગલ બાદશાહ બાબરના સાશન દરમિયાન સન ૧૫૨૯માં બાબરી મસ્જિદ બનાવી હતી અને પોતે આ મુઘલ સાશકોના વંશજ છે. તેમણે ઉમેર્યું કે તેમને જમીન વંશજ તરીકે સોંપી દેવાશે તો પણ તેઓ લોક ભાવનાને ધ્યાનમાં રાખીને આ જમીન મંદિરના નિર્માણ હેતુ દાનમાં આપી દેશે. પરંતુ નિર્ણય આવ્યા બાદ તેમણે સુવર્ણ ઈંટ આપવાનું નિવેદન કર્યું છે.

રામ મંદિરના નિર્માણ હેતુ પ્રદાન કરશે, સુવર્ણ ઈંટ…

image source

પ્રિન્સ તુસીએ એમના નિવેદનમાં જણાવ્યું કે તેઓ સુપ્રિમ કોર્ટના ચુકાદાનું સન્માન કરે છે. તેમણે કહ્યું કે તો મંદિર ટ્રસ્ટને મંદિર નિર્માણ હેતુ સોનાની ઇંટ આપશે. તેઓએ વધુમાં જણાવ્યું કે તેઓ સૌ પક્ષોને અને તમામ લોકોને શાંતિ જાળવવા અને ભાઈચારો રાખવાની અપીલ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ