લાઇનમાં ઊભા રહ્યા રામેશ્વરમાં મંદિરમાં જો કરવા હોય દર્શન, તો આજે જ કરો આ કામ

રામેશ્વરમ મંદિરમાં લાઈનમાં ઊભા રહ્યા વિના કરવા છે દર્શન તો કરો આ કામ

image source

રામેશ્વરમ હિન્દુઓનું એક પવિત્ર તીર્થસ્થાન છે. આ મંદિર તમિલનાડુના રામાનાથપુરમ જિલ્લામાં આવેલું છે. આ તીર્થ હિન્દુઓના મુખ્ય ચાર ધામોમાંથી એક છે. આ સિવાય અહીં સ્થાપિત શિવલિંગનો સમાવેશ દ્વાદશ જ્યોતિર્લિંગોમાંથી એક છે. તેથી આ સ્થાન લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે.

image source

રામેશ્વરમ ચેન્નઈથી આશરે 425 મીલ દૂર દક્ષિણ-પૂર્વમાં આવેલું છે. તે હિંદ મહાસાગર અને બંગાળની ખાડીથી ઘેરાયેલો સુંદર શંખ આકારનો ટાપુ છે. અહીં વિશ્વનો સૌથી લાંબો કોરિડોર પણ આવેલો છે. રામેશ્વરમનું મંદિર ભારતીય શિલ્પકલાનો એક સુંદર નમૂનો છે.

રામેશ્વરમ મંદિરની રોચક વાર્તા

image source

મંદિરનું પ્રવેશદ્વાર ચાલીસ ફૂટ ઊંચું છે. રામેશ્વરમના પ્રખ્યાત મંદિરની સ્થાપના સાથે એક વાર્તા જોડાયેલી છે. જે આ મુજબ છે, જ્યારે સીતાને રાવણથી બચાવવા માટે શ્રીરામએ લંકા પર ચઢાઈ કરી હતી.

યુદ્ધ કર્યા વિના સીતાજીને બચાવવા માટે અનેક પ્રયાસ કરવામાં આવ્યા પરંતુ જ્યારે શ્રીરામને તેમાં સફળતા ન મળી ત્યારે તેમણે યુદ્ધ કરવાનું નક્કી કર્યું. આ યુદ્ધમાં રાવણ અને તેના બધા સાથી રાક્ષસો માર્યા ગયા. શ્રીરામ સીતાજીને મુક્ત કર્યા પછી પાછા ફર્યા.

image source

રાવણ પણ કોઈ સામાન્ય રાક્ષસ નહોતો. તે ચાર વેદના વિદ્વાન હતા અને ભગવાન શિવના મહાન ભક્ત હતા. આ કારણે શ્રીરામને તેની હત્યા કર્યા પછી દુખ થયું કારણ કે તેમના હાથે બ્રહ્મહત્યા થઈ હતી.

આ પાપને ધોવા માટે શ્રીરામએ હનુમાનજીને કાશી જઈ ત્યાંથી શિવલિંગ લાવવાનો આદેશ આપ્યો. હનુમાનજી શ્રીરામના આદેશ અનુસાર શિવલિંગ લાવવા ગયા પરંતુ શિવલિંગ સ્થાપિત કરવાના સમય સુધી તે પરત ફરી શક્યા નહીં. તે સમયે સીતાજીએ સમુદ્ર કિનારાના રેતીને મૂઠ્ઠીમાં ભરી શિવલિંગ બનાવ્યું.

image source

આ જોઈને રામ ખૂબ જ ખુશ થયા અને આ શિવલિંગની સ્થાપના કરવામાં આવી જેને રામનાથ કહેવામાં આવે છે. જ્યારે હનુમાનના આગમન પર શ્રીરામે કાળા પથ્થરનું મોટું શિવલિંગ નાના શિવલિંગની નજીક સ્થાપિત કર્યું.

રામેશ્વરમ મંદિરમાં જ્યારે લોકો દર્શન કરવા જાય છે ત્યારે કલાકોનો સમય લાગી જાય છે. પરંતુ આજે તમને જાણવા મળશે કે અહીં સરળતાથી અને નિરાંતે દર્શન કઈ રીતે કરી શકાય. કઈ છે આ રીતે જાણો અહીં.

1. ઓનલાઇન બુકિંગ

image source

સૌથી સરળ રસ્તો છે કે તમે દર્શન અથવા સેવા માટે રામેશ્વરમ મંદિરની સત્તાવાર વેબસાઇટ

http://www.rameswaramtemple.tnhrce.in/ પર જઈ તમારું એડવાન્સ બુકિંગ કરી શકો છો. અહીં તમે મંદિરના ગેસ્ટ હાઉસમાં સ્ટે બુક પણ કરી શકો છો. વેબસાઈટ પરથી તમે જાણી શકો છો કે મંદિરમાં તમે કયા કયા પ્રકારની સેવા આપી શકો છો.

2. ભલામણ ચિઠ્ઠી

image source

ઓનલાઇન બુકિંગ ન કરાવી શકે તેવા મુસાફરો તેમના સ્થાનિક નેતાનો ભલામણ પત્ર સાથે લઈ જઈ અને તેના આધારે પણ દર્શન સ્લિપ મેળવી શકે છે. જેમાં નેતાઓમાં સ્થાનિક સાંસદો, મંત્રી અને ધારાસભ્યોનો સમાવેશ થાય છે.

image source

આ પત્ર સાથે જાઓ તો તમારે દર્શનના એક દિવસ પહેલા મંદિરના અધ્યક્ષને પત્ર આપવાનો રહેશે. ત્યારબાદ તે તમને ટિકિટ આપશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ