હથેળીના રંગ પરથી જાણી લો આટલુ બધુ તમારા જીવન વિશે, જે તમને નહિં ખબર હોય

દરેક વ્યક્તિની હથેળીનો રંગ પણ હોય છે અલગ, જણાવે છે આવા તથ્યો

શું તમે તમારી હથેળીને ધ્યાનથી જોઈ છે ? જોઈ છે તો શું તમે ધ્યાન આપ્યું છે ક્યારેય કે તમારી હથેળીનો રંગ બીજા કરતાં અલગ હોય છે ? હસ્તરેખા શાસ્ત્રમાં આમ તો હસ્તરેખા, નિશાની વગેરેની જ ચર્ચા કરવામાં આવે છે. પરંતુ ઓછા લોકો જાણે છે કે હથેળીના રંગ પણ અલગ હોય છે અને તેના પરથી વ્યક્તિના ભવિષ્યનું આંકલન પણ કરી શકાય છે.

image source

જેવી રીતે હથેળીની રેખા પરથી ભવિષ્ય સાથે જોડાયેલી જાણકારી પ્રાપ્ત કરવામાં આવે છે તેવી જ રીતે હથેળીના અલગ અલગ રંગ પરથી પણ વ્યક્તિની પર્સનાલિટી અને ભાગ્ય વિશે ઘણી જાણકારી મેળવી શકાય છે.

હસ્ત રેખા જ્યોતિષમાં હથેળીના રંગને જોઈને માત્ર સ્વાસ્થ્ય જ નહીં પણ વ્યક્તિના ભવિષ્ય અને વ્યક્તિત્વ વિશે પણ જાણી શકાય છે. આજે તમને આ જ પ્રકારની જાણકારી અહીં જાણવા મળશે. કેવી રીતે હથેળીનો રંગ જોઈ અને સ્વાસ્થ્ય તેમજ ભવિષ્ય વિશે જાણી શકાય.

image source

– જો હથેળીનો રંગ ગુલાબી હોય તો તમે તમારા જીવનમાં ખૂબ જ ખુશમિજાજ રહેનારા હશો. તમને ઓછા પ્રયત્ને સફળતા પ્રાપ્ત થશે. આવા વ્યક્તિ જોશથી ભરેલા, ઉત્સાહિત અને જીવનમાં સકારાત્મક દ્રષ્ટિકોણ રાખનાર હોય છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોવા જઈએ તો આવા લોકો સારું સ્વાસ્થ્ય પણ ધરાવે છે.

– જેમની હથેળીનો રંગ સફેદ હોય તો તેવા વ્યક્તિ ઠંડા મિજાજના હોય છે. આવા વ્યક્તિ સ્વભાવના અંતર્મુખી હોય છે તે બીજા સાથે મુક્તમને ચર્ચા કે વાત પણ કરી શકતા નથી. તેઓ અન્ય પર ઝડપથી વિશ્વાસ પણ કરતા નથી. આ જ કારણ હોય છે તેમના મિત્રો પણ વધારે હોતા નથી. સ્વાસ્થ્યની બાબતમાં આવા લોકો એનીમિયા જેવી બીમારીથી પીડિત રહે છે. આ પણ એક કારણ હોય છે કે તેમની ત્વચાનો રંગ સફેદ હોય છે.

image source

– હથેળીનો રંગ બ્લૂ જેવો ડાર્ક હોય તો આવા લોકોને હૃદય સંબંધી બીમારી થવાની શક્યતા હોય છે. તેમના વ્યક્તિત્વની વાત કરીએ તો આવા વ્યક્તિ મંદ, નીરસ અને તાણપૂર્ણ પ્રકૃતિના હોય છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો તેમના શરીરમાં રક્ત પ્રવાહ સારી રીતે થતો નથી તેથી તેમના હૃદય સંબંધી સમસ્યા અને શ્વાસ સંબંધી સમસ્યા હોય તેવી સંભાવના વધારે હોય છે.

– જો હથેળીનો રંગ પીળાશ પડતો હોય તો આવા વ્યક્તિ દુખી રહેનારા હોય છે. તેમની વાતો નીરાશાજનક હોય છે. તેઓ અન્યની વાતમાં પણ પહેલા ભુલ શોધે છે. સ્વાસ્થ્યની બાબતમાં તેમને લિવર સંબંધી સમસ્યા હોય શકે છે.

– ત્વચા કાળાશ પડતી હોય તો આવા વ્યક્તિને ધન સંબંધી સમસ્યાનો સામનો કરવો પડે છે. તેમને જીવનભર આ સમસ્યા નડે છે. તેમને પેટ સંબંધિત તેમજ હાઈપરટેન્સન પણ થઈ શકે છે.

image source

– હથેળીનો રંગ લાલ હોય તો આવા વ્યક્તિ ઊર્જાથી ભરપુર હોય છે. તેમની ઊર્જાનો પ્રભાવ ખૂબ તેજ હોય છે. તેઓ જેમની આસપાસ હોય છે તે પણ સકારાત્મક ગુણ અનુભવે છે. જો કે તેઓ ધીરજની ખામી ધરાવે છે. તેઓ ઝડપથી પોતાની શાંતિ ગુમાવી બેસે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ