તારક મેહતા…ની રીટા રીપોર્ટર છે પ્રેગનન્ટ ! ઇન્સ્ટા અકાઉન્ટ પર પતિને કીસ કરતાં ફોટો સાથે જાહેર કરી પ્રેગ્ન્નન્સી !

તારક મેહતા કા ઉલ્ટા ચશ્માથી લોક પ્રિય થયેલી અભિનેત્રી પ્રિયા આહુજા રાજડા કે જેણી તારક મેહતા….માં રીટા રીપોર્ટરનું પાત્ર ભજવી રહી છે તેણી હાલમાં પ્રેગ્નન્ટ છે તેણીએ પોતાના ઇન્સ્ટા અકાઉન્ટ ખુબ જ ઉત્સાહ ભેર પોતાની પ્રેગ્નેન્સી જાહેર કરી છે.

તેણીએ શનિવારે પોતાના ઇન્સ્ટા અકાઉન્ટ પર એક નર્સરી રાઇમ્સની બે લખીને પોતાની પ્રેગ્ન્ન્સી કંઈક આમ જાહેર કરી હતી, “ટેન લિટર ફિંગર્સ, ટેન લિટર ટોઝ. પ્રેમ અને કૃપાથી, અમારો પરિવાર વિકસી રહ્યો છે…આ જાહેરાત કરવા માટે આનાથી વધારે બીજો સારો દીવસ કયો હોઈ શકે…. હેપ્પી જન્માષ્ઠમી.”

આ તસ્વીરમાં તેણી પોતાના પતિ માલવ રાજડાને કીસ કરતી જોઈ શકાય છે. આ તસ્વીર સાથે જ તેણીએ પોતાના માલદિવ્સના પ્રવાસના અન્ય ફોટોઝ પણ ફેન્સ સાથે શેયર કર્યા છે. જેમાં તેણીનો બેબી બંપ પણ જોઈ શકાય છે.

હાલ આ યુગલ પોતાના બેબીમૂન પર માલદિવ્સ છે. અને પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પરથી તેમણે ઘણી સુંદરતસ્વીરો ફેન્સ સાથે શેયર કરી છે. અને તેમની તસ્વીરોમાં ઝળકતી તેમના ચહેરા પરની ખુશી દર્શાવે છે કે તેઓ પ્રેગ્નન્સીની આ સુંદર પળોને ખુબ જ એન્જોય કરી રહ્યા છે. પ્રેગન્ન્સી દરમિયાન પણ પ્રિયા પહેલાં જેવી જ સ્ટાઇલીશ લાગી રહી છે.

પ્રિયા આહુજાએ ડીરેક્ટર માલવ રાજડા સાથે લગ્ન કર્યા છે. તે ગુજરાતના નાટ્ય જગતની ફેમસ જોડી સુરેશ-શેતલ રાજડાના દીકરા છે. જો કે માલવને હંમેશા કેમેરા પાછળ જ રહેવાનું હોવાથી તેમને ઘણા ઓછા લોકો ઓળખે છે. માલવે પોતાની કેરિયરની શરૂઆત ‘તીન બહુરાનિયા’ નામની સિરિયલથી કરી હતી. આ પહેલા તેમણે ‘પાપડ પોળ’નામની સીરીયલના પણ કેટલાક એપિસોડ ડીરેક્ટ કર્યા હતા.

માલવે સૌ પ્રથમવાર પ્રિયાને તારક મહેતા… સિરિયલના સેટ પર જોઈ હતી અને તે પ્રથમ નજરે જ તેના પ્રેમમાં પડી ગયા હતા. તે વખતે માલવ કોઈ બીજી છોકરી સાથે ડેટીંગ કરી રહ્યા હતા અને પ્રિયા પણ કોઈ બીજા છોકરા સાથે ડેટીંગ કરી રહી હતી. માટે શરૂઆતના છ મહિના તો બન્નેના સંબંધ માત્ર હાય-હેલોના જ રહ્યા હતા. પણ છેવટે તેઓ એકબીજાના પ્રેમમાં પડ્યા અને લગ્ન ગ્રંથીથી જોડાયા.

પ્રિયા સોશિયલ મિડિયા પર ઘણી એક્ટીવ છે તે પોતાના દરેક પ્રવાસ, દરેક મહત્ત્વની ઇવેન્ટ તેમજ મસ્તી મજાકની પળો તેમજ પોતાના પતિ સાથેની મીઠી મધૂર પળોને પણ સોશિયલ અકાઉન્ટ પર શેયર કરતી રહે છે. તેના આજે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર દોઢ લાખ કરતાં પણ વધારે ફોલોઅર્સ છે જે દિવસે દિવસે વધતા જઈ રહ્યા છે. તેના માટે પોતાની પ્રેગ્નન્સી જાહેર કરવા માટે ઇન્સ્ટાગ્રામથી વધારે યોગ્ય માધ્યમ બીજું કયું હોઈ શકે.

હાલ તારક મેહતા…માં તેણીનું પાત્ર ગાયબ છે તેમ છતાં સોશિયલ મિડિયા દ્વારા તેણી પોતાના ફેન્સ સાથે તો એકધારી સંપર્કમાં રહે જ છે અને સાથે સાથે પોતાના કો સ્ટાર્સ સાથે પણ ઓફ સ્ક્રીન ટચમાં રહે જ છે તે પછી ટપુસેનાના ટપુરિયાઓ હોય કે પછી મોટાઓ હોય. તાજેતરમાં તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની જે 11 વર્ષ પૂર્ણ કર્યાની ઉજવણી કરવામાં આવી હતી તેમાં પણ તેણી હાજર રહી હતી.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ