મૃત લોકોના સરોવર તરીકે ઓળખાય છે આ સરોવર, અંદરથી મળે છે કંઇક ના મળવાનુ આ બધુ જ

નમસ્કાર મિત્રો ભારતમાં થી ઘણી જ્ગ્યા એ થી પુરાતત્વ વિભાગ દ્વારા ઘણી બધી શોધખોલો કરવા માં આવતી હોય છે અને ત્યાર બાદ તે નમૂના પર બધા ટેસ્ટ કરીને તેના વિષે વધુ માહિતી મેળવવા માં આવતી હોય છે

પરંતુ ભારતમાં ઘણી જગ્યા એ થી અમુક રહસ્યમય હાંડપિંજરો પણ મળી આવતા હોય છે જે ક્યાં થી આવેલા હોય અને કેટલા જૂના હોય છે તે હજી પણ વૈજ્ઞાનિકો માટે એક રહસ્ય જ હોય છે

ભારત માં ઉતરખંડ રાજ્ય અને હિમાલય પર એવી રહસ્યમય જગ્યા આવેલી છે કે જ્યાં રહસ્યમયી રીતે કેટલાક હાડપિંજરો અને બરફ માં દટાયેલાં મરુત શરીરો મળી આવતા હોય છે

image source

તાજેતરમાં જ ઉતરખંડ આવેલૂ રૂપકંદ નામ નું એક સરોવર આવેલુ છે જ્યાં અવાર નવાર મનુષ્યો ના હાડ પિંજરોમળવાની ઘટના એક રહસ્ય છે જેના પર થી તાજેતર માં જ વૈજ્ઞાનિકો એ પરદો ઉચક્યો હતો

ભારત અને બીજા ઘણા બધા દેશો ની સંગઠિત શોધકરો ની ટુકડી એ સંશોધન કરીને તારણ આપ્યું કે રૂપકંદ માથી મળી આવતા આ હાડપિંજરો ભારતીયો ના જ નથી પરંતુ દૂર દૂરરાજયો થી સફર કરી ને આવેલા મુસાફરોના છે

image source

આ બધા મુસાફરો ગ્રીક અને દક્ષિણ પૂર્વ ભાગો માથી આવેલા હતા એવું માનવમાં આવે છે એક આંતરરાષ્ટ્રીય જર્નલ કે જેનું નામ હતું “નેચર કમુનિકેશન” માં પ્રસિદ્ધ થયેલા લેખ અનુસાર રૂપકંદ અને બીજી ઘણી જગ્યા ઓએ થી મળી આવેલા આ હજારો વર્ષો જૂના રહસ્યમઈ હાડ પીંજરો એક સાથે મૃત્યુ પામેલા ન્થી પરન્તુ અલગ અલગ સમયે અલગ અલગ ઘટના ઓને લીધે મૃત્યુ પામેલા લોકો ના છે

image source

આ શોધ ખોલો ને સફળ બનાવવા માં ઘણા બધા વૈજ્ઞાનિકો નો ફાળો હતો જેમકે ડેવિડ રેચ કેજે અમેરિકા ની હાવર્ડ મેડિકલ સ્કૂલ ના પ્રોફેસર હતા અને તેની સાથે ભારતના લખનૌ ની બિરબલ સાહની ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેલિયો સાઇન્સ ના પ્રોફેસર નીરજ રાય પણ જોડાયા હતા તેમજ આ બંને વૈજ્ઞાનિકો ની સાથે સાથે અમેરિકા યુરોપ અને ભારત ના 28 જેટલા વૈજ્ઞાનિકો પણ જોડાયા હતા

image source

આ બધા વૈજ્ઞાનિકો એ મળી ને રૂપકંદ માથી મળી આવેલા નમૂના ઑ નું એડ્વાન્સ જેનીટીક પદ્ધતી અને કાર્બન ડેટિંગ પદ્ધતિ ની મદદ થી હાડ પિંજરો વિષે માહિતી મેળવવા માં સફળ રહ્યા હતા

ભારતના લખનૌ ની બિરબલ સાહની ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેલિયો સાઇન્સ ના પ્રોફેસર નીરજ રાયના કહેવા મુજબ રૂપકંદ સરોવર ની આજુબાજુના 40 મીટર ના કિનારા ના વિસ્તાર માં 400 થી 600 જેટલા હાડ પીંજારો મળી આવ્યા હતા આ બધા હાડપિંજરો સુધી પહોચવું ખૂબ જ અઘરૂ કામ હતું

image source

કારણકે ઉતરકાંડ માં ચમોલી નામના જિલ્લા માં આ રૂપકંદ સરોવર 5400 મીટર એટ્લે કે અંદાજે 5 કિલોમીટર જેટલું ગીચ જંગલ માં આવેલું હતું અને આ સરોવર સુધી પહોચવા માટે વૈજ્ઞાનિકો એ સતત 4 દિવસ સુધી ગાઢ જંગલ માથી પસાર થઈ ને જવું પડતું હતું

રૂપકંદ સરોવર નું સૌથી મોટું રહસ્ય એ હતું કે એવું તો શું હતું આ સરોવરમા કૅ જેથી લોકો ગાઢ જંગલો ની અંદર આવેલા સરોવાર તરફ ખેચી લાવ્યું હતું અનેતે લોકો ને મોત શા માટે થયા હતા

image source

વૈજ્ઞાનિકો ના મત મુજબ રોપકંદ સરોવર ની આસપાસ મળી આવેલા બધા હાડ પિંજરો પેલી પેઢીના ગ્રીક લોકો ના હતા આ બધા ગ્રીક લોકો લાંબા અને મજબૂત કદ કાઠી ધરાવતા હતા

વૈજ્ઞાનિક રાય ના કહેવા મુજબ “ અમે આશા રાખીએ છીયે કે અમે આ ગ્ર્રિક લોકોના અહી સુધી આવવાના કારણ સુધી જલ્દી પહોચી જઈશું.

આ રૂપકંદ સરોવર સૌથી પહેલા 1942 માં વિશ્વ ની સામે આવી હતી આ લેક ના શોધનાર વ્યક્તિ H K madhval હતા કે જે બ્રિટિશ સરકાર ના ફોરેસ્ટ ગાર્ડ હતા

image source

જેને સૌથી પહેલા રોપકંદ સરોવર પર તરતા કેટલાક હાડપિંજરો જોયા હતા તે હાડ પિંજરો જોતા જ તે ડરી ગયા હતા ત્યાર બાદ તેને બ્રિટિશ સરકાર ને જાણકારી આપી હતી અને બ્રિટિશ લોકો એવું માનતા હતા કે આ હાડ પિંજરો જાપાન ના સૈનિકો ના છે કે જે વિશ્વયુદ્ધ વખતે મૃત્યુ પામ્યા હતા

પરંતુ તેને સપનામાય ખ્યાલ ન હતો કે આ હાડપિંજરો તે ની કલ્પના કરતાં પણ હજારો વર્ષ જૂના છે 1956 માં સૌપ્રથમ હૈદરાબાદ ની એક જીવવિજ્ઞાન ની સંસ્થા એ આ હાડપિંજરો ના નમૂના લેવાનૌ કામ ચાલુ કર્યું હતું ત્યારે વૈજ્ઞાનિકો ને બે પ્રકાર ના લોકો ના હાડ પિંજરો મળી આવ્યા હતા

image source

તેમાં થી એક ઈરાની લોકો હતા કેજે લાંબા હતા અને તેની સાથે બીજા ઠીંગણું કદ ધરાવતા સ્થાનિકો ના પણ હાડ પિનજરો મળી આવ્યા હતા એ વાત પરથી વૈજ્ઞાનિકો એ તારણ આપ્યું હતું કે રૂપકંદ સરોવર પાર કરવા માટે ઈરાની લોકો એ સ્થાનિકો નો સહારો લીધો હતો પણ શા માટે તેને રૂપ કાંડ સરોવર પાર કરવા ની ફરજ પડી હતી

ત્યાર બાદ 2004 માં આ હાડ પિંજરો પર ફરી એક વાર સંશોધન કરવામાં આવ્યુ અને સંખ્યાબાદ પરીક્ષણો બાદ વૈજ્ઞાનિકો બે પ્રકાર ના લોકો માથી એક પ્રકાર ના લોકો ના dna ઓળખવામાં સફળ રહ્યા હતા કે જે હાલ ના મહારાષ્ટ્ર પ્રાંત ના કોંકણષ્ઠ બ્રાહ્મણો હતા

આ પરીક્ષણો બાદ એક મહત્વની એક જાણકારી મળી કે જેટલા પણ હાડ પિંજરો મળી આવ્યા હતા તેમાં થી બધા લોકો ના માથે અને શરીરો પર એક જ પ્રકાર ના ઘાવ હતા જે ગોળ પદાર્થ ના વાગવાથી થયેલા હતા

વૈજ્ઞાનિકો નું એવું માનવું છે કે અચાનક થયેલા હિમ વર્ષા અને તોફાનો ને લીધે આ બધા લોકો ના મૃત્યુ બરફ માં દબાઈ જવાને લીધે થયા હતા છતાં પણ એક વાત થી તો વૈજ્ઞાનિકો હજી અજાણ જ હતા કે આ બધા લોકો 16000 ફૂટ ની ઊચાઇ પર આવેલા રૂપકંદ સરોવર પર શું કરતાં હતા

image source

આ વાત હજી વન ઉકેલી જ છે જેના લીધે ઘણી બધી લોકવાયકા ઑ જગત માં પ્રસિદ્ધ છે તેમની એક લોકવાયકા નીચે મુજબ છે

કેટલા સમય પહેલા નંદા દેવી નામક એક ખુબ જ સુંદર યુવતી ઉતરખંડ ના ચમોલી જિલ્લા આમાં રહે તી હતી તે તે સમય ના અમુક રીતિ રિવાજો મુજબ નંદા દેવી ના લગ્ન ભગવાન શંકર સાથે કરવામાં આવ્યા હતા અને તેથી તે ભગવાના ના ઘરે અને તેના સાસરે હોમકુંડ તરફ પગપાળા જય રહ્યા હતા

image source

વ્ચ્ચે નંદાદેવી ખૂબ જ તરસ્યા થાય છે તેથી ભગવાન તેના માટે એક સરોવર બનાવે છે જે આજે બેદી કુંડ તરીકે ઓળખાય છે

ત્યાર બાદ આગળ નિ યાત્રા માં નંદાદેવી ના સ્નાન માટે ભગવાન એક બીજું સરોવર બનાવે છે જેનું નામ હોય છે રૂપ કુંડ તેથી ત્યાના સ્થાનિકો લોકો દર વર્ષે હોમકુંડ સુધી પગપાળા યાત્રા કરી ને જાય છે

image source

આ યાત્રા 280 કિમી લાંબી હોય છે જેમાં 3 અઠવાડીયા જેટલો સમય લાગે છે તેથી બધા લોકો નું માનવું છે આ મળી આવેલા હાડ પિંજરો બધા યાત્રીઓના હતા

પરંતુ આ યાત્રા માં સ્ત્રીઓ ને આવવાની મનાઈ હોય છે પરન્તુ મળેલા હાડપિંજરો માથી અમુક હાડપિંજરો સ્ત્રીઓના પણ હતા જેથી આ માન્ય ખોટી ઠરે છે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ