જાણો છો કોણે બનાવ્યો હતો રાનૂ મોંડલનો સૂરીલો વીડિયો? આંગળી ચિંધ્યાનું પૂન્ય કમાયો છે આ એંજિનીયર છોકરો…

જાણો છો કોણે બનાવ્યો હતો રાનૂ મોંડલનો સૂરીલો વીડિયો? આંગળી ચિંધ્યાનું પૂન્ય કમાયો છે આ એંજિનીયર છોકરો… વાઈરલ વીડિયોથી મશહૂર થયેલ રાનૂ મોંડલને રસ્તા પરથી મ્યુઝીલ સ્ટુડિયો પહોંચાડવા પાછળ છે આ યુવક … જાણો કોણ છે તે…


સ્ટેશન ઉપર પસાર થતાં આ એન્જિનીયર યુવકે પાડેલા વીડિયોથી બદલાયું એક ગરીબીમાં જીવતી સ્ત્રીનું જીવન… કહેવાય છે કે આંગળી ચિંધવાનું પણ પૂન્ય મળે છે. તમારો એક નાનકડો નિર્ણય કે એક નાનકડું પગલું કોઈનું આખું જીવન બદલી દે છે. એવું ક્યારેક હકીકતમાં બને છે જે સપનામાં પણ ન વિચાર્યું હોય. રાતોરાત કોઈ શહેઝાદો આવે અને કોઈ ગરીબ અને જરા પણ સુંદર ન હોય એવી સ્ત્રીની કિસ્મત બદલાવી મૂકે. એ સ્વરૂપવાન રાજકુમારી થઈ જાય અને તેની પાસે બધી જ સુખ સહાયબી અચાનકથી આવી જાય. તે રસ્તા પરથી પહોંચે છે કોઈ આલિશાન બંગલામાં… ના આ કોઈનું સપનું નથી પરંતુ બની છે હકીકતમાં એવી ઘટના જેના વિશે જાણીને સૌ કોઈ આશ્ચર્ય પામે છે. રેલ્વે સ્ટેશનના બાંકડા પરથી મુંબઈના મ્યુઝીક સ્ટુડિયો સુધી પહોંચી છે એક સ્ત્રી, જે ખરેખર એવી સત્ય ઘટના છે જેની મિશાલ અપાશે વર્ષો સુધી.


કિસ્મતનું પાનું કોઈનું પણ ફરી જઈ શકે છે, એ સાબિત થયું છે રેલ્વે સ્ટેશન ઉપર શૂટ થયેલા વીડિયોથી…


પશ્ચિમ બંગાળાના રાણાઘાટના રેલ્વે સ્ટેશન પર વર્ષોથી ગીત ગાઈને પોતાનું પેટ પાળતી આ ગરીબ સ્ત્રીની વાત જાણીને એક તરફ આંખમાં આંસુ આવી જશે તો બીજી તરફ એની કિસ્મત ઉપર ગર્વ પણ થશે. અત્યાર સુધી અનેક લોકો રાણાઘાટ સ્ટેશન ઉપરથી પસાર થયાં હશે. કોઈને કોઈએ તેને પૈસા આપીને સહાનુભૂતિ પણ જતાવી હશે. પરંતુ એક વ્યક્તિ એવો નીકળ્યો, જેણે આ સ્ત્રીને આપ્યું ટેક્નોલોજીનું વરદાન. કહેવાય છે કે કિસ્મતમાં ક્યારે કોણ ઈશ્વરનો દૂત એંજલ બનીને આપણી સામે આવે છે એનથી ખબર પડતી.

એતીન્દ્ર ચક્રવતી, સોફટવેર એંજિનીયર છે એ યુવક જેણે બદલી રાનૂની કિસ્મત…


રેલ્વે સ્ટેશન પર રાનૂને એક પ્યાર કા નગમા હૈ ગાતી સાંભળીને આ યુવક ઊભો રહી જાય છે. તેને કોણ જાણે શું સૂઝ્યું કે તેણે આ બહેનને રેલ્વે સ્ટેશના બાંકડે બેસાડીને ગીત ગાવા મનાવી લીધી અને તેનો વીડિયો બનાવ્યો. વ્યવસાયે સોફટવેર એંજિનીયર અને એજ ગામનો વતની હતો જ્યાં આ સ્ત્રી પણ રહે છે. પરંતુ પહેલીવાર તેને સાંભળી હતી. તેણે ઘરે જઈને તેનો વીડિયો પોતાની સોશિયલ મીડિયા પ્રોફાઈલ ઉપર મૂક્યો. જોતજોતાંમાં લોકો તેને ખૂબ જ પસંદ કરવા લાગ્યાં અને તે ખૂબ શેર થવા લાગ્યો. એતીન્દ્રને પણ કલ્પના નહીં હોય કે આ વીડિયો એટલો વાઈરલ થશે કે મુંબઈની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ તેની ચર્ચા થવા લાગશે અને આ ગરીબ સ્ત્રીની કિસ્મત નખશીખ બદલી જશે.


ટેક્નોલોજીએ બદલી એક દરિદ્ર સ્ત્રીની કિસ્મત… હિમેશ રેશમિયાએ બનાવ્યો તેની સાથે મ્યુઝીક વીડિયો.

પહેલા રેલ્વે સ્ટેશનના વાઈરલ થયેલા વીડિયોના પ્રતાપે આ સ્ત્રીની શોધ થઈ અને તે પશ્ચિમ બંગાળાના રાણાઘાટમાં જઈને અટકી. આ વ્યક્તિને શોધાયો અને તેના દ્વારા ટ્રેનમાં ગીત ગાઈને પોતાનું ગુજરાન ચલાવતી સ્ત્રીને પણ શોધી લેવાઈ. વહે શરૂ થયો ખરો કિસ્મતનો ખેલ. સોશિયલ મીડિયામાં એ સ્ત્રી કોણ છે અને શું કરે છે એ ચર્ચા સાથે તેના બ્યુટીપાર્લર પરના ફોટોઝ પણ વાઈરલ થવા લાગ્યા અને તેના થોડા જ દિવસોની અંદર વધુ એક વીડિયો અપલોડ થયો હિમેશ રેશમિયા સાથે ગીત ગાતો. કહેવાય છે કે હિમેશના આગામી મ્યુઝીક વીડિયો કે ફિલ્મમાં તેનું તેરી મેરી મેરી તેરી… ગીતને આપ કોઈ ખૂબસૂરત હિરોઈનના ઉપર પિક્ચરાઈઝેશન કરેલ જોશો.


એક ટ્વીટર પોસ્ટ પરથી ખ્યાલ આવે છે કે રાનૂ મોંડલને એક દીકરી પણ છે પણ ઘરડી અને કદરૂપી માતાને એ પોતાની સાથે નહોતી રાખવા માંગતી. ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હોવાથી તે રેલવે સ્ટેશને ગીત ગાઈને ભીખ માંગવા મજબૂર હતી. ૮ વર્ષથી તે પરિવારથી દૂર નિરાધાર જીવન ગુજારે છે. આજે જ્યારે સોશિયલ મીડિયાની તાકાતે તેની કિસ્મતે પલટો લીધો છે ત્યારે આ કડવી હકીકત પણ બહાર આવી છે. ખરેખર સોશિયલ મીડિયામાં ઘણી તાકાત છે.

રેનૂ સાથે જોડાયું સૂરોની દેવી લતા મંગેશકરનું નામ…


ભારતીય સંગીત જગતમાં લતા મંગેશકરને સૂરોની દેવી કે પછી મા સરસ્વતીનું જીવંત સ્વરૂપ કહેવાય છે. તેના વીડિયોઝ સાથે અનેક કેપ્શનમાં લોકો એવું પણ લખીને શેર કરે છે કે લતા મંગેશકર જેવું મીઠું ગાય છે આ રાનૂ મોંડલ. બોલિવુડના એક પ્રોડ્યુસરે ટ્વીટ કરીને આ સ્ત્રીને અભિનંદન આપ્યાં હતાં અને એમણે લતા મંગેશકરને મેન્શન કરીને લખ્યું હતું કે એ ક્ષણની રાહ જોઉં છું જ્યારે આ રાનૂ લતાજીને મળશે…

પહેલીવાર વીડિયો શેર કરનાર વ્યક્તિએ હિમેશ અને દેશભરની જનતાનો માન્યો આભાર…


હિમેશ સાથે જ્યારે આ વીડિયો શૂટ થઈ રહ્યો હતો ત્યારે એ સ્ટુડિયોમાં તેની સાથે જ હતો. તે ખૂબ જ ખુશ છે કે તેણે લીધેલા પગલાંને કારણે કોઈ એક વ્યક્તિનું આખું જીવન બલાઈ ગયું અને તેનું ભવિષ્ય એ સુધારી શકવામાં કંઈક અંશે મદદરૂપ થયો. એણે હિમેશ રેશમિયા અને વીડિયો શેર કરનાર સૌનો આભાર માન્યો હતો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ