આજે અમે તમને હોમ ઈન્સ્યોરન્સ વિશે જણાવીશું…

ઘર બનાવવાથી લઈને ઘરમાં દરેક સામાન લાવવાની ચિંતા દરેકને થાય છે. તમારી આ સમસ્યાનું સમાધાન લાવવા આજે અમે તમને હોમ ઈન્સ્યોરન્સ વિશે જણાવીશું. જેમ આપણે મેડિકલ, વાહન અને અન્ય ઈન્સ્યોરન્સ કરાવીએ છીએ, તેમ જ હોમ ઈન્સ્યોરન્સ પણ કરાવી શકાય છે. હોમ ઈન્સ્યોરન્સમાં ઘરની સાથે ઘરની અંદરની ચીજોને પણ કવર કરવા માટે પર્યાપ્ત વીમા રાશિવાળું ઈન્સ્યોરન્સ લેવું સૌથી સારું રહેશે.

હોમ ઈન્સ્યોરન્સ લેવાના ફાયદા

image source

એક કુદરતી હોનારતમાં આપણે આપણા ઘરની રક્ષા નથી કરી શક્તા, પરંતુ તમે તેનું સમારકામ કે પછી ફરીથી બનાવવા માટેનો ખર્ચ ઈન્સ્યોરન્સના માધ્યમથી કવર કરી શકો છો. તેની સાથે જ જો વધુ વરસાદને કારણે પણ તમારા ઘરને નુકશાન થાય છે, તો તમને તેનું કવરેજ પણ હોમ ઈન્સ્યોરન્સમાં સામેલ હોય છે. પરંતુ ઈન્સ્યોરન્સ કંપની ધીરે ધીરે થનારા નુકશાનનું કવરેજ આપવાનો ઈન્કાર કરી દે છે.

આ કુદરતી આપદાઓમાં મળે છે ક્લેમ

image source

હોમ ઈન્સ્યોરન્સ આમ તો ભૂકંપ, વીજળી, તોફાન, પૂર વગેરે જેવી કુદરતી હોનારતોને કારણે પ્રોપર્ટી અને તેમાં રાખેલા સામાનને થનારા નુકશાનને કવરેજ આપે છે. બહુમૂલ્ય વસ્તુઓ ચોરી થવા પર તેને પણ કવર કરી શકાય છે. વરસાદને કારણે તમારા ઘરને વિવિધ પ્રકારના નુકશાન પહોંચી શકે છે. એક સારી પોલિસીની મદદથી વધુ વરસાદથી થતા જલ-પ્રલયનો સામનો કરી શકાય છે. ફ્લડ પ્લાનમાં વ્યક્તિગત ચીજોનું પણ કવર મળી શકે છે. પરંતુ આ પ્લાનમાં થતા કાપને કારણે એક ન્યૂનતમ રાશિ ચૂકવવી પડે છે. આ કાપની શરતોને પોલિસી ખરીદવાના સમયે જ નક્કી કરી લેવાય છે.

ક્લેમ કરવાની રીત

image source

વરસાદને કારણે થયેલા તમામ નુકશાનના કાગળ તૈયાર કરો. તમે તેની તસવીરો લઈ શકો છો અથવા તો વીડિયો પણ બનાવી શકો છો. અસ્થાયી ઉપયોગ માટે તમારે જે પણ વસ્તુઓનું સમારકામ કરાવવાનું છે, તે તમામનું એક લિસ્ટ બનાવીને રાખો. તમામ અસરગ્રસ્ત વસ્તુઓના નિરીક્ષણ માટે સંભાળ રાખવાનો પ્રયાસ કરો.

એડ-ઓન સર્વિસ પણ લઈ શકાય

image source

ક્લેમથી સંબંધિત તમામ દસ્તાવેજોને ભાવિ ઉપયોગ માટે સંભાળ કરીને રાખવું જોઈએ. આપણા દેશમાં હોમ ઈન્સ્યોરન્સ બહુ મોંઘું નથી. તેથી હંમેશા આવશ્યક એડ-ઓનની સાથે એક હોમ ઈન્સ્યોરન્સ પોલિસી લેવાની એક્સપર્ટ્સ સલાહ આપે છે. જેથી ભારે નુકશાન થવા પર તમે આસાનીથી તેનું સમારકામ ખર્ચ ઉઠાવી શકો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ