આ કારણોસર કમુરતામાં ના કરવા જોઇએ શુભ કાર્યો, જાણો નહિં તો પાછળથી પસ્તાશો..

13 ડિસેમ્બરથી શરૂ થશે કમુરતા, જાણો શા માટે ન કરવા જોઈએ આ સમય દરમિયાન શુભ કાર્યો

હિન્દુ ધર્મમાં કોઈપણ શુભ કાર્ય કરવા માટે શુભ દિવસ, શુભ સમય, મુહૂર્ત જોવામાં આવે છે અને ત્યારબાદ જ કોઈપણ કાર્ય કરવામાં આવે છે. આમ કરવાનું મુખ્ય કારણ એ હોય છે શરૂ કરેલું કાર્ય કે માંગલિક પ્રસંગ સફળતાપૂર્વક પૂર્ણ થાય અને તેમાં ભાગ લેનાર દરેક વ્યક્તિ તેનો પૂરો લાભ મેળવી શકે.

image source

હિન્દુ કેલેન્ડર અનુસાર શરદ ઋતુમાં એક મહિનો એવો આવે છે કે જ્યારે માંગલિક કાર્યો કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે છે. તેને ખરમાસ અથવા મલમાસ કે કમુર્તા કહેવામાં આવે છે. આ વર્ષે ખરમાસ 13 ડિસેમ્બર 2019 થી શરૂ થશે જે 14 જાન્યુઆરી 2020 સુધી રહેશે. આ સમય દરમિયાન શુભ ગ્રહો અસ્ત થઈ જાય છે.

ખરમાસ દરમિયાન લગ્ન, સગાઈ, મુંડન, ઉપનયન સંસ્કાર, ગૃહ પ્રવેશ જેવા માંગલિક કાર્યો નહીં થઈ શકે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ખરમાસ અથવા મળમાસમાં માંગલિક કાર્યો કરવાથી તેમનું ઇચ્છિત ફળ મળતું નથી.

image source

15 જાન્યુઆરીએ સૂર્ય ધન રાશિથી મકર રાશિમાં પ્રવેશ કરશે જેને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે. મકરસંક્રાંતિના દિવસથી સૂર્ય દક્ષિણાયનથી ઉત્તરાયણમાં આવે છે. આ દિવસથી દેવતાઓનો દિવસ શરૂ થાય છે. તેથી ત્યારબાદ શુભ કાર્યો કરવાથી તેમાં શુભતા આવે છે.

ખરમામાં માંગલિક કામો શા માટે નથી થતા

image source

ખરમાસ દરમિયાન સૂર્ય ધન રાશિમાં હોય મકરસંક્રાંતિ સુધી ધન રાશિમાં જ રહે છે. ધન રાશિમાં હોવાથી સૂર્યની સ્થિતિ નબળી હોય છે તેમ માનવામાં આવે છે. જ્યારે લગ્ન, સગાઇ જેવા માંગલિક કાર્યો કરવા માટે સૂર્યની સ્થિતિ મજબૂત હોવી જરૂરી હોય છે. માંગલિક કાર્યો કરવા માટે શુભ મુહૂર્ત વગેરે જોવામાં આવે છે. તેમાં સૂર્યની સ્થિતિ મહત્વપૂર્ણ છે. ખરમાસ દરમિયાન સૂર્ય ધન રાશિમાં બિરાજે છે તેથી આ સમયે દે માંગલિક કર્યો કરવામાં આવે છે તેને શુભ માનવામાં નથી આવતા.

image source

13 ડિસેમ્બરથી શરૂ થતા ખરમાસ બાદ લગ્ન, સગાઈ વગેરે શુભ કાર્યો અને માંગલિક પ્રસંગો માટેના મુહૂર્ત 15 જાન્યુઆરી 2020 એટલે કે મકરસંક્રાંતિ બાદ આવશે. ખરમાસનો પ્રારંભ થાય તે પહેલા થોડા મુહૂર્ત એવા છે જેમાં દરેક પ્રકારના માંગલિક કાર્યો કરી શકાય છે.

image source

તો ચાલો આપણે જાણીએ કે ખરમાસના પ્રારંભ પહેલા કઈ કઈ તારીખો છે જેમાં માંગલિક કાર્યો કરી શકાશે. પંચાંગ અનુસાર નવેમ્બર અને ડિસેમ્બરમાં આવી કુલ 5 તારીખ છે જેમાં લગ્ન, સગાઈ, ગૃહપ્રવેશ જેવા કાર્યો થઈ શકે છે.

  • 30 નવેમ્બર, દિવસ શનિવાર
  • 05 ડિસેમ્બર, દિવસ ગુરુવાર
  • 06 ડિસેમ્બર, દિવસ શુક્રવાર
  • 11 ડિસેમ્બર, દિવસ બુધવાર
  • 12 ડિસેમ્બર, દિવસ ગુરુવાર
image source

ઉલ્લેખનીય છે કે કમુરતાનો પ્રારંભ 13 ડિસેમ્બરથી થઈ જશે. ત્યારબાદ શુભ કાર્યો પર રોક લાગશે પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ માસ દરમિયાન ધાર્મિક અનુષ્ઠાન, પૂજા, પાઠ, ઈષ્ટદેવની આરાધના કરવી જોઈએ. આ સમય દરમિયાન ધર્મ-કર્મમાં પરોવાયેલા રહેવાથી કમુરતાનો અશુભ પ્રભાવ ઘટે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ