આ નેચરલ રીતે તમારી સ્કિનને ચમકાવી દો, લોકો કરશે તમારા ભરપેટ વખાણ

યોગ અને વ્યાયામ દ્વારા મેળવો સંપૂર્ણ ચમકતી ત્વચા – નહીં પડે કોઈ ફેશિયલ કે પછી બ્યુટી ટ્રીટમેન્ટની જરૂર

તમે ઘણી બધી બોલીવૂડ કે હોલીવૂડ એક્ટ્રેસને ચાલીસી વટાવ્યા બાદ પણ યુવાન જોતાં હશો અને તમારી આંખો પહોળી રહી જતી હશે. ઉદાહણ તરીકે તમે શિલ્પા શેટ્ટી અને માધુરી દિક્ષિતને જ લઈ લો. આજે ચાલીસી વટાવ્યા બાદ પણ તેમની ઉઁમર વધી નથી રહી પણ ઘટી રહી હોય તેવું લાગે છે. ચોક્કસ તેઓ મેકઅપનો પણ સહારો લે જ છે પણ તેથી વધારે તેઓ પોતાની જાતને સુંદર અને સ્ફુર્તિલા રાખવા માટે યોગ તેમજ વ્યાયમનો પણ સહારો લે છે.

image source

તમને પણ લાંબો સમય યુવાન રહેવાની ઇચ્છા રહેતી જ હશે. બધાની આ જ ઇચ્છા હોય છે કે તેઓ હંમેશા યુવાન દેખાય. પણ તમારી ઉંમરને તમે ટાળી શકો તેમ નથી પણ તમારી ઉંમરની અસર તમારા શરીર પર થતી તમે ટાળી શકો છો અને ટાળી ન શકો તો ઓછામાં ઓછી લંબાવી તો શકો જ છો. તેના માટે તમારે યોગ તેમજ વ્યાયામનો સહારો લેવો જોઈએ. જે તમને આંતરિક અને બાહ્ય રીતે સુંદર બનાવશે.

image source

ઉંમર વધતા તમારી ત્વચામાં કરચલીઓ પડે છે અને ઉપર છલ્લી દેખભાળથી તેમાં કંઈ ખાસ ફરક નથી પડતો હોતો. હવામાં ફરતા પ્રદૂશકો તેમજ તમારું અનિયમિત ડાયેટ તમારી ત્વચા પર માઠી અસર કરે છે. પણ તેમ છતાં તમે તમારી ત્વચાને સ્વસ્થ તેમજ ચમકીલી બનાવી શકો છો. વ્યાયામ તમારા હૃદય, તમારા સ્નાયુઓ, તમારા ફેફસા તેમજ તમારા માનસિક સ્વાસ્થ્યને સ્વસ્થ રાખે છે પણ તેની સાથે સાથે તે તમારી ત્વચાને પણ સ્વસ્થ બનાવે છે. વ્યાયામ તમારા શરીરમાં કુદરતી એન્ટીઓક્સિડન્ટ્સ ઉત્પાદનને વધારવામાં મદદ કરે છે

– વ્યાયામ વ્યક્તિના સ્વાસ્થ્ય કે તેમના મૂડને વધારવા કે તેમના મનની નિરાશા, ચિંતા તેમજ તાણને ઘટાડવામાં તો મદદ કરે જ છે પણ તે તમારા શરીરમાના ઓક્સિડેટીવ સ્ટ્રેસને ઘટાડવામાં પણ મદદ કરે છે.

image source

– એક અભ્યાસ જણાવે છે કે નિયમિત વ્યાયામ કરવાથી તમારું શરીર વધારે પ્રમાણમાં કુદરતી એન્ટીઓક્સિડન્ટ્સ ઉત્પન્ન કરે છે, જે તમારા કોષના રક્ષણ માટે જરૂરી છે અને આ રીતે તમારી ત્વચા પણ ચમકતી રહે છે.

– બીજા એક અભ્યાસ દ્વારા પણ જાણવા મળ્યું છે કે પ્રમાણમાં થોડો ભારે વ્યાયામ કરવાથી તે એન્ટીઓક્સિડન્ટ્ તરીકે કામ કરે છે જે તમારી ત્વચાને યુવાન બનાવવામાં મદદ કરે છે.

image source

– ઓછી ઉંઘ તમારી ત્વચાને વધારે જલદી બુડ્ઢી બનાવે છે. ઓછી ઉંઘના કારણે વાતાવરણના કારણે ત્વચાને જે નુકસાન થાય છે તે દૂર નથી થતું અને તેના કારણે તમારી ત્વચાની ગુણવત્તામાં પણ ઘટાડો થાય છે.

– એક અભ્યાસ પ્રમાણે યોગ્ય પ્રમાણમાં ઉંઘ ન લેવાથી તમારી આંખના પોપચા લબડેલા રહે છે, તમારી આંખો સોજેલી રહે, તેમજ આંખની આસપાસ કરચલીઓ તેમજ કાળા કુંડાળા વધતા રહે છે.

image source

– આવા સંજોગોમાં વ્યાયામ કરવાથી તમારી ઉંઘની ગુણવત્તા સુધરે છે. એક અભ્યાસ પ્રમાણે વ્યાયામ તમારી ઉંઘના કલાકોમાં વધારો કરે છે. આમ તમારી સ્લિપ સાઇકલ સુધરે છે અને તે દ્વારા તમારી ત્વચાને સ્વસ્થ રહેવામાં મદદ મળે છે અને તે પુનર્યૌવન મેળવે છે.

યોગના સૌંદર્ય વધારતા લાભો

– નિયમિત યોગ કરવાથી પણ માણસની ત્વચાને અઢળક લાભ થાય છે. એક અભ્યાસ જણાવે છે કે યોગ કરવાથી તમારા શરીરનું ઇન્સ્યુલીન નિયમિત રહે છે તેમજ ગ્લુકોઝ નિયંત્રિત રહે છે અને તેના કારણે તમારા શરીરની પેશીઓમાં પ્રોટિનનો સંચય થાય છે જેનો સીધો જ લાભ તમારી ત્વચાને મળે છે.

image source

– એક અભ્યાસ પ્રમાણે યોગને એક હોલિસ્ટિક એન્ટિ-એજિંગ કોસ્મેટિક સ્કીન રીજુવેનેશન મેથોડ પણ કહે છે. એટલે કે યોગ કરવાથી તમારી ત્વચા વૃદ્ધ નથી થતી પણ યુવાન થવા લાગે છે. માટે જ તમારે તમારી ત્વચાને જો લાંબા સમય માટે યુવાન રાખવી હોય તો તમારા રોજિંદા નિયમમાં યોગ તેમજ વ્યાયમનો પણ સમાવેશ કરવો જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ