હાથમાં થઇ હતી ઇજા, તેમ છતા માથે ફેંટો બાંધીને તૈયાર થઇને બીગ બી પહોંચ્યા હતા ઋષિ કપૂરના લગ્નમાં, ખરેખર તસવીર છે જોવા જેવી

હાથ પર ઇજા થઇ હોવા છતાં ઋષિ કપૂરના લગ્નમાં પહોંચ્યા હતા અમિતાભ બચ્ચન, વાંચો કેવી રીતે થઈ હતી આ દુર્ઘટના.

ઋષિ કપૂરના અવસાન પછી અમિતાભ બચ્ચન ઋષિ કપૂરની યાદો રૂપે કઈક ને કઈક શેર કર્યા કરે છે.અમિતાભ બચ્ચને સ્વર્ગીય ઋષિ કપૂરના લગ્ન સમારોહની યાદોના કેટલાક ફોટા શેર કર્યા હતા.”દો દુની ચાર” ના અભિનેતા ઋષિ કપૂરે થોડા દિવસો પહેલા મુંબઈના એક હોસ્પિટલમાં લ્યુકોમિયા જેવા કેન્સર સામે 2 વર્ષ લડ્યા પછી આખરે છેલ્લો શ્વાસ લીધો હતો.

image source

અમિતાભ બચ્ચને પોતાની ફિલ્મ “મહાન” ના 37 વર્ષ પુરા થયા એ અવસર પર એક બ્લોગ લખ્યો જેમાં એમને અભિનેતા ઋષિ કપૂરની જાનમાં હાથે પાટો બાંધીને સામેલ થયા હતા એ વાત કરી.એમને આગળ લખ્યું કે ચેન્નઈ શૂટિંગ દરમિયાન પોતે ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા.

ફિલ્મના એક ગીતમાં એક્શન રોલ કરતા અમિતાભ બચ્ચનને દોરડાના સહારે નીચે સ્લાઈડ કરીને આવવાનું હતું.એ દરમિયાન અમિતાભ બચ્ચનને અમુક ગંભીર ઇજાઓ પહોંચી હતી. મહાન ફિલ્મનું પોસ્ટ શેર કરતા અમિતાભ બચ્ચને લખ્યું હતું કે આ શોટને જોતા જ મને લાગ્યું હતું કે મને હાથમાં વાગશે જ.‘

image source

એ પછી એમને તરત હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં એમની આગળની ટ્રીટમેન્ટ કરવામાં આવી. એમના હાથમાં ટાંકા લીધા અને હાથે પાટો પણ બાંધ્યો.એની થોડીવાર પછી જ અમિતાભ બચ્ચન ઋષિ કપૂર અને નીતુ કપૂરના લગ્નમાં હાજરી આપવા મુંબઈ જવા માટે રવાના થયા હતા. અમિતાભ બચ્ચન અને ઋષિ કપૂરની દોસ્તી ઘણી જૂની છે. એમના સંબંધો ઘણા ગાઢ હતા.એવામાં અમિતાભ ઇજાગ્રસ્ત હાલતમાં પણ ઋષિ કપૂર અને નીતુ કપૂરના લગ્નમાં સામેલ થાય જ એ સ્વાભાવિક છે. અમિતાભ બચ્ચને અમુક ફોટા પણ શેર કર્યા છે જેમાં એમને શૂટ અને માથે પાઘડી પહેરેલી છે.અને એમના હાથમાં એક પાટો પણ દેખાઈ રહ્યો છે. એક ફોટામાં ઋષિ કપૂરના કાકા શમ્મી કપૂર પણ પાછળ દેખાઈ રહ્યા છે.

image source

અમિતાભ બચ્ચન બીજા દિવસે ફિલ્મના શૂટિંગ માટે ચેન્નઈ પાછા આવી ગયા હતા. અમિતાભે જણાવ્યું કે બીજી ઘણી ફિલ્મોના શૂટિંગ દરમિયાન એમના હાથ કા તો ખિસ્સામાં રહેતા હતા કાં તો પછી રૂમાલથી સ્ટાઇલમાં ઢાંકયેલા રહેતા હતા..

અમિતાભ બચ્ચન અને ઋષિ કપૂરે સાત જેટલી ફિલમો સાથે કરી છે.જેમાં અમર અકબર એંથેની, નસીબ અને હાલમાં જ આવેલી 102 નોટ આઉટ નો પણ સમાવેશ થાય છે.

image source

ઋષિ કપૂરના નિધનની સૌથી પહેલી ખબર અમિતાભ બચ્ચને જ પોસ્ટ કરીને આપી હતી અને સાથે જ એમને લખ્યું હતું કે હું ઋષિના જવાથી તૂટી ચુક્યો છું.

Source : ABP Ganga

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ