આ રીતેે કરો તમારી સ્કિનની કેર, નહિં દેખાય તમારી વધતી ઉંમર

તમારી ઉંમર પ્રમાણે ત્વચાની આ રીતે રાખો સંભાળ

image source

25-26ની ઉંમર વટાવ્યા બાદ આપણે હંમેશા આપણી સ્કીનની ફરિયાદ કરતા રહીએ છે. સ્ત્રીઓની હંમેશા એવી ફરિયાદ હોય છે કે તેમની ત્વચા લગ્ન પહેલાં સારી હતી અથવા તો તેઓ કોલેજમાં અભ્યાસ કરતી હતી તે વખતે સારી હતી.

પણ લગ્ન બાદ જવાબદારીઓ વધતાં બાળકો આવતાં તમે તમારી ત્વચા પર પુરતું ધ્યાન નથી આપતાં અને તમારી ઉંમર કરતાં તમે ઓર વધારે ઘરડા દેખાવા લાગો છો.

image source

તમારી સાથે પણ આવું થાય તેવું તમે જરા પણ નહીં ઇચ્છો. માટે જ અમે તમારા માટે લાવ્યા છે કેટલાક એવા નુસખા જે તમારી ઉંમર પ્રમાણે તમારી ત્વચાનો ખ્યાલ રાખશે અને તમને તમારી ઉંમર કરતાં ક્યાંય વધારે નાના દેખાડશે.

કીશોરાવસ્થા દરમિયાન ત્વચાની સંભાળ

image source

આ અવસ્થામાં કન્યાઓમાં હોર્મોન્સમાં ફેરફાર થાય છે અને તેમને ચેહરા પર ખીલ પણ આવવા લાગે છે. અને આ ઉંમર દરમિયાન છોકરીઓ પોતાની જાતને સુંદર દેખાવા માટે વિવિધ પ્રસાધનો તેમજ મેકઅપનો સામાન પણ વાપરવા લાગે છે.

14-15 વર્ષ સુધી તો તેમની ત્વચા બિલકુલ મુલાયમ હોય છે તેને કોઈ સંભાળની જ જરૂર નથી હોતી પણ યોગ્ય પોષણની જરૂર હોય છે. આ ઉંમર વટ્યા બાદ યુવાનીમાં પ્રવેશ્યા બાદ ત્વચાને તેને સંભાળની જરૂર પડે છે.

image source

આ ઉંમરમાં એટલે કે કીશોરાવસ્થામાં કન્યાઓએ ત્વચા પર કોઈ પણ પ્રકારના કેમિકલ યુક્ત ઉત્પાદનોનો પ્રયોગ ન કરવો જોઈએ. તેની જગ્યાએ તેમણે ઠંડું કાચ્ચુ દૂધ અથવા દહીંથી ચહેરા પર મસાજ કરવું જોઈએ અને તેનાથી જ ત્વચાને સ્વચ્છ રાખવી જોઈએ.

યુવાનીના ઉંમરે ત્વચાની સંભાળ

image source

શાળા પત્યા બાદ કોલેજની શરૂઆત થાય એટલે કે 18-22 વર્ષની ઉંમર કે જેને તમે યુવાનીનો ઉંમરો કહો છો ત્યારે યુવતિઓએ પોતાની ત્વચાનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે કારણ કે તે સમયે પણ તમારામાં હોર્મોન બદલાતા હોય છે.

અને આ હોર્મોનલ ચેન્જના કારણે તેની સીધી જ અસર તમારી ત્વચા પર થાય છે. જેમ કે ચહેરા પર ખીલ આવવા, ફોલ્લીઓ થવી, લાલ ચકામા પડવા વિગેરે. જો આ સમયે ત્વચાની સંભાળ ન કરવામાં આવે તો ત્વચા પર ખાડા પણ પડી જાય છે જે આજીવન રહે છે.

image source

ખીલ તેમજ ફોલ્લીઓથી બચવા માટે આ ઉંમર દરમિયાન તમારે ઓઇલી ખોરાકનું સેવન ન કરવું જોઈએ. જેમ કે અથાણા, માંસ, માછલી મસાલેદાર ખોરાક વિગેરે. તેની જગ્યાએ તમારે તાજા ફળ તેમજ શાકભાજી અને તેના રસ અને સાથે સાથે ઘણું બધું પાણી તમારે પીવું જોઈએ.

અને જો આજીવન તમારી ત્વચાને સ્વસ્થ રાખવા માગતા હોવ તો આ ટેવ તમારે જીવનભર માટે પાળી લેવી જોઈએ.

image source

પુષ્કળ પાણી પીવાથી તમને ખૂબ પરસેવો આવશે અને તેના કારણે તમારી ત્વચાના રોમછિદ્રો ખુલી જશે અને તેમને ઓક્સિજન મળશે અને તે સ્વચ્છ થતી રહેશે. આ ઉપરાંત તમારે શિયાળાની ઋતુમાં પણ રસદાર ફળોનુ સેવન કરવું જોઈએ અને રસ પીવા જોઈએ.

જો ખીલની સમસ્યા રહેતી હોય તો ખીલને ક્યારેય ફોડવા નહીં કે ક્યારેય તેના પર નખ ન મારવા. તેમ કરવાથી ચહેરા પર ખાડા પડી જશે.

image source

તેની જગ્યાએ હુંફાળા ગરમ પાણીમાં મુલાયમ નેપ્કીન પલાળીને તેનાથી જ ચહેરો સાફ કરવો જોઈએ. રાત્રે સુતી વખતે પણ ઓઇલ ફ્રી મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરવો જોઈએ. જેથી ત્વચાને મોઇશ્ચર મળશે પણ તેલ નહીં.

લગ્ન બાદ આ રીતે રાખો ત્વચાની સંભાળ

image source

હવે લગ્નની સામાન્ય ઉંમર 24-25 વર્ષની થઈ ગઈ છે. કારણ કે હવે દીકરીઓને ભણાવવામાં આવે છે અને ભણતાં ભણતાં 24-25 વર્ષની ઉંમર તો થઈ જતી હોય છે. 25 વર્ષની ઉંમર બાદ ત્વચાની સંભાળની ખાસ જરૂર પડે છે.

લગ્ન થયા બાદ સ્ત્રીઓ હંમેશા પોતાની સાંસારીક જવાબદારીઓમાં વ્યસ્ત થઈ જાય છે. ગર્ભાવસ્થા દરમિયાન અને બાદ તેનામાં ઘણાબધા હોર્મોનલ પરિવર્તન આવે છે જેની સુંદર ત્વચા પર પણ ખરાબ અસર થાય છે. માટે આવા વખતે જ તમારે તમારી ત્વચાની સંભાળ લેવાની જરૂર હોય છે.

image source

હવે તમારે તમારી ત્વચાની જ સંભાળ નથી લેવાની પણ તમારા સ્વાસ્થ્ય પર પણ પુરતું ધ્યાન આપવાનું હોય છે. અને શરીરને પોષણયુક્ત ખોરાક પુરો પાડીને ત્વચાને અંદરથી જ સુંદર બનાવવાની છે.

તેના માટે તમારે ફણગાવેલાં કઠોળનો સમાવેશ સવારના નાશ્તામાં કરવો જોઈએ. આ ઉપરાંત ઘઉં-ચોખાનું પ્રમાણ ઘટાડીને ફળ તેમજ શાકભાજીનું પ્રમાણ વધારવું જોઈએ. સાથે સાથે હળવો વ્યાયમ પણ કરવો જોઈએ.

ત્વચાની આ રીતે રાખો સંભાળ

image source

– જે લોકોની ત્વચા નોર્મલ તેમજ ઓઇલી હોય તેમણે એક ચમચી મુલતાની માટી, એકચમચી કેથોરિન પાઉડર અને એક ચમચી ડુંગળીનો રસ આ બધી જ સામગ્રીને એક સાથે મિક્સ કરી તેની એક પેસ્ટ તૈયાર કરી લેવી.

ત્યાર બાદ તે પેસ્ટને ચહેરા પર લગાવવી અને અરધા કલાક બાદ ચહેરાને ધોઈ લેવો. તેનાથી ત્વચા ચમકીલી બની જશે.

image source

– શિયાળા દરમિયાન કોઈ મોઇશ્ચરાઇઝર ક્રીમ વાપરવાની જગ્યાએ દિવસમાં એકવાર તાજી મલાઈથી ચહેરાપર માલિશ કરી લેવું. તેનાથી તમારી ત્વચા ખીલી ઉઠશે અને તે રુક્ષ પણ નહીં થાય.

– દૂધમાં બ્રેડ પલાળીને એક સ્ક્રબર જેવું તૈયાર કરો. તેને ત્વચા પર લગાવવું. તેને તેમ 10-15 મિનિટ રાખી મુક્યા બાદ તેને ચહેરા પર ઘસી લેવું. આમ કવરાથી મૃત ત્વચા દૂર થઈ જશે અને તમારી સ્કીન ચમકી ઉઠશે.

image source

– બીજો એક નુસખો છે બદામ અને લવીંગનો. તેના માટે તમારે બદામ અને લવિંગનો પાઉડર બનાવી લેવો. તેમાં અરધી ચમચી પાઉડરને કાચા દૂધમાં મિક્સ કરવો, ત્યાર બાદ તેમાં હળદર ઉમેરવી, હવે તેને ત્વચા પર લગાવી લેવું. થોડી વાર બાદ ચહેરો ધોઈ લેવો. ત્વચા કાંતિવાન બનશે.

– જે મહિલાઓની ત્વચા નોર્મલ હોય તેમણે ચહેરા પર મલાઈ લગાવીને તેનું માલિશ કરવું. તેને તેમ જ પાંચ મિનિટ માટે રહેવા દીધા બાદ. ચહેરાને સાફ કરી લેવો અને ત્યાર બાદ તેના પર બદામની પેસ્ટનો લેપ લગાવવો.

image source

તેને 15-20 મિનિટ તેમ જ રાખીને ચહેરા પરથી બદામની પેસ્ટને કાચા દૂધથી સ્વચ્છ કરી લેવી. ત્યાર બાદ ઠંડા પાણીએ મોઢું ધોઈ લેવું.

– ચહેરા પર બને ત્યાં સુધી સાબુનો પ્રયોગ ન કરવો કે કોઈ પણ જાતના ફેસવોશનો પણ ઉપયોગ ન કરવો. ચહેરાને હંમેશા ચણાના લોટ તેમજ દૂધના મિશ્રણથી બનાવેલી પેસ્ટથી જ સાફ કરવો.

image source

અને જો તેમ ન કરી શકો તેમ હોવ તો બેબી સોપ લીક્વીડથી ચહેરો ધોવાનું રાખો તેનાથી ચહેરા પર કોઈ પણ જાતનું કેમિકલ નહીં રહે અને ત્વચા સુરક્ષિત રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ