બેસન અને દહીંના હેરપેકથી ચમકી જશે તમારા વાળ – જાણો બનાવવાની અને લગાવવાની રીત..

જો તમે સ્વસ્થ ચમકીલા વાળ ઇચ્છતા હોવ તો દહીં અને ચણાના લોટનો આ હેર પેક ચોક્કસ અજમાવો

દહીંને આયુર્વેદમાં દૂધ કરતા પણ ગુણવાન માનવામાં આવે છે. દહીં શરીરને આંતરિક રીતે તો ફાયદો પહોંચાડે જ છે પણ તે શરીરની બાહ્ય સુંદરતામાં પણ વધારો કરે છે. આજે અમે તમને દહીંથી થતાં ત્વચાને લગતાં ફાયદાઓ વિષે નહી જણાવીએ પણ દહીંને વાળમાં લગાવવાથી થતાં ફાયદા વિષે અને તેના હેરપેક વિષે જણાવીશું.

image source

ઘણીવાર એવું બનતું હોય છે કે મેકઅપ કે પછી કુદરતી સૌંદર્યવાન ત્વચાના કારણે સ્ત્રીનો ચહેરો તો સુંદર લાગે છે પણ વાળની યોગ્ય સંભાળ ન લેવાથી અથવા કુદરતી રીતે જ વાળ સુંદર ન હોવાથી તેમનો દેખાવ ઝાંખો પડી જાય છે. આજે મહિલાઓમાં વાળ લાંબા કરવાનો ક્રેઝ ઓછો છે પણ તે સિલ્કી અને શાઇની હોવાનો દરેક મહિલા આગ્રહ રાખતી હોય છે. તેના માટે મહિલાઓ વિવિધ જાતના શેમ્પુ, કન્ડીશનર તેમજ હેર ટ્રીટમેન્ટ કરાવતી હોય છે. પણ આજે અમે આ લેખ દ્વારા એક એવો નુસખો બતાવવા જઈ રહ્યા છે જે ખુબ જ સસ્તામાં તમારા વાળને કુદરતી તેમજ સ્વસ્થ રીતે સિલ્કી અને શાઈની બનાવશે.

આજના આ નુસખામાં તમારે માત્ર દહીં તેમજ ચણાના લોટની જ જરૂર પડવાની છે. અને આ બે સામગ્રી દેશના દરેકે દરેક ઘરમાં હોય જ છે. માટે તેના માટે સ્પેશિયલ વ્યવસ્થા પણ નથી કરવી પડતી અને તમે જ્યારે ઇચ્છો ત્યારે આ બન્ને સામગ્રીનો ઉપયોગ કરીને સુંદર સિલ્કી વાળના માલિક બની શકો છો. અને માત્ર તેટલું જ નહીં પણ આ હેર પેકથી તમારા વાળ મજબુત અને ઘેરા પણ બનશે. તો ચાલો તમને જણાવીએ કે દહીં અને ચણાના બેસનનો હેરપેક કેવી રીતે બનાવવો.

દહીની ખાસિયતો

image source

દહીંને વાળમાં લગાવવાથી તમારા માથાનું તાળવું એકદમ સ્વચ્છ થઈ જાય છે. દહીંમાં લેક્ટો બેસિલિયસ નામના હેલ્ધી બેક્ટેરિયા હોય જે તમારા તાળવાને એટલે કે સ્કાલ્પને સ્વચ્છ કરીને તમારા વાળનો ગ્રોથ વધારે છે. ઉપરાંત દહીંમાં એન્ટિઓક્સિડેંટ્સ પણ સારા પ્રમાણમાં હોય છે જે તમારા વાળને સુંદર તો બનાવે જ છે પણ સાથે સાથે સ્વસ્થ પણ બનાવે છે.

ચણાના લોટની ખાસિયતો

image source

ચણાના લોટનો આપણે શરીરને સ્વચ્છ કરવા માટે ઉબટન તરીકે ઉપયોગ કરીએ છીએ. અને આ પ્રયોગ આયુર્વેદના સમયથી ચાલતો આવ્યો છે. ચણાના લોટ એટલે કે બેસનને દહીંમાં મિક્સ કરવામાં આવે તો આ બન્ને કુદરતી તત્ત્વો મળીને વાળ પર જાદૂઈ અસર કરે છે.

image source

ચણાના લોટ અને દહીંના પેકથી વાળને અઢળક ફાયદો થાય છે.

  • – ચણાના લોટથી વાળ મજબૂત બને છે.
  • – વાળનમો ગ્રોથ વધે છે, વાળ મુલાયમ તેમજ સ્વચ્છ બને છે.
  • – તેમજ તમારા વાળ જે વિખરાયેલા રહે છે તે પણ નથી રહેતાં એટલે કે ફ્રીઝી હેરથી છૂટકારો મળે છે.
  • – આ સિવાય જો તમને તમારા વાળ રુક્ષ એટલે કે ડ્રાઈ રહેવાની ફરિયાદ રહેતી હોય તો તમારી તે સમસ્યા પણ કાયમને માટે દૂર થઈ જાય છે.
  • – જો તમને માથામાં ખોડો થવાની સમ્સયા રહેતી હોય તો આ પેકનો ઉપયોગ કરવાથી તમારા વાળમાં ડેંડ઼્રફ થતો અટકે છે.
  • – વાળની એક સર્વસામાન્ય સમસ્યા છે, બે મોઢાવાળા વાળ. આ લેપનો નિયમિત ઉપયોગક કરવાથી તમારી આ સમસ્યા પણ દૂર થઈ જશે.

દહીં અને ચણાના લોટનો હેર પેક બનાવવાની રીત

image source

હેરપેક બનાવવા માટેની સામગ્રી

image source
  • 1 વાટકી ચણાનો લોટ
  • 1 વાટકી દહીં

હેરપેક બનાવવાની રીત

  • – સૌ પ્રથમ એક બોલ લેવો તેમાં એક વાટકી ચણાનો લોટ અને એક વાટકી દહીં ઉમેરવા અને તેને બરાબર મિક્સ કરી લેવા.

    image source
  • – હવે બરાબર મિક્સ થઈ ગયા બાદ તે પેસ્ટને તમે જેમ મહેંદી લગાવતા હોવ તે રીતે બધા જ વાળને પેસ્ટ અડે તે રીતે તેને વાળમાં લગાવી લો.
  • – હવે વાળમાં હેરપેક લગાવી લીધા બાદ તેને અરધા પોણા કલાક માટે તેમજ રાખો.
  • – હવે અરધા પોણા કલાક બાદ હેરપેક તમારા વાળ તેમજ મુળિયામાં ઉતરી ગયો હશે. અને હવે તમે તેને પાણી દ્વારા ધોઈ શકો છો.
  • – પાણી દ્વારા વાળમાંથી હેરપેક દૂર કર્યા બાદ તમારે માઇલ્ડ શેમ્પુથી વાળ ધોઈ લેવા. જો તમારી પાસે માઇલ્ડ શેમ્પુ ન હોય તો તમે જે રેગ્યુલર શેમ્પુ વાપરતા હોવ તેમાં પાણી ઉમેરી તેને ડાઇલ્યુટ કરીને તેનો ઉપયોગ કરી શકો છો.
image source

આ પેકનો ઉપર જણાવેલી રીતે નિયમિત પ્રયોગ કરવાથી તમારા વાળ કાયમને માટે સોફ્ટ, સીલ્કી અને શાઈની રહેશે અને સાથે સાથે મજબુત અને ઘેરા પણ બનશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ