રુચીબેન લાવ્યાં છે નાસ્તામા બનાવી શકાય એવી ‘મસાલા ઈડલી’ , એ પણ સ્ટેપ બાય સ્ટેપ ફોટા સાથે

મસાલા ઈડલી

કડક શેલો ફ્રાય કરેલી ઈડલીને ચટાકેદાર મસાલા સાથે પીરસો એટલે બાળકો અને પરિવાર ખુશ. ઈડલી ઢોસા બધાના ઘરે લગભગ ખવાતા જ હોય , તો ચાલો આજે આપણે બનાવીએ નવીન વાનગી જે નવું પણ લાગશે અને સ્વાદિષ્ટ પણ. આ વાનગી આપ વધેલી ઈડલીમાંથી પણ બનાવી શકો છો. તો તાજી ઈડલીમાંથી બનવા ઇચ્છતા હો તો ઈડલી અગાઉથી બનાવી લેવી. ઠંડી થયેલી ઈડલી સારી રીતે ફ્રાય થઇ શકશે.

આપ ચાહો તો ડીપ ફ્રાય પણ કરી શકો છો. મસાલા ઈડલી બનાવવાની ઘણી રીત છે. આપ ચાઇનીસ મસાલો પણ બનાવી શકો. હું અહી સાદી અને સરળ રીત બતાવીશ જેની સામગ્રી દરેકના ઘરમાં તૈયાર જ હોય.

સામગ્રી :

• બનાવેલી ઈડલી,
• ૧ વાડકો બારીક સમારેલી ડુંગળી,
• ૧/૨ વાડકો બારીક સમારેલા ટામેટા,
• ૧/૪ વાડકો બાફેલા વટાણા,
• ૧ ચમચી ખમણેલું આદુ,
• મીઠું,
• ૧/૨ ચમચી લાલ મરચું,
• ૧/૪ ચમચી ગરમ મસાલો,
• ૧/૪ ચમચી જીરું,
• ૧/૨ હિંગ,
• તેલ , શેલો ફ્રાય માટે,

રીત :

૧. વધેલી ઈડલીને પ્લેટમાં એકથી કરો.

 

૧. ઈડલીને લાંબીને મોટા કટકામાં કાપો.

૩. કડાયમાં થોડું તેલ ઈડલીના કટકાને શેલો ફ્રાય કરો . મારા ઘરે બધા ને કડક ઈડલી ભાવે , આપ ચાહો તો થોડી નરમ રાખી શકો છો.

૪. ટામેટા , વટાણા અને બધો મસાલો સમારીને એકબાજૂ મૂકી ડો.

 

૪. કદાય માં ૩-૪ ચમચી તેલ લો . ગરમ થાય એટલે એમાં જીરું , હિંગ નાખી સમારેલી ડુંગળી ઉમેરો . ત્યાર બાદ ટામેટા , વટાણા અને બધો મસાલો ઉમેરો. બરાબર મિક્ષ કરી થોડી વાર પકાવો.

૬. હવે એમાં શેલો ફ્રાય ઈડલી ઉમેરો અને સરસ રીતે મિક્ષ કરો.

૭.  કોથમીર થી સજાવટ કરી ગરમ ગરમ પીરસો .


બાળકો શું મોટા પણ લલચાય જશે આ વાનગી જોઇને આશા છે આપને પસંદ પડશે .

રસોઈની રાણી : રુચિબેન શાહ (ચેન્નાઈ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.