ડાર્ક સર્કલને માત્ર 2 દિવસમાં જ આ રીતે કરી દો દૂર, ચહેરો લાગશે સ્માર્ટ

આ ઘરગથ્થુ ઉપાય દ્વારા દૂર કરો તમારી આંખ આસપાસના ડાર્ક સર્કલ

image source

ઘણીવાર તમારો ચહેરો સુંદર હોવા છતાં, તમારી સ્કીન પણ મુલાયમ – ગુલાબી હોવા છતાં તમારી આંખની આસપાસના કાલા કુંડાળા તમારા સૌંદર્યને નીખરવા જ નથી દેતાં. જો તમને પણ ડાર્કસર્કલની સમસ્યા હોય તો આજે અમે તમારા માટે તેને દૂર કરવાના કેટલાક ઘરેલુ નુસખાઓ લઈને આવ્યા છે જે તેને અસરકારક રીતે દૂર કરશે.

સૌ પ્રથમ તો ડાર્કસર્કલ થવાના કારણો વિષે જાણીએ

– સૌથી મહત્ત્વનું કારણ તમારા શરીરને પૂરતી ઉંઘ ન મળવી તે છે.

– આ સમસ્યા વારસાગત પણ હોઈ શકે છે.

– જો તમે તમારી આંખને વધારે તકલીફ આપતા હોવ, જેમ કે ટીવી વધારે જોવું, મોબાઈલ સ્ક્રીન પર વધારે જોવું, કમ્પ્યુટર પર વધારે કામ કરવું વિગેરે.

– ડીહાઇડ્રેશન પણ એક કારણ હોઈ શકે છે.

image source

– કોઈ પ્રકારની એલર્જી જો તમને થઈ હોય તો તે પણ એક કારણ હોઈ શકે

– ઉંમર વધવાની અસરના કારણે પણ કાળા કુંડાળા પડી શકે છે.

– તડકાના કારણે મેલાનિનનું ત્વચામાં વધારે પડતું ઉત્પાદન થવું

હવે જાણીએ તેને દૂર કરવાના કૂદરતી ઉપચારો વિષે

બટાટા

image s source

આપણે બધા એ સારી રીતે જાણીએ છે કે બટટામાં બ્લિચિંગ એજન્ટ હોય છે. જે ત્વચા પરની કાળાશને દૂર કરે છે અને તેના ડાઘ પણ આછા કરે છે. આ ઉપરાંત તે ત્વચાને એક્સફોલિએટ પણ કરે છે. તેના આ ગુણના કારણે જ તમે તેનો ઉપયોગ ડાર્ક સર્કલ દૂર કરવામાં કરી શકો છો.

બટાટામાંથી રસ કાઢી લેવો અને તેને થોડીવાર ફ્રીઝમાં મુકીને ઠંડો કરી લેવો. ત્યાર બાદ તે રસમાં કોટન પલાળીને તેને તમારી આંખ આસપાસના કાળા કુંડાળા પર લગાવવો. આ રીતે તમે અસરકારક રીતે કાળા કુંડાળા દૂર કરી શકો છો.

image source

આ ઉપરાંત તેના માટે તમારે એક બટાટુ લેવું તેની પાતળી ગોળ સ્લાઇસ કાપી લેવી અને તેને થોડીવાર માટે ફ્રીઝમાં મુકી દેવી. થોડી વાર બાદ તે સ્લાઇસને ફ્રીઝમાંથી બહાર કાઢી તમારી આંખો પર મુકી દેવી. તેનાથી તમારી આંખોને આરામ પણ મળશે અને ડાર્ક સર્કલ પણ દૂર થશે.

બદામનું તેલ

image source

બદામના તેલમાં પુષ્કળ પ્રમાણમાં વિટામીન ઇ હોય છે. અને વિટામીન ઇ તમારી ત્વચા તેમજ તમારી આંખો તેમજ તમારા વાળ માટે અત્યંત લાભપ્રદ વિટામીન છે. બદામનું તેલ તમારી ત્વચાને સાફ કરે છે.

ડાર્ક સર્કલ દૂર કરવા માટે પણ તમે બદામના તેલથી સૂતા પહેલાં માલિશ કરશો તો થોડા જ દિવસોમા ડાર્ક સર્કલ દૂર થઈ જશે. જો કે તમારે હળવા હાથે આંગળીઓના ટેરવાથી ડાર્ક સર્કલ પર માલિશ કરવું.

ટામેટાનો રસ

image source

ટામેટાનો રસ તમારી ત્વચાને કોમળ બનાવે છે તેમાં કાંતિ લાવે છે. પણ ત્વચાને સુંદર બનાવવાની સાથે સાથે તે તમારી આંખ આસપાસના કાળા કુંડાળા પણ દૂર કરવામાં ઉપયોગી છે.

તેના માટે તમારે બે સામગ્રીની જરૂર પડશે ટામેટાનો રસ અને લીંબુનો રસ. આંખના કુંડાળા દૂર કરવા માટે તમારે એક ચમચી ટામેટાનો રસ લેવો તેમાં બે નાની ચમચી લીંબુનો રસ ઉમેરી તેને બરાબર મિક્સ કરીને તેને રૂ દ્વારા કે પછી હળવા હાથે આંખની આસપાસના કાળા કુંડાળા પર લગાવવું.

image source

લગાવ્યા બાદ તેને તેમ જ 15-20 મિનિટ રહેવા દેવું. ધીમે ધીમે ડાર્ક સર્કલ દૂર થઈ જશે.

ઓરેન્જ જ્યૂસ

image source

સંતરાનો જ્યૂસ ત્વચા માટે અત્યંત લાભપ્રદ છે. તે ત્વચાને સુંદર તો બનાવે જ છે પણ તેમાં રહેલું વિટામીન સી ત્વચાને સ્વચ્છ અને ચમકતી બનાવે છે અને સાથે સાથે તમારી ડાર્ક સર્કલની સમસ્યા પણ દૂર કરે છે.

તેના માટે તમારે એક મોટી ચમચી નારંગીના રસમાં થોડાં ટીપાં ગ્લિસરનના ઉમેરવા. તેને બરાબર મિક્સ કરીને તેને ડાર્ક સર્કલ પર લગાવવું. ધીમે ધીમે ડાર્ક સર્કલ દૂર થશે અને તમારી ત્વચા એકસમાન લાગશે.

કાકડીનો રસ – સ્લાઇસ

બટાટાની જેમ તમે કાકેડીના રસ તેમજ તેની સ્લાઇસને પણ તમારી આંખ આસપાસના ડાર્ક સર્કલ દૂર કરવા માટે ઉપયોગમાં લઈ શકો છો. કાકડીનો રસ પીવાથી તેમજ તેને ત્વચા પર લગાવવાથી પણ તમારી ત્વચા ખીલી ઉઠે છે. કાકડી તમારી ત્વચાને જરૂરી ભેજ પૂરો પાડે છે અને સાથે સાથે તેને એક્સફોલિએટ પણ કરે છે.

image source

અહીં પણ તમારે કાકડીનો ઉપયોગ ઉપર જે રીતે બટાટાનો ઉપયોગ બતાવ્યો છે તે રીતે કરવો. તમે તેની સ્લાઇસને આંખ પર લગાવીને પણ ડાર્ક સર્કલ દૂર કરી શકો છો અને રસમાં રૂને ડીપ કરીને તેને પણ ડાર્ક સર્કલ પર લગાવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ