KBCના ચાહક આ માહિતી વાંચીને થઇ જશે એકદમ દુખી-દુખી, જાણો એની પાછળ શું છે કારણ…

કેબીસીની 11મી સીઝન થશે પૂર્ણ, આ વિવાદો રહ્યા ચર્ચામાં

અમિતાભ બચ્ચન જેના હોસ્ટ છે તેવા લોકપ્રિય શો કોન બનેગા કરોડપતિની 11મી સીઝન આગામી સપ્તાહથી પૂર્ણ થશે. કોન બનેગા કરોડપતિની 11મી સીઝન 1 મે 2019થી શરૂ થઈ હતી. આ સીઝનમાં પહેલીવાર ચાર સ્પર્ધકો કરોડપતિ બન્યા છે.

image source

આ શોની ટીઆરપી પણ આ વખતે સૌથી વધારે રહી હતી. પરંતુ હવે આ શોનો અંતિમ એપિસોડ 29 નવેમ્બરએ જોવા મળશે અને ત્યારબાર કેબીસીને ઓફએર કરી દેવામાં આવશે. સોની ટીવી પર કેબીસીના સ્લોટમાં 2 ડિસેમ્બરથી બેહદ 2 સીરીયલ શરૂ થવાની છે.

image source

મહત્વપૂર્ણ છે કે કેબીસીની આ 11મી સીઝનમાં અન્ય સીઝન કરતાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા હતા. આ શો ઓનએર થયો ત્યારથી લઈને ઓફએર થવા સુધીની બધી જ અપડેટ અમિતાભ બચ્ચને પોતે શેર કરી હતી.

image source

શોના પ્લાનની ઓફિશિયલ જાહેરાત પણ અમિતાભ બચ્ચને પોતાની પોસ્ટ દ્વારા કરી હતી. કેબીસીના હોસ્ટ અમિતાભ બચ્ચનએ શરૂઆતમાં જ જણાવી દીધું હતું કે કેબીસીની આ સીઝન 13 સપ્તાહની છે. સીઝનમાં કુલ 65 એપિસોડ હશે.

image source

હવે જો કેબીસીની આ સીઝનની સૌથી ખાસ અને વિવાદાસ્પદ ઘટનાઓની વાત કરીએ આ વખતે કેબીસી અનેક બાબતોના કારણે ખૂબ જ ખાસ રહ્યું હતું. પહેલીવાર કેબીસીમાં એક નહીં, બે નહીં પણ ચાર-ચાર સ્પર્ધકો કરોડપતિ બન્યા છે.

image source

કેબીસી સાથે કેટલાક વિવાદો પણ જોડાયા છે. જેમાં પહેલો વિવાદ સોનાક્ષી સિન્હાના એપિસોડ બાદ સર્જાયો હતો.. જ્યારે સોનાક્ષી ‘કેબીસી 11’ના ‘કર્મવીર’ એપિસોડમાં રાજસ્થાનની રૂમાદેવી સાથે આવી હતી ત્યારે તે ખૂબ ટ્રોલ થઈ હતી. અમિતાભ બચ્ચને સોનાક્ષી અને રૂમા દેવીને એક પ્રશ્ન પૂછ્યો હતો કે રામાયણ અનુસાર હનુમાન કોના માટે સંજીવની બૂટી લાવ્યા હતા?

image source

આ પ્રશ્નનો જવાબ સોનાક્ષી પણ આપી શકી નહીં અને જવાબ આપવા માટે એક્સપર્ટની મદદ લેવી પડી હતી. આ બાબતે સોશિયલ મીડિયામાં યૂઝર્સએ તેની ઘણો મજાક ઉડાવી હતી.

આ શો સાથે તેના અંતિમ ચરણમાં પણ એક વિવાદ થયો હતો. જ્યારે શોમાં છત્રપતિ શિવાજી મહારાજ સાથે સંબંધિત પ્રશ્ન પર દર્શકો શો મેકર્સ અને હોસ્ટ અમિતાભ બચ્ચનથી પણ નારાજ થઈ ગયા હતા. આ વિવાદ વધતા અમિતાભ બચ્ચન અને શો મેકર્સને સાર્વજનિક રીતે દર્શકો અને લોકોની માફી માગવી પડી હતી.

image source

વિવાદ એક પ્રશ્નના કારણે થયો હતો જેના વિકલ્પોમાં ‘છત્રપતિ શિવાજી મહારાજ’ને બદલે માત્ર ‘શિવાજી’ લખેલું હતું અને અમિતાભ બચ્ચન પણ મહારાજ શિવાજીને બદલે શિવાજી બોલ્યા હતા.

image source

આ એપિસોડ બાદ સોશિયલ મીડિયા યૂઝર્સએ શોના મેકર્સ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી અને કેબીસીને બોયકોટ કરવા કહ્યું હતું. આ વિવાદ બાદ શોના મેકર્સએ અને હોસ્ટ અમિતાભ બચ્ચનએ આ ક્ષતિને ટેકનીકલ ખામી દર્શાવી અને લોકોની લાગણી દુભાઈ તે બદલ માફી માંગી હતી. ત્યારબાદ સમગ્ર મામલો થાળે પડ્યો હતો.

image source

ઉલ્લેખનીય છે કે વિવાદો વચ્ચે પણ કેબીસીની 11મી સીઝન લોકપ્રિય રહી અને હવે આ સપ્તાહના અંત સાથે કેબીસીની 11મી સીઝનનો પણ અંત થશે. આ સીઝનનો છેલ્લો એપિસોડમાં સમાજ સેવિકા અને લેખિકા સુધા મૂર્તિ અમિતાભ બચ્ચન સાથે કેબીસી રમશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ