સ્ટેન્ડઅપ કોમેડી જોઈને મગજને સ્ફુર્તિલુ રાખીને CAમાં ટોપર થયો આ કીશોર ! જાણો અભ્યાસમાં સફળ થવાની અનોખી રીત !

તાજેતરમાં જ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયાએ સીએ ઇન્ટરમિડિએટની 2019ની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. જેમાં 18 વર્ષના કીશોર અક્ષત ગોયલે ટોપ કર્યું છે. તમારી સામે એવા ઘણા બધા ઉદાહરણ હશે જેમાં તમે કેટલાક લોકોને કેટલીએ વાર સીએની પરિક્ષાઓ આપતા જોયા હશે પણ તેઓ સીએ નહીં બની શક્યા હોય. બની શકે કે તમે પણ તેમાંના જ હોવ. પણ આ 18 વર્ષના છોકરાએ પ્રથમ જ પ્રયત્ને ભારતની અઘરામાં અઘરી એવી પરીક્ષાઓમાંની એક સીએમાં ટોપ સ્થાન મેળવ્યું છે.

પણ તમે જ્યારે તેનો ભણવાનો અંદાજ જાણશો તો તમને થોડું આશ્ચર્ય થશે અને તમને પણ એક જાતની પ્રેરણા મળશે કે અભ્યાસને તમે બીજી રીતે પણ કરી શકો છો. તેણે સામાન્ય વિદ્યાર્થીઓની જેમ પરિક્ષાની તૈયારી નહોતી કરી પણ તેની પરીક્ષાની તૈયારીઓની તો સ્ટાઇલ જ અલગ છે.

જ્યારે ક્યારેય પણ તમે કોઈ પણ પરિક્ષામાં ટોપ કરનાર વ્યક્તિનો ઇન્ટર્વ્યું વાંચો અથવા સાંભળો તો તમને તેમાં તેમના કલાકોના અભ્યાસ, અત્યંત કપરી મહેનત વિગેરે વિષે જ જણાવવામાં આવે છે કેટલાક ટોપર્સ તો એવા હોય છે જેમણે પરિક્ષા માટે આખુએ વર્ષ ફિલ્મો, ટીવી, સોશિયલ મિડિયા, મોબાઈલથી જાણે સંબંધ જ તોડી નાખ્યો હોય છે. પણ આપણો આ ટોપર થ્રી ઇડિયટમાંના રેન્ચો જેવો સામા વહેણે તરનારો છે.

અક્ષત ગોયલ જયપુર, રાજસ્થાનનો રહેવાસી છે, તેણે શાળા શિક્ષણ પુર્ણ કર્યા બાદ તરત જ સીએના અભ્યાસમાં જંપ લાવ્યું હતું. તેના માટે સફળતાની પહેલી ચાવી એ છે કે તમે હંમેશા હકારાત્મક રહે છે. અક્ષતને કોમેડી શોઝ જોવા ખુબ પસંદ છે. તે સ્ટેન્ડઅપ કોમેડિયન ઝાકિર ખાનનો ફેન છે.

તે જણાવે છે કે, સીએની પરિક્ષામાં સફળતા મેળવવા માટે રોજ 14થી 16 કલાક તૈયારી કરતો હતો. અભ્યાસ કરતાં કરતાં જ્યારે તે થાકી જતો, તે પોતાના મગજને શાંત કરવા માટે તે સ્ટેન્ડ-અપ કોમેડી જોતો. તે પોતાનો મોટા ભાગનો ફાજલ સમય સ્ટેન્ડઅપ કોમેડી જોવામાં જ પસાર કરતો.

તે દીવસ દરમિયાન ખુબ જ અભ્યાસ કરતો પણ તેમાં નિરસતા ન આવે તે માટે તેણે પોતાની તૈયારી પરંપરાગત રીતે નહીં પણ સોશિયલ મિડિયાથી પ્રેરાઈને કરી હતી. તેના માટે તેણે સોશિયલ મિડિયા ગૃપનો ઉપયોગ કર્યો હતો.

તે ફેસબુક, ઇન્સ્ટાગ્રામથી માંડીને સોશિયલ મિડિયાના અન્ય પ્લેટફોર્મ પર હાજર એવા ગૃપનો સક્રીય સભ્ય પણ બન્યો. આ ગૃપમાં સીએ અને તેની તૈયારીઓ વિષે ઘણી બધી ચર્ચાઓ થતી રહેતી. તેના કારણે તેને લગતા સમાચાર તેમજ વિશ્વભરની જાણકારીઓ તેને મળતી.

મોક ટેસ્ટથી અભ્ચાસમાં ઘણો ફરક પડે છે.

તેઓ જણાવે છે કે તેમને સીએમાં જે સફળતા મળી તેમાં મોક ટેસ્ટનો ઘણો ફાળો છે. તેણે પરિક્ષા શરૂ થાય તે પહેલાંનું આખું અઠવાડિયું મોક ટેસ્ટ આપ્યા. આ ઉપરાંત આઈસીએઆઈ તરફથી જે પણ અભ્યાસક્રમને લગતું મટીરીયલ્સ આપવામાં આવ્યું તેને પણ અનુસર્યો.

તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે સીએ થનારાઓ પહેલા શાળાનો અભ્યાસ કોમર્સ સ્ટ્રીમ સાથે પૂર્ણ કરે છે ત્યાર બાદ બીકોમમાં એડમીશન લે છે અને તેની પેરેલલ અથવા તો બેચલર ડીગ્રી મેળવ્યા બાદ સીએના અભ્યાસ પર કોન્સન્ટ્રેટ થાય છે પણ અક્ષતે સીબીએસી બોર્ડથી 12મું ધોરણ પુર્ણ કર્યા બાદ તરત જ સીએનો અભ્યાસ શરૂ કરી લીધો હતો.

તમને જણાવી દઈએ કે 12માં ધોરણમાં કોમર્સ સ્ટ્રીમમાં તેનું દેશમાં બીજું સ્થાન હતું. તેમાં તેણે 98.8 ટકા ગુણ મેળવ્યા હતા. તમને જણાવી દીએ કે તેમના પિતા પણ એક સીએ છે.

અક્ષતે સીએમાં ટોપનું સ્થાન મેળવવા માટે ઘણી મહેનત કરી છે. પણ તેણે પોતાના મનને બોર નથી થવા દીધું પણ સ્ટેન્ડઅપ કોમેડી જેઈને મગજને રીફ્રેશ કરીને બમણા જોરે અભ્યાસમાં કેન્દ્રીત થયો અને કદાચ આ જ કારણે તે આટલો સફળ થયો છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ