કિડનીથી લઇને આ અનેક મોટી બીમારીઓથી બચવુ હોય તો આજથી ROનુ પાણી પીવાનુ કરી દો બંધ…

શુદ્ધ પાણી મેળવવા ઘરમાં લગાડવામાં આવતી આરો સિસ્ટમ પણ બીમાર બનાવી શકે છે.

પહેલાના જમાનામાં તો લોકો દૂર-દૂરથી તળાવમાંથી કે નદીમાંથી પાણી ભરીને લઈ આવતા હતા એ પછી ધીરે ધીરે ન આવ્યા અને નળમાંથી ગાળીને પાણી વાપરવામાં આવતુંહવે તો લગભગ દરેક ઘરની અંદર પીવાના પાણી માટે આર.ઓ સિસ્ટમ લગાડવામાં આવે છે.

આરો સિસ્ટમ પીવાનું પાણી તો શુદ્ધ કરે છે પરંતુ સાથે સાથે પાણીમાં રહેલા કુદરતી મિનરલસને પણ દૂર કરે છે જેને કારણે બીમારીઓથી બચવા માટે જે શુદ્ધ પાણીનો ઉપયોગ આપણે સૌ કરીએ છીએ એ જ શુદ્ધ પાણી આપણી બીમારીનું મૂળ કારણ બની જાય છે.

image source

આરો સિસ્ટમ એટલે રિવર્સ ઓસ્મોસિસ વોટર પ્યોરીફાયરમોટા શહેરોમાં જ્યાં પાણી પીવા લાયક નથી ત્યાં તેમજ જ્યાં ગ્રાઉન્ડ વોટર નું ઉપયોગ તરીકે કરવો પડે છે ત્યાં આરો સિસ્ટમ વસાવવી જરૂરી થઇ પડી છે પણ રિવર્સ ઓસ્મોસિસ વોટર પ્યુરીફાયર પીવાના પાણીમાં રહેલા અશુદ્ધ બેક્ટેરિયાને દૂર કરે છે

પરંતુ સાથે સાથે પાણીમાં રહેલા શરીર માટેના જરૂરી મિનરલ્સ પણ દૂર કરે છેપાણી માંથી મળતા મિનરલ્સની ઊણપ થી હાડકા લીવર કિડનીની બીમારી ઉપરાંત બ્લડપ્રેશર અને હૃદયને લગતી સમસ્યાઓ પણ સર્જાઈ શકે છે.આ જ કારણોસર નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા આરો સિસ્ટમ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી છે.

image source

કેન્દ્ર સરકાર દ્વારા 21 શહેરોમાં પાણીની ગુણવત્તા અંગે કરવામાં આવેલા સર્વે મુજબ દિલ્હીનું પાણી સૌથી વધુ પ્રદૂષિત હોવાનું સાબિત થયું છે.ખાસ કરીને ગ્રેટર નોઇડામાં પાણીમાં ટીડીએસની માત્રા 300થી વધારે જોવા મળે છે .

પાણીમાં વધુ પડતી ટીડીએસની માત્રા નુકસાનકારક છે જેનાથી બચવા માટે લોકો ઘરમાં આરો સિસ્ટમ લગાવે છે,પણ આરો સિસ્ટમ દ્વારા પાણીમાં વધુ પડતી ઘટી જતી ટીડીએસની માત્રા પણ નુકસાનકારક છે.

ગ્રેટર નોઈડા સ્થિત યથાર્થ હોસ્પિટલના ડોક્ટર આશિમા રંજન જણાવે છે કે શરીરને તંદુરસ્ત રાખતા મહત્ત્વના minerals પાણીમાંથી ઉપલબ્ધછે આરો સિસ્ટમ માં શુદ્ધ થતાં પાણીમાંથી જરૂરી નથી પણ નીકળી જાય છે

image source

આરો સિસ્ટમ પાણીને સોફ્ટ બનાવે છે જે તરસ બુઝાવે છે પરંતુ સ્વાસ્થ્યની રક્ષા કરવા માટે સોફ્ટ વોટર બિન ઉપયોગી સાબિત થયું છે.

આર ઓનું પાણી લાંબો સમય વાપરવાથી કિડની, હાર્ટ અને લીવર સંબંધિત રોગ થઈ શકે છે.ડોક્ટર આશિમા આરો પ્લાન્ટનું પાણી વાપરવાને બદલે ઉકાળેલું પાણી પીવાનું સૂચન કરે છે.પાણી ઉકાળવાથી શુદ્ધ થાય છે અને તેના મિનરલ્સ પણ જળવાઈ રહે છે.

ડોક્ટર રાશિમાં ની ભલામણ મુજબ ઘરમાં આરો સિસ્ટમ ના પાણીનું ટીડીએસ લેવલ વારંવાર ચેક કરાવતા રહેવું જોઈએ.પીવાના પાણી નું ટીડીએસ લેવા 120થી 200 ની માત્રામાં હોવું જરૂરી છે.

image source

૭૫થી ઓછી માત્રામાં ટીડીએસ ધરાવતા પાણી પીવાથી હાડકા નબળા પડે છે જ્યારે 150ની માત્રાથી વધારે ટીડીએસ લેવલ ધરાવતો પાણી પણ નુકસાનકારક છે.પાણીમાં વધુ પડતા ટીડીએસથી પથરી થઈ શકે છે.પાંચસોથી વધારે ટીડીએસ ધરાવતું પાણી જીવલેણ પણ સાબિત થઈ શકે છે.

પીવાના પાણીમાં સોડિયમ, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ ,આયર્ન ,કોપર અને સેલેનિયમની માત્રા એક સરખી હોવી જોઈએ.પાણીમાં મિનરલ્સની અસંતુલિત માત્રા બ્લડ પ્રેશર, હૃદય રોગ તથા હિમોગ્લોબીનને લગતી સમસ્યા સર્જે છે.

image source

સોડિયમની અપૂરતી માત્રાને કારણે લો બ્લડપ્રેશર થાય છે તો વધુ પડતું સોડિયમ હાઈ બ્લડ પ્રેશર માટે જવાબદાર છે.

શરીરમાં કેલ્શિયમની ઉણપથી હાડકા નબળા પડે છે .કેટલીકવાર હાડકાં ઓગળવા માંડે છે અને ઓસ્ટીયોપોરોસિસની બીમારી પણ લાગુ પડી શકે છે.

પોટેશિયમ શરીર માટે બહુ મહત્વનું ખનીજ તત્વ છે. શરીરમાં પોટેશિયમનું લેવલ ઓછું થતા જ થાક વર્તાય છે અને વધુ માત્રામાં ઓછું થયેલું પોટેશિયમ paralysis ના હુમલા માટે જવાબદાર છે.

image source

પોટેશિયમની ઉણપ ને કારણે શરીરના સ્નાયુઓ યોગ્ય રીતે કામ કરતા નથી જે હ્રદય પર દબાણ સર્જે છે.

મેગ્નેશિયમ નું તત્વ શરીરના સેલ ની અંદર રહેલા વિટામિન ની દેખરેખ રાખે છે.તેમાં ઉણપ સર્જાવાથી રક્ત પરિભ્રમણ પર અસર થાય છે.

આયર્નની ઉણપને કારણે એનિમિયા થાય છે.એનીમિયાને કારણે શરીરમાં થાક વર્તાય છે.લોહીમાં હીમોગ્લોબિન લેવલ જાળવી રાખવા માટે આયન તત્વ ખૂબ જરૂરી છે.

image source

કોપર સલ્ફેટ અને સેલેનિયમ જેવા micronutrients પણ શરીર માટે ખૂબ જ મહત્વના પોષક તત્વો છે.

કોપર શરીરના કોષ ની સાઇકલ મેઈન્ટેઈન કરે છે.

ફોસ્ફેટ શરીરની ઉર્જા નું સંચાલન કરે છે.

image source

સેલેનિયમ શરીરમાં એન્ટીઓક્સીડેન્ટનું કામ કરે છે.

શરીરમાં મિનરલ્સની જરૂર બહુ જ ઓછી હોય છે પરંતુ આ તમામ મિનરલસ નિર્ધારિત માત્રામાં શરીરને મળવા જરૂરી છે.આ પોષક તત્વોની ઉણપ અનેક બીમારીઓનું મૂળ બને છે.

image source

આરો સિસ્ટમ પાણીનું શુદ્ધિકરણ કરવાની સાથે સાથે આ પોષક તત્વોને પણ પાણી માંથી દૂર કરે છે માટે આરો પ્યોરીફાયર અપનાવતા પહેલા તેના વિશે પૂરી જાણકારી મેળવી લેવી જરૂરી બને છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ