ગ્રીન કોફી પીવાનું કરો શરૂ, ડિટોક્સ થશે લિવર અને ચરબીમાં થશે ઘટાડો

ગ્રીન કોફી પીવાનું કરો શરૂ, ડિટોક્સ થશે લિવર અને ચરબીમાં થશે ઘટાડો

image source

ફીટનેસ જાળવી રાખવા માટે જો તમે પણ વર્ષોથી ગ્રીન ટી અથવા બ્લેક કોફી પીતા હોય તો હવે તેમાં થોડો ફેરફાર કરવાનો સમય આવી ગયો છે. અત્યાર સુધી ગ્રીન ટી કે બ્લેક કોફી જ પીધી હોય તો ગ્રીન કોફી અજમાવી જુઓ.

તેનાથી આરોગ્ય સુધરે છે અને વજન ઘટાડવામાં પણ તે મદદ કરે છે. તેના ફાયદા પણ ગ્રીન-ટી કરતા પણ આગળ નીકળી ગયા છે. ગ્રીન કોફીમાં પણ ઘણા બધા એન્ટીઓકિસડન્ટથી ભરપૂર હોય છે.

image source

તેથી તે ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે. તમે નિયમિત ગ્રીન કોફીનું સેવન કરી અને કસરત કર્યા વિના 10 કિલો વજન ઘટાડી શકો છો.

ગ્રીન કોફી બીન્સ નેચરલ ડિટોક્સ છે. તેની સાથે લિવરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ અને વધારાની ચરબી અને બેક્ટેરિયા બહાર કાઢે છે.

નિષ્ણાંતોની સલાહ

image source

સ્વાસ્થ્ય નિષ્ણાંતો પણ જણાવે છે કે જે લોકો કોફી ડાયટને ફોલો કરે છે તેમણે દરરોજ ઓછામાં ઓછા 3 કપ બ્લેક અથવા ગ્રીન કોફી પીવી જોઈએ. તેનાથી ડાયાબિટીસને સંતુલિત રાખવામાં અને કેન્સરને રોકવામાં પણ મદદ કરે છે. તેનાથી ચયાપચયની ક્રિયા અને રક્ત પરિભ્રમણમાં સુધારો થાય છે.

કોફી ડાયટ

image source

જો તમે કોફી ડાયટ ફોલો કરવાનું વિચારી રહ્યો છો તો તેને દૂધ વિના બનાવો. દરરોજ 3 કપ બ્લેક અથવા ગ્રીન કોફી સાથે હેલ્ધી આહાર લેવો. જેમાં રિફાઈન્ડ કાર્બ્સ, તળેલી વસ્તુઓ, કોલ્ડ ડ્રિંક્સ પીવાનું ટાળવું. દિવસમાં 1500 થી ઓછી કેલેરી શરીરમાં જાય તેવો પ્રયત્ન કરો.

ગ્રીન કોફી બનાવવાની રીત

પહેલી રીત

image source

એક ગ્લાસ પાણીમાં એક ચમચી ગ્રીન કોફી બીન્સ રાત્રે પલાળી રાખો. આ પાણીને ગ્રીન ટી અથવા કોફીની જેમ સવારે ઉકાળો. ઉકાળ્યા બાદ તેમાં મધ ઉમેરીને અથવા મધ વિના તેને પી શકો છો.

બીજી રીત

image source

ગ્રીન કોફી બીન્સને થોડીવાર તડકામાં રાખો. ત્યારબાદ ગ્રાઇન્ડરમાં તેને બારીક પીસી પાવડર તૈયાર કરો. આ પાવડરને ઉકળતા પાણીમાં 2 મિનિટ ઉકાળો અને ફિલ્ટર કરીને પીવો.

ગ્રીન કોફી બીન્સ શું છે?

image source

ગ્રીન બીન્સ કોફીને સૌ પ્રથમ શેકવામાં આવે છે. પછી કોફી તેને પીસીને બનાવવામાં આવે છે. આ પ્રક્રિયા કોફીના રંગને લીલા રંગમાંથી બદામી રંગમાં બદલે છે અને તેનો સ્વાદ પણ વધારે છે. પરંતુ આ પ્રક્રિયાથી કોફીમાં રહેલા એન્ટીઓકિસડન્ટ જેવા તત્વોને નુકસાન થતું નથી.

image source

જ્યારે કોફીને પીસીને પાઉડરમાં ગ્રાઇન્ડ કરવામાં આવે છે ત્યારે તેને ગ્રીન કોફી કહેવામાં આવે છે. તેમાં ઘણા લાભકારક તત્વો હોય છે જે સ્વાસ્થ્ય માટે સારા છે. નિષ્ણાતોના જણાવ્યાનુસાર દરરોજ 200 થી 80 મિલિગ્રામ ગ્રીન કોફીનું સેવન શરીર માટે ફાયદાકારક છે.

ગ્રીન કોફી પીવાનો યોગ્ય સમય

image source

– સવારે ખાલી પેટ ગ્રીન કોફી પીવો. આ સમયે પીવાથી તેની અસર ઝડપી થાય છે.

– તેને બપોરના ભોજનના અડધા કલાક પહેલા અથવા જમ્યા પછી એક કલાકે પીવો.

– પેટ ખરાબ હોય તો કોફીનું સેવન ન કરો. જો તમને ગ્લુકોમા હોય છે તો પણ કોફી પીવાનું ટાળો.

image source

– હૃદયની ગતિ વધી જતી હોય ત્યારે પણ તેનું સેવન કરશો નહીં.

સાવધાની

ગ્રીન કોફીમાં ખાંડનો ઉપયોગ ન કરો. તેમાં દૂધ પણ ન ઉમેરો. જો કોફી ખાંડ અને દૂધ વિના પીતા હોય તો તેને દિવસ દરમિયાન 2 કપથી વધારે વખત પીવો.

image source

આ સિવાય તેને વધારે પીવાથી અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. સગર્ભા અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓ અને બાળકોએ ગ્રીન કોફી પીવાનું ટાળવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ